गुजरात के कवियों और शायरों में मरीज़ एक बहुत बड़ा नाम है। इनका जन्म का नाम था – अब्बास वासी। कला-विश्व के सितारों के जीवन के बारे में जो अक्सर सुना जाता है, वैसी हज़ारों परेशानियों और ख़ामियों के मरीज़ ये भी थे, पर मेरे विचार में ये सब बातें गौण हैं। ग़ौर करने लायक तो बस उनकी शायरी है जिसको हिंदी/उर्दू में, देवनागरी लिपि में उपलब्ध कराने का एक प्रयास मैं इस ब्लॉग के माध्यम से कर रही हूँ ताकि ये खूबसूरत ख़याल सिर्फ़ गुजराती भाषा तक सीमित न रहें और इनका लुत्फ़ ज़्यादा से ज़्यादा लोग उठा सकें।
इस श्रेणी में अनुदित ग़ज़लें और नज़्में 1982 में लोकमिलाप ट्रस्ट द्वारा ‘काव्य-कोडियां’ श्रेणी के अंतर्गत प्रकाशित की गई थी। इसकी ख़ास बात यह है कि यह शायर का पूरा दीवान नहीं है, पर उनकी चुनिंदा रचनाएँ हैं जो गुजराती साहित्य के एक और जाने-माने व्यक्तित्त्व – राजेन्द्र शाह ने बड़ी मेहनत से चुनी हैं और इस संग्रह को शायर का सबसे उमदा काम कहा जा सकता है।
ફક્ત એ કારણે
ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉમર લાગી, કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.
ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી, તને પણ પાછા ફરતા એક મુદત નામાબર લાગી
ન મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી, મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.
ઝરણ સુકાઈને આ રીતથી મૃગજળ બની જાએ? મને લાગે છે એને કોઈ પ્યાસાની નઝર લાગી
હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો, કે આખી જીંદગી ફીકી મને તારા વગર લાગી.
હતો એ પ્રેમ કે વિશ્વાસ, પણ તારી ઉપર આવ્યો, અને શંકા કદી લાગી તો એ તારી ઉપર લાગી
ઘણાં વરસો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે, જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.
બધા સુખદ અને દુખદ પ્રસંગોને પચાવ્યા છે, પછી આ આખી દુનિયા મારું દિલ લાગી, જીગર લાગી
અચલ ઇનકાર છે એનો ‘મરીઝ’ એમાં નવું શું છે? મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી.
सिर्फ़ इस लिए
सिर्फ इस लिए दिल को ख़लिश सारी उमर लगी, कि मेरी बद-नसीबी से मुझे आशा अमर लगी।
पल भर में तुमको भी उसकी असर लगी, तुम्हें भी लौटते एक मुद्दत नामा-बर लगी।
न मैंने परवाह की उसकी भी न तवज्जो हुई, सारी दुनिया मुझे अपने जैसी बेक़दर लगी।
झरना सूख कर इस तरह सराब बन जाए? शायद उसे भी किसी प्यास की नज़र लगी।
अब यह कहकर मेरा दर्द क्यों बढ़ाते हो, कि पूरी ज़िंदगी फीकी मुझे तेरे बग़ैर लगी।
था वो प्यार या ऐतबार पर तुम पर आया, और शक की निगाह लगी तो तुम पर लगी।
सालों बाद आए हो इसका यह सुबूत है, जो मेहंदी हाथ-पैर पर थी वो सर पर लगी।
सारे अच्छे और बुरे किस्सों को पचाया है, फिर सारी दुनिया मुझे अपना दिल लगी, जिगर लगी।
अचल इनकार है उनका ‘मरीज़’ इसमें नया क्या है? मुझे भी मांग अपनी अटल लगी, अमर लगी।
ગુરુવારે મેં તાબડતોબ મારું કામ આટોપ્યું. શુક્રવારે મેં નવી કંપનીનાં વકીલો પાસેથી મારાં વિઝા સંબંધી કાગળ એકઠાં કર્યાં અને ટ્રાવેલ સંબંધી થોડી ખરીદી કરી. એ આખું અઠવાડિયું ખૂબ પ્લાનિંગ અને દોડાદોડીમાં વીત્યું હતું એટલે નવી જગ્યાએ ટ્રાવેલ કરવાનો ઉત્સાહ જાણે મરી ગયો હતો. એટલે ચારેક વાગ્યા આસપાસ બધું બહારનું કામ પત્યા પછી જરા મૂડમાં આવવા માટે મેં પૅડિક્યોર કરાવ્યું અને પછી ઘરે પહોંચીને થોડું ઘણું પૅકિંગ કર્યું. પૅકિંગમાં જરા વિચારીને કરવું પડે તેમ હતું. મારે ફક્ત એક હૅન્ડ બૅગ લઇ જવી હતી જેથી જપાનમાં અંદર મુસાફરી કરવામાં સરળતા રહે અને મારે બધે બે-ત્રણ બૅગ ખેંચી ખેંચીને ન ફરવું પડે. જાપાનમાં હું કુલ પંદર દિવસ માટે રહેવાની હતી. ઓસાકા ચાર દિવસ અને પછી ટોક્યોમાં ઓછામાં ઓછા પાંચ દિવસ. એટલે ટોક્યોમાં ક્યારેક કપડાં ધોઈ શકાય એ ગણતરીએ મેં સાત દિવસનાં કપડાં લેવાનું નક્કી કર્યું. બે જીન્સ રિપીટ કરવાનાં અને પાંચ-છ જૂદા જૂદા ટી શર્ટ, લૅપટૉપ, ફોન અને નાની બૉટલોમાં થોડો નહાવા ધોવાનો સામાન બસ. એ રાત્રે અમે અમારાં જાપાન-નિવાસી મિત્ર આશુ અને તેની પત્ની સાથે ઓસાકા પછીનાં પ્લાન માટે વાત કરવી શરુ કરી. ત્યારે અમને જાપાન રેલ પાસ વિષે માહિતી મળી.
જાપાન રેલ પાસ (જે-રેલ પાસ) – ટૂરિસ્ટ માટે જાપાનની સરકારે આ પાસની યોજના કરી છે. તમે એક સમયે સાત દિવસ અથવા ચૌદ દિવસ માટે આ પાસ ખરીદી શકો. સાત દિવસ માટે ખરીદો તો લગભગ અઢીસો ડૉલર અને ચૌદ દિવસ માટે લગભગ સાડા ચારસો ડૉલરમાં આ પાસ મળે.એ પાસ સાથે તમે નિર્ધારિત સમય માટે ‘જાપાન રેલ (JR)’ દ્વારા સંચાલિત તમામ લોકલ ટ્રેન અને મોટાં ભાગની બુલેટ ટ્રેન (શિન્કાનસેન)માં કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના મુસાફરી કરી શકો. આ પાસ સાથે તમારે JR અને અમુક બુલેટ ટ્રેન્સની ટિકટ લેવા માટે અટકવું ન પડે. તમે એ બંનેનાં સ્ટેશન્સ પર ફક્ત તમારો પાસ દેખાડીને ફટાફટ આવ-જા કરી શકો. જાપાનમાં અંદર ફરવાનો સૌથી સરળ અને પ્રચલિત રસ્તો તેમની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એટલે આ પાસ લેવાથી એક ટૂરિસ્ટ તરીકે મને ઘણો લાભ થાય. લાંબા સમય સુધી એવું હતું કે, આ પાસ તમને જાપાન સિવાયનાં દેશોમાં અમુક ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી જ મળે. જાપાન પહોંચ્યા પછી એ પાસ મેળવવો એટલે લોઢાનાં ચણા ચાવવા જેવું કામ. ઓનલાઇન અમુક વેબસાઈટ પરથી એ પાસ મળે પણ એ તમારાં યુનાઇટેડ સ્ટેટ્સનાં એડ્રેસ પર જ પોસ્ટમાં આવે. તેની તત્કાલ ડીલીવરી પણ ઓછામાં ઓછા બે દિવસ પછી જ મળે.
મારા માટે એ પાસ મળી શકે તેનાં તમામ રસ્તા જાણે બંધ થઇ ગયા હતાં. શુક્રવારની રાત પડી ગઈ હતી અને શનિવારે અગિયાર વાગ્યાની તો મારી ફલાઇટ હતી. અમે જોયું તો એક લોકલ ટ્રાવેલ એજન્ટ જે જાપાન રેલ પાસ વેંચતો હતો, તેની ઓફિસ શનિવારે બંધ રહેતી હતી. સેમ મારા માટે પાસ લાવી શકે તેમ નહોતો કારણ કે, જાપાન પહોંચતાં સાથે જ ઍરપોર્ટ પર એ પાસ ઍક્ટિવેટ કરાવવો પડે જેનાં માટે મારાં પાસપૉર્ટની જરૂર પડે, જે તેની પાસે હોય નહીં. વળી શિન્કાનસેનની ઓસાકાથી ટોક્યો સુધીની એક મોંઘી મુસાફરી – જેનાં માટે મને આ પાસ કામ લાગે, એ તો મારે સેમનાં આવ્યાં પહેલાં જ કરવાની હતી. મને થયું મર્યા! મેં મારાં અમુક મિત્રોને આ વિષે વાત કરી. તેમાંનાં એકે મને એક વેબસાઈટ બતાવી જેનાં પરથી હું જાપાન રેલ પાસ ખરીદી શકું અને એ મને જાપાનમાં મારી પસંદગીની હૉટેલ પાર એ પાસની ડિલિવરી આપે. આ રસ્તો અમને સૌથી યોગ્ય લાગ્યો એટલે મેં તેનાં પરથી મારો પાસ લેવાનું શરુ કર્યું. ક્રેડિટ કાર્ડ ડીટેલ નાંખીને ખરીદી પૂર્ણ કર્યા પછી ફાઇનલ પેજ, જેનાં પર મને કન્ફર્મેશન મળવું જોઈએ એ પેજ પર મને 404 Error મળી.
મેં ઈ-મેલ ચેક કર્યો તો ત્યાં પણ કોઈ કન્ફર્મેશન નહોતું આવ્યું. એટલે મને થયું મારાં બ્રાઉઝરનાં ઍડ બ્લૉકર અને નોન-ટ્રેકર પ્લગિન ઘણી વખત થોડી બગવાળી વેબસાઈટ પર અમુક માહિતી અને સ્ક્રિપ્ટ્સ સરખી રીતે લોડ નથી કરતાં હોતાં. એટલે મેં મારાં ડીફોલ્ટ બ્રાઉઝરનાં બદલે એક અલગ બ્રાઉઝર પર ટિકિટ ખરીદવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ ફર્ક ન પડ્યો. પણ એ જ એરર આવી અને કોઈ કન્ફર્મેશન ન આવ્યું. મેં સૌથી પહેલાં મારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ ચેક કર્યું અને કન્ફર્મ કર્યું કે, મારાં કાર્ડ પાર કોઈ ચાર્જ નથી આવ્યો. મને મારી જ મૂર્ખામી પર થોડો ગુસ્સો આવ્યો કે, ટેકનિકલી આટલી જાણકાર હોવા છતાં એ પાસ મેળવવાની આપાધાપીમાં મેં એ વૅબસાઇટ વિષે ઇન્ટરનેટ પર કોઈ શોધખોળ કર્યાં વિના, ફક્ત એક ભરોસાલાયક મિત્રએ વેબસાઈટ સજેસ્ટ કરી હતી એટલે તેનાં પર ભરોસો કરી લીધો. જે-રેલ પાસનું મિશન મેં ત્યાં જ આટોપ્યું અને જાપાન જઈને જે કઈં થઇ શકે એ કરવું બાકી છોડી દેવું એમ નક્કી કર્યું.
શનિવારે સવારે એરપોર્ટ પહોંચીને હું સિક્યોરિટી ચેકની લાઈનમાં ઊભી હતી. બાકીનાં બધાં કામ પતી ગયા હતાં અને હું બિલકુલ રિલેક્સ્ડ હતી એટલે મગજ થોડું સારું ચાલી રહ્યું હતું. મને વિચાર આવ્યો કે, ફરીથી એક વખત મારું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ ચેક કરી લેવું જોઈએ અને જોવું જોઈએ કે, પેલી વેબસાઈટ પરથી કોઈ ચાર્જ નથી આવ્યો. મેં જોયું તો તેનાં પાર સાડા ચારસો ડૉલરનાં બે પેન્ડિંગ ચાર્જ આવી ગયા હતાં અને બંનેની વિગતોમાં ‘જાપાન રેલ પાસ’ લખેલું હતું. મેં તરત જ બૅન્કમાં ફોન કર્યો અને કસ્ટમર સર્વિસ પરની સ્ત્રીને જણાવ્યું કે, આ બંને ટ્રાન્ઝેક્શન ફ્રોડ છે અને તેનું પ્રોસેસિંગ તરત જ રોકવાની વિનંતી કરી. એ સ્ત્રીએ મને જણાવ્યું કે, આવતા 24થી 48 કલાકમાં એ ટ્રાન્ઝેક્શન મારાં અકાઉન્ટમાંથી ચાલ્યા જવા જોઈએ. મેં તેની સાથે બે-ત્રણ વાર એ વાત કન્ફર્મ કરી કારણ કે, ધારો કે કઈં થાય અને બેન્ક મને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો મારો ફોન નંબર તો જાપાનમાં ચાલુ ન હોય. તેણે મને ફરી ફરીને ખાતરી આપી કે, 24થી 48 કલાકમાં મારું કામ થઇ જશે એટલે મને થોડી ધરપત થઇ. ઓસાકાની ફલાઇટમાં બેસતાં સાથે જ મને થોડી નિરાંત થઇ અને મેં મૂવીઝ જોઈને બાર કલાક વિતાવ્યાં. મારાં જાપાનનાં મિત્રોએ મારાં માટે એક બહુ સારુ કામ કર્યું હતું અને મારી હૉટેલને ફોન કરીને તેમની ઍરપોર્ટથી હોટેલ સુધી પહોંચવા માટેની વ્યવસ્થાઓ જાણી લીધી હતી. કાન્સાઈ ઍરપોર્ટથી સવા કલાકની એક ટ્રેન લઈને મારે ઓસાકા સ્ટેશન પહોંચવાનું હતું. ઓસાકા સ્ટેશનની ‘સાકુરા-બાશી’ એક્ઝિટ પર મારી હૉટેલની કૉમ્પ્લિમેન્ટરી શટલ બસ લઈને હોટેલ પહોંચવાનું.
સાંજે સાડા ચાર આસપાસ મારી ફલાઇટ લેન્ડ થઇ. એરપોર્ટ પહોંચીને સૌથી પહેલું કામ મેં જે-રેલ પાસ વિષે તપાસ કરવાનું કર્યું. મને આરામથી જે-રેલ પાસનું કાઉન્ટર મળ્યું જયાં પાસપોર્ટ દેખાડીને હું આરામથી ચૌદ દિવસનો પાસ ખરીદી શકી. ત્યાં જ પાસ એક્ટિવેટ પણ થઇ ગયો અને તેણે મને ઓસાકા સ્ટેશન પહોંચવાનો રસ્તો પણ જણાવ્યો. પાસ કાઉન્ટરથી બહાર નીકળતાં જ બરાબર સામે JR સ્ટેશન હતું જયાંથી મારે ઓસાકાની ટ્રેન લેવાની હતી. જે-રેલ પાસ બતાવીને સહેલાઇથી હું અંદર પહોંચી અને યોગ્ય ટ્રેન પકડીને ઓસાકા તરફ પ્રયાણ કર્યું.
એરપોર્ટથી મારે ઓસાકા સ્ટેશન પહોંચવાનું હતું. ત્યાંની એક એક્ઝિટ પરથી મારે હૉટેલની શટલ લેવાની હતી. ત્યાં ટ્રેનમાં મને મારો સૌથી પહેલો જાપાનીઝ અનુભવ થયો. ટ્રેનમાં ઘણી બધી જગ્યાએ નાના ડિસ્પ્લે લગાવેલા હતાં જેનાં પર ટીવીની જેમ વારાફરતી અલગ અલગ જાહેરાતો ચાલતી હતી. જાહેરાતોનાં પોસ્ટર પણ લગાવેલા હતાં. દરેક જાહેરાત સંપૂર્ણપણે જાપાનીઝમાં હતી. એ ટ્રેનનો ડબ્બો જાણે નવી દુનિયામાં મારાં પ્રવેશનો દરવાજો હતો – સ્ટેશન 9-3/4 જેમ.
ઓસાકા સ્ટેશન ઉતારતાં જ ખૂબ બધી લાઇટ્સ અને ઘણાં બધાં લોકો જોવા મળ્યાં. આસપાસ લખેલું બધું જ જાપાનીઝમાં અને લોકોનો અવાજ પણ જાપાનીઝ જ સંભળાય. એટલું વળી સારું હતું કે, ત્યાં વિવિધ એક્ઝિટ અને હોટેલ તરફ ચિંધાડતાં સાઈન-બોર્ડ ઇંગ્લિશમાં હતાં.
મારી એક્ઝિટ તરફની સાઈન ફોલો કરતી હું આગળ વધી. પાંચેક મિનિટ ચાલી, પછી એસ્કેલેટરથી એક માળ ઉપર ચડી, ફરી થોડું ચાલી, એક બ્રિજ ક્રોસ કર્યો, ફરી એસ્કેલેટરથી નીચે ઉતરી, ત્યાં થોડું આગળ ચાલીને બે માળ નીચે ઉતરી, જમણી તરફ વળીને મારી એક્ઝિટ શોધવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાંથી બહાર જવાનો રસ્તો તો ક્યાંયે દેખાતો નહોતો અને થોડું ધ્યાનથી જોયું તો ખબર પડી કે, નીચે હજુ એક માળ હતો એટલે જ્યાંથી આવી હતી એ તરફ પાછી ફરીને નીચે જવાનો રસ્તો શોધ્યો. સૌથી નીચેનાં માળ પર પહોંચ્યા પછી મારી એક્ઝિટ તરફનો રસ્તો દેખાડતી સાઈન ફોલો કરવાની શરુ કરી પણ દસેક મિનિટ ચાલ્યા પછી આગળ જે તરફ એરો લગાવેલો હતો એ તરફ ક્યાંયે મને એક્ઝિટ ન દેખાણી, ફક્ત એક દીવાલ આવી જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. થોડી વાર ત્યાં આસપાસ ચક્કર માર્યાં પછી મારી એક્ઝિટનાં નામવાળો એરો ફરીથી મળ્યો અને એ તરફ હું આગળ વધી. અંતે પાંચેક મિનિટ વધુ ચાલ્યા પછી મારાં નિર્ધારિત એક્ઝિટ ગેટ પર હું બહાર નીકળી અને ત્યાં સામે જ હોટેલનું નામ લખેલી બસ ઊભી હતી.
બસમાં બેસીને મને પહેલો વિચાર એ આવ્યો કે, મેં ઓસાકા સ્ટેશનની સાઈઝ ખૂબ અંડર-એસ્ટિમેટ કરી હતી. મારાં મનમાં હતું કે, બહુ બહુ તો એકઝિટ શોધીને બહાર નીકળતાં દસેક મિનિટ થશે. પણ, મને ઓછામાં ઓછી વીસથી પચીસ મિનિટ લાગી હતી. એટલું સારું હતું કે, સામાનમાં મારી પાસે ફક્ત એક મોટી હૅન્ડબેગ અને એક પર્સ હતાં અને વધુ કઈં નહોતું. પર્સમાં લેપટોપને કારણે એ થોડું ભારે થઇ ગયું હતું પણ બહુ વાંધો નહોતો આવ્યો. હોટેલ પહોંચતા જ મને આરામનો અનુભવ થવા લાગ્યો. લૉબી એકદમ સુંદર હતી અને રિસેપ્શનિસ્ટે થોડાં ભાંગેલા ઈંગ્લિશમાં મારી સાથે થોડી ઘણી વાત કરી.
મેં તેને જણાવ્યું કે, જો એ મને સારા વ્યૂવાળો કોઈ રૂમ આપી શકે તો આપે. તેણે તેની સિસ્ટમમાં જોઈને મને જણાવ્યું કે, સુંદર વ્યુવાળા સ્ટાન્ડર્ડ રૂમ તો બધાં બુક્ડ છે પણ તને લેડીઝ ફ્લોર પર રૂમ આપું તો ચાલશે? મને આશ્ચર્ય થયું. મેં આ લેડીઝ ફ્લોરનો અનુભવ ક્યારેય ક્યાંયે કરેલો નહોતો. આવામાં કદાચ મારી સાથે કોઈ પુરુષ હોત પણ ખરો તોયે હું કદાચ જિજ્ઞાસા સંતોષવા માટે એ રિસેપ્શનિસ્ટને હા પાડત. એ ફ્લોર પરનાં દરેક રૂમ ફક્ત સ્ત્રીઓને જ આપવામાં આવ્યા હતાં. ત્યાં સર્વિસ સ્ટાફ પણ સ્ત્રીઓ જ હતી અને કોઈ પણ પુરુષે જવાની મનાઈ હતી. એ ફ્લોરનાં દરેક રૂમમાં એક મૉઇસ્ચરાઇઝિંગ મશીન હતું જે તમે રાત્રે ચાલુ કરીને ઊંઘી શકો – જેનાં અસ્તિત્વ વિષે પણ મને એ દિવસ પહેલાં કોઈ જાણકારી નહોતી અને બાથરૂમમાં એ હોટેલની બે સ્ટાન્ડર્ડ ટોઇલેટ્રી (બોડી વૉશ, બોડી લોશન, શેમ્પૂ, કંડિશનર) બ્રાન્ડ્સ ઉપરાંત એક ત્રીજી ઑર્ગેનિક બ્રાન્ડ પણ હતી. આ જોઈને મને થયું આ લેડીઝ ફ્લોર તો આપણને ફાવી જાય તેવો છે! અને પછી એ રૂમની મોટામાં મોટી હાઈલાઈટ જોવા મળી. પડદા ખોલતાંની સાથે જ સામે અદભુત સ્કાયલાઇન જોવા મળી. મારો રૂમ ત્રેવીસમાં માળ પર હતો. તેનો રાતનો ફોટો તો મારા ભંગાર ફોન કેમેરા પર સારો નહોતો આવ્યો. પણ પછીનાં દિવસનો આ ફોટો જુઓ
એ સુંદર રૂમમાં ત્રણ રાત તો આરામથી નીકળી જાય તેમ હતી! હું ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ તો ત્યાં એ રાતનું છેલ્લું નોટ-સો-સરપ્રાઈઝ સામે હતું. ઑવર-એન્જીનીયર્ડ ટોયલેટ સીટ જેમાં સીટ વોર્મર ફેસિલિટી હતી. મને થોડું હસવું પણ આવ્યું અને સાથે સાથે એક નવી દુનિયામાં હોવાનો અહેસાસ પણ થયો. આ વિસ્મયની લાગણી મેં જાણે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગુમાવી દીધી હતી અને અચાનક એ મને પાછી મળી હતી.
નાહીને મારી કઈં જ કરવાની કે વિચારવાની હાલત નહોતી. એ રાત્રે મેં હોટેલનાં રેસ્ટ્રોંમાં જ ડિનર કર્યું. તેમની પાસે વેજિટેરિયન ઓપ્શન બહુ ઓછાં હતાં એટલે જે એક સ્ટાર્ટર અને એક મેઈન કૉર્સ વેજ હતાં એ બે મેં મંગાવ્યાં. આટલી નામાંકિત હૉટેલમાં જમવાનું ખરાબ હોવાનાં ચાન્સ તો બહુ ઓછા હોય પણ એ, માઈન્ડ-બ્લોઇંગ પણ નહોતું. જમવાનું પતાવીને મેં એક બે કૉલ કર્યાં અને પછી ઊંઘવા તરફ પ્રયાણ કર્યું.
રાત્રે જમવા દરમિયાન મારું ધ્યાન એક દરવાજા તરફ ગયું. એ રેસ્ટ્રોંનો મેઈન દરવાજો હતો જે, હોટેલ લૉબી અને મેઈન એન્ટ્રન્સથી થોડો દૂર હતો. જમીને મેં ત્યાંથી બહાર નીકળીને એક આંટો માર્યો અને જાણ્યું કે, ત્યાં એક નાનકડું તળાવ હતું જેમાં માછલીઓ તરતી હતી. કયાંકથી વહેતાં પાણીનો અવાજ આવતો હતો અને ખૂબ ઘેરી હરિયાળી જણાતી હતી. રાત્રે પ્રકાશ ઓછો હોવાને કારણે બગીચા અને તળાવનો વિસ્તાર જાણવો મુશ્કેલ હતો એટલે પછીનાં દિવસે સવારે મેં બહાર આંટો મારવાનું નક્કી કર્યું. એ હોટેલ એક પછી એક નવા નવા સરપ્રાઇઝ ખોલી રહી હતી. ઉપર મારાં રૂમમાં જઈને પલંગ પાસે મને એક મશીન દેખાયું. ઇન્સ્ટ્રક્શન તો બધી જાપાનીઝમાં લખેલી હતી પણ, મેં એક બે સ્વિચ ચાલુ બંધ કરી તો સમજાયું કે, એ હ્યુમિડિફાયર જેવું કઈંક હતું. મારે કોઈક વસ્તુ જોઈતી હતી એ માટે જ્યારે રૂમ સર્વિસની લેડી આવી (મારો ફ્લોર લેડીઝ ઓન્લી હોવાને કારણે ત્યાં આવતાં સફાઈ કામદાર અને રૂમ સર્વિસ માટે મોકલવામાં આવતાં તમામ માણસો સ્ત્રીઓ જ હતી.) ત્યારે મેં તેને પૂછ્યું, એ સાધનનો શું ઉપયોગ છે. તેણે મને ભાંગેલાં તૂટેલાં ઇંગ્લિશમાં સમજાવ્યું કે, એ મોં પાસે રાખીને ઊંઘવાથી મોઢાંની સ્કિન સોફ્ટ થઇ જશે. મને થોડું હસવું આવ્યું તો પણ કુતૂહલવશ મેં તેનો ઉપયોગ કર્યો.
એ રાત્રે થાક અને લાંબી મુસાફરીનાં કારણે મને ઊંઘ તો ખૂબ આવી પણ જેટલૅગનાં કારણે સવારે ઊંઘ વહેલી ઊડી પણ ગઈ. થોડી વાર પથારીમાં આમથી તેમ કરીને મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ મેળ ન પડ્યો એટલે સાતેક વાગ્યા આસપાસ હું ઊઠી ગઈ. ઊઠીને પહેલું કામ વેજિટેરિયન રેસ્ટ્રોંઝ શોધવાનું કર્યું. આસપાસનાં ફક્ત થોડાં ઇન્ડિયન રેસ્ટ્રોંઝ સર્ચ રિઝલ્ટમાં આવ્યાં અને બાકી આવી 3-4 જગ્યાઓ જે મારી હોટેલથી સારી એવી દૂર જણાતી હતી. આસપાસ ખાસ કઈં મળતું નહોતું. હવે આનું થિયરૅટિકલ કારણ મને ખબર તો હતું. પણ, પ્રેક્ટિકલી તેની અસર મને ત્યારે સમજાઇ (આને information અને wisdon વચ્ચેનો ફર્ક કહી શકો છો). જાપાનનું મોટાં ભાગનું ઇન્ટરનેટ જાપાનીઝ ભાષામાં જ છે. તમને જાપાનીઝ શબ્દો ખબર ન હોય તો બહુ લિમિટેડ ઇન્ફર્મેશન મળી શકે. એટલું વળી સારું છે કે, ત્યાંનાં ટ્રેન સ્ટેશન અને જોવાલાયક સ્થળો ઇંગ્લિશમાં નોંધાયેલાં છે એટલે એ ગૂગલ મેપ્સ પર અને ટ્રાવેલ બ્લોગ્સ પર શોધવામાં મુશ્કેલી ન થાય. બાકીની તમામ માહિતી – ખાસ જમવા બાબતની માહિતી મેળવવી એ લોઢાનાં ચણા ચાવવા બરાબર છે. જાપાન સી-ફૂડનો ચાહક દેશ છે. સુશીથી માંડીને ત્યાંનાં સ્ટ્રીટફૂડ સહિતની તમામ લોકલ વાનગીઓમાં બધે જ માછલી, ઑકટોપસ, સ્ક્વિડ વગેરેનું ખૂબ જોર. ત્યાં, જ્યાં લોકોને પૂરું ઇંગ્લિશ ન આવડતું હોય, ‘વેજિટેરિયન’ શબ્દ પણ ખબર ન હોય એવામાં વેજિટેરિયન જમવાનું રાખવાવાળા રેસ્ટ્રોં કેટલાં હશે એ તમે પોતે જ વિચારી લો.
ગૂગલ પર મેં જોયું કે, ઓસાકા સ્ટેશન પાસે થોડાં રેસ્ટ્રોંઝ દેખાતાં હતાં એટલે નાહીને એ તરફ જવાનું મેં નક્કી કર્યું. હોટેલથી ચાલતાં જઈએ તો એ સ્ટેશન પહોંચતાં લગભગ પંદર મિનિટ થાય. હૉટેલની શટલ લઈને પાંચ-દસ મિનિટમાં પહોંચી જવાય. પણ આપણને તો એ શહેર અને શહેરનાં લોકો જોવામાં રસ હતો એટલે ચાલીને જવા પર જ પસંદગી ઊતારવામાં આવી. પેલું તળાવ અને બગીચો મારાં મનમાંથી હજુ નીકળ્યાં નહોતાં. એટલે, મેઈન એન્ટ્રેન્સને બદલે મેં પાછળથી જવાનું નક્કી કર્યું. એ દિવસે થોડું ધાબડછાયું વાતાવરણ હતું અને આગલી રાત્રે જ વરસાદ પડ્યો હોય તેમ લાગતું હતું. બગીચામાં બધે જ માટીની સુગંધ આવતી હતી અને તળાવમાં માછલીઓ ખુશ લાગતી હતી. બગીચામાં હરિયાળી ખૂબ હતી પણ ફૂલો નહોતાં. એ સારાં એવા વિસ્તારમાં ફેલાયેલો હતો, વિશાળકાય નહોતો, છતાંયે અલગ તરી આવતો હતો કારણ કે, ત્યાં આસપાસ ફક્ત ઊંચાં ઊંચાં કોન્ક્રીટનાં બિલ્ડિંગ હતાં. મીલો પથરાયેલી નિર્જીવતા વચ્ચે નાનકડાં જીવ જેવું ધબકતું હતું. મારી હોટેલનાં બગીચામાંથી ચાલીને બહાર નીકળતાં તરત જ હું કોઈ ઓફિસનાં બેઝમેન્ટમાં ઘુસી ગઈ હતી. ત્યાં એક બે કાફૅ દેખાયાં પણ એ કઈં ઇન્ટરેસ્ટિંગ નહોતાં લાગતાં એટલે મેં કઈં ખાસ ધ્યાન ન આપ્યું. થોડે આગળ પહોંચીને એક સુંદર મોટું બધું ક્રિસમસ ટ્રી દેખાયું અને ત્યાં એક જૂની ગાડી રાખેલી હતી. ત્યાંથી જમણી બાજુ નજર કરતાં મને નાની નાની જૂની ગલીઓ જેવું કઈં દેખાયું અને તેમાં ખૂબ બધાં રેસ્ટ્રોં અને દુકાનો દેખાતી હતી જે બંધ હતી. એ દુકાનોનો બહારનો ભાગ જાણે વર્ષો જૂની કોઈ દુનિયામાં પહોંચી ગયાં હોય તેવો દેખાતો હતો. દૂકાનોની આસપાસ લોબીમાં પણ જૂનાં જાપાનનો એક સેટ ઊભો કરવામાં આવ્યો હતો. ચારે તરફ રેટ્રો પોસ્ટર લગાવેલા હતાં.
ત્યાં આંટો મારીને મને એ નાની દુકાનોમાં બેસીને કઈંક ખાવા પીવાનું પણ મન થયું પણ, ત્યાં કઈં જ ખુલ્લું નહોતું. બધાં હજુ તો રેસ્ટ્રોં સેટઅપ કરી રહ્યા હતાં. ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતાં હું એક માળ ઉપર આવી. ત્યાં વળી એક અલગ જ દુનિયા હતી. ત્યાં જર્મની થીમ્ડ ક્રિસમસ માર્કેટ લાગેલી હતી. મારી હૉટેલ સહિત તમામ સ્થળોએ ક્રિસ્મસ ડેકોરેશન લાગી ગયાં હતાં. જાપાનમાં જર્મન ક્રિસ્મસ માર્કેટ જોઈને સ્વાભાવિક રીતે જ મને સૌથી પહેલો વિચાર એ જ આવ્યો જે સ્કૂલમાં થોડું ઘણું પણ ઇતિહાસ ભણેલી કોઈ પણ વ્યક્તિને આવે. શું ત્યારની એ રાજકારણી મૈત્રીની આ દેશમાં આટલાં વર્ષો પછી પણ અસર હશે? One can only wonder! ત્યાંથી ચાલીને હું ઓસાકા સ્ટેશન નજીક પહોંચી. ત્યાં ઘણાં બધાં લોકો સાઇકલ પર ફરતાં જોવા મળ્યાં. સાઇકલ પર આગળ ક્યૂટ બાસ્કેટ લગાવેલા હતાં, એ જોઈને મને સ્કૂલ યાદ આવી ગઈ. અમે બાસ્કેટમાં પાણીની બોટલ અને લંચ બૉક્સ લઈને જતાં. ફર્ક ફક્ત એટલો હતો કે, અમારી સાઇકલનાં રંગ તરણેતરનાં મેળા જેવા હતાં અને આ લોકોની સાઇકલ પેસ્ટલ કલરની હતી. અમારી સાઇકલ પર જયાં કેરિયર સ્પ્રિંગ રહેતી – જયાં અમે અમારી સ્કુલ બેગ ભરાવતાં, તેને બદલે અહીં ઘણી બધી સાઇકલોમાં પાછળ બાસ્કેટ લગાવેલા હતાં. એ બાસ્કેટમાં એક નાનું બાળક સમાઈ જતું અને એવી રીતે ઘણાં લોકોને મેં સાઇકલ પર પોતાનાં બાળક સાથે મુસાફરી કરતાં જોયાં. ત્યાં એક પછી એક કાફૅ આવવાં લાગ્યાં પણ ત્યાં બધે સ્ટાન્ડર્ડ અમેરિકન આઇટમ્સ જ દેખાતી હતી અને આપણો જાપાનમાં પહેલો દિવસ હતો એટલે આપણને તો કઈંક જાપાનીઝ ખાવું હતું. થોડું ચાલીને આગળ ગઈ ત્યાં તો દુકાનો ચાલુ થઈ ગઈ અને પછી એક ટનલ. દુકાન આપણાં જેવી જ પણ બધું જાપાનીઝ અક્ષરોમાં લખેલું!
ત્યાં સામે મને એક મૉલનો દરવાજો દેખાયો જેમાં રેસ્ટ્રોં હોવાની શક્યતા હતી એટલે હું ત્યાં પહોંચી. રેસ્ટ્રોંનું લિસ્ટ લાંબુ હતું. પણ, એક પણ ખુલ્લા નહોતાં. નીચે ફક્ત એક બે કાફે ખુલ્લાં હતાં.
ઉપરનાં રેસ્ટ્રોં અગિયાર વાગ્યે ખુલતાં હતાં. ત્યારે સાડા દસ જેવું થયું હતું અને મને કકડીને ભૂખ લાગી હતી. છતાંયે કઈંક યુનીક ખાવાનો મોહ છૂટતો નહોતો. મેં રેસ્ટ્રોંઝવાળો માળ ખુલવાની રાહ જોઈ અને ત્યાં સુધી એક રૅન્ડમ જગ્યાએ હોટ ચૉકલેટ પીધી. અગિયાર વાગ્યે રેસ્ટ્રોં ફ્લોર ખૂલ્યો અને હું ઉપર ગઈ ત્યારે પણ કઈં મળ્યું તો નહીં જ. નીચે એક હિન્દુસ્તાની જગ્યા જેવું કંઇક દેખાયું પણ એ ફક્ત મૃગજળ સાબિત થયું. તેમનાં મેન્યુ માં ખાસ કંઇ વેજીટરિયન હતું નહીં.
એ નહોતું મળવાનું એ મારે પહેલાં જ સમજી જવાની જરૂર હતી. પણ, અમારાં બા કહેતાં એ નિયમ પ્રમાણે ‘વાર્યા ન વળે એ હાર્યા વળે’. અમે પણ હાર્યાં અને અંતે પહેલા જોયેલાં ત્રણ અમેરિકન કાફૅમાંનાં એકમાં જઈને કઈંક ખાવાનું પામ્યાં. એ શહેરનો મેજર મૉલ હતો અને લગભગ આખો ખાલી હતો! અને આવડો મોટો મૉલ અગિયાર વાગ્યા સુધી ખુલે નહીં?! આવું તે કેવું?
થોડું ખાવાનું પેટમાં ગયું પછી બ્રહ્મજ્ઞાન લાધ્યું કે, એવું તે એવું. આ બિલકુલ નવી જગ્યા છે. તેની પોતાની એક રીત છે અને પોતાનાં નિયમો છે અને ટ્રાવેલિંગ આપણને એ જ યાદ અપાવવા માટે બન્યું છે કે, નિયમો બધે સરખાં નથી હોતાં. સવારે સાત વાગ્યે રાજકોટમાં બજરંગનો ઝારો પડે અને દુકાનો દસ પહેલાં ન ખુલે, સવારે છ-સાડા છ વાગ્યેઑસ્ટ્રેલિયામાં કાફેઝ ખુલે અને દુકાનો રાત્રે નવ વાગ્યે બંધ થઇ જાય, સાન ફ્રાન્સિસ્કોનાં મેજર બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં વ્યવસ્થિત બે રેસ્ટ્રોં પણ ન હોય તેવું પણ બને, તો એક દુનિયા આવી પણ હોઈ જ શકે ને, જ્યાં સવારે અગિયાર પહેલાં દુકાનો ન ખુલતી હોય!
સાંજે દોતોનબોરીથી પાછા આવીને પહેલું કામ તો થોડી વાર ઊંઘવાનું કરવામાં આવ્યું. રાત્રે નવ વાગ્યા આસપાસ કકડીને ભૂખ લાગી. ફરીથી હોટેલમાં જમવાનું તો કંટાળાજનક હતું. આગલી રાતે વેજિટેરિયન જમવાનું શોધવાની ટ્રાય કરી હતી ત્યારે એક-બે ઇન્ડિયન રેસ્ટ્રોં ધ્યાનમાં આવ્યાં હતાં. તેમાંથી એકનું રેટિંગ સારું હતું અને ‘ગ્રાન્ડ ફ્રન્ટ’ મૉલ – જ્યાં સવારે નાશ્તો શોધવાની જફા કરી હતી – તેનાંથી એક જ બ્લૉક દૂર હતું એટલે પંદર મિનિટમાં ત્યાં ચાલીને પહોંચી શકાય તેમ હતું. નામ હતું ‘ઍવરેસ્ટ તંદૂરી’. વધુ મગજ ચલાવ્યા વિના મેં ત્યાં જ જવાનું રાખ્યું.
જમવાનું ‘અબવ ઍવરેજ’ હતું પણ, ત્યાંનાં સંચાલકની મહેમાનગતિ ખૂબ જ સારી. તેની સાથે થોડી સામાન્ય વાત થઇ. પછીનાં દિવસે મારી વિઝા અપોઇન્ટમેન્ટ હતી – પહેલી વાર મારી ‘નેશનાલિટી’ સિવાયનાં દેશમાં એટલે થોડી નર્વસનેસ તો હતી. દસ વાગ્યા આસપાસ જમવાનું પૂરું કરતા કરતા અચાનક મને ચાનક ચડી કે, મેં વિઝા ફૉર્મમાં ડિજિટલ ફોટો લગાવેલો હોવા છતાં એ લોકો એ માન્ય નહીં રાખે અને ફક્ત એક ફોટોનાં કારણે મને પાછી મોકલી દેશે તો? થોડી વાર મન મનાવવાનો પ્રયત્ન કર્યો છતાં એ સવાલ મગજમાંથી હટતો નહોતો એટલે અંતે મેં પેલા રેસ્ટ્રોં-સંચાલકને પૂછ્યું. તેણે જણાવ્યું કે, ત્યાંથી પાંચ જ મિનિટ દૂર એક ફોટો બૂથ હતું ત્યાંથી ફોટો મળી જાય તેમ હતો.
રેસ્ટ્રોંથી નીકળતી વખતે મેં તેને ફરીથી રસ્તો પૂછ્યો તો એ માણસે કહ્યું કે, એ રેસ્ટ્રોં બંધ જ કરી રહ્યો હતો અને મારી સાથે આવીને મને જગ્યા બતાવી શકશે. એ તરફ ચાલતા ચાલતા અમારી થોડી વધુ વાત થઇ અને મેં જાણ્યું કે, એ માણસ બહુ હોશિયાર હતો. કહેતો હતો કે, તેનાં જેવા ધંધાદારી નેપાળીઓ માટે જાપાન બહુ સારી જગ્યા છે. કામ કરવા માટે વિઝા આરામથી મળી જાય, ભણવામાં પૈસા ન નાંખવા પડે અને સારું જીવન મળી રહે. દસ વર્ષ પહેલા એ જાપાન આવ્યો હતો અને ધીમે ધીમે તેણે આખા દેશમાં જૂદી જૂદી જગ્યાએ કુલ આઠ જેટલા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખોલી નાખ્યાં હતાં. તેટલામાં ફોટોબૂથ આવી ગયું પણ, મારા નસીબે એ બંધ નીકળ્યું. હું થોડી નિરાશ થઇ પણ તેને થોડે દૂર એક બીજા બૂથની પણ ખબર હતી એટલે એ મને ત્યાં મૂકી ગયો. એ ખુલ્લું હતું અને મને ફોટો મળી ગયો.
રાત્રે દસ વાગ્યે એક બિલકુલ અજાણ્યા દેશમાં – જ્યાં વાતચીતમાં ભાષા સંબંધી આટલી મુશ્કેલીઓ હોય, ત્યાં એક અજાણ્યા માણસની આટલી મદદ મળવી એ મોટી વાત છે. આવા માણસોથી જ દુનિયા ચાલે છે.
રાત્રે ઊંઘ તો આવતી જ નહોતી. મેં આગળ વાત કરી એ પ્રમાણે JRail passનાં ચાર્જિસ મારાં બૅન્ક અકાઉન્ટમાંથી ગયા કે નહીં એ વિશે તપાસ કરવા મારાં અકાઉન્ટમાં લોગ-ઇન કર્યું. ઍરપોર્ટ પરથી ફૉન કર્યો ત્યારે પેલી ફોન અટેન્ડેન્ટે હાએ હા કરી હતી. પણ, ખરેખર એ ચાર્જિસ તેમણે ‘ઑથોરાઈઝેશન’ સ્ટેજ પર અટકાવ્યાં નહોતાં અને એ પ્રોસેસ થઇ ગયાં હતાં. મેં તાબડતોબ વૉઇપ ઍપ દ્વારા બેન્કનાં ફ્રૉડ ડિપાર્ટમેન્ટને ફોન લગાવ્યો. રકમ મોટી હતી અને આટલો મોટો ચાર્જ-બૅક મેં ક્યારેય ક્લેઇમ નહોતો કર્યો એટલે મને થોડો ડર પણ લાગ્યો કે, એ લોકો એ મંજૂર કરશે કે નહીં. 3 ફૉન કોલ્સ અને વિવિધ ફૉર્મ્સ ભર્યાં પછી તેમણે કહ્યું કે, હું આવતાં 15 દિવસમાં અપ્રૂવલ અને રિફંડની અપેક્ષા રાખી શકું છું. રાત્રે ત્રણેક વાગ્યે હું માંડ થોડો સમય ઊંઘી અને સાત વાગ્યે ફરી ઉઠી ગઈ.
નવ વાગ્યાની અપોઈન્ટમેન્ટ હતી એટલે આરામથી ચાલીને કોન્સ્યુલેટ પહોંચી. કોન્સ્યુલેટ માટેની લાઈન ફુટપાથ પર હતી, જે થોડું વિચિત્ર હતું. અંદર તેમણે મારું બધું અપ્રૂવ કરી દીધું પણ ફોટો બાબતે ડખો કર્યો. મેં ફૉર્મ પર પ્રિન્ટ કરેલો ફોટો તો ન જ ચલાવ્યો અને રાત્રે મહેનત કરીને પડાવેલો હતો એ પણ નહીં કારણ કે, તેમાં બેકગ્રાઉન્ડ સફેદ નહોતું. તેણે મને ત્યાં રાખેલાં ફોટો મશીનમાંથી ફોટો પાડવા કહ્યું. એ મશીન ફક્ત કૅશ લેતું હતું અને હું બાઘાની જેમ કૅશ હૉટેલ પર છોડીને આવી હતી. કૉન્સ્યુલેટવાળા બહેન એટલા સારા કે, તેણે મને બહાર નીકળીને 1 કલાક પછી ફોટો આપવા પાછા આવવા માટેની લેખિત મંજૂરી આપી અને સિક્યોરિટી ગાર્ડ્સને પણ જણાવી દીધું. થોડો સમય તો શ્વાસ અદ્ધર થઇ ગયો હતો. હું ટૅક્સીથી તાબડતોબ હૉટેલ ગઈ અને કેશ લઈને પછી આવી પછી અંતે કૉન્સ્યુલેટનો કાર્યક્રમ પત્યો.
એ કામ પતાવ્યું ત્યાં બપોરે જમવાનો સમય થઇ ગયો હતો. આટલી જફાઓ પછી કોઈ જ નવાં પ્રયોગ કરવાનું મન નહોતું એટલે ચુપચાપ દેસી રેસ્ટ્રોં જ શોધ્યું. ‘શ્રીલંકા રેસ્ટ્રોં કૉલોમ્બો’ ધ્યાનમાં આવ્યું અને ઇંટ્રેસ્ટિંગ લાગ્યું. એ જગ્યા શોધવાની પણ અલગ જ વિધિ થઇ. ગૂગલ મૅપ્સમાં માર્ક કરેલી પિન આસપાસ મેં ઓછામાં ઓછા ત્રણ આંટા માર્યા પણ, રેસ્ટ્રોંનું ક્યાંય નામોનિશાન નહીં. અંતે ટ્રેન સ્ટેશનની જે એક્ઝિટમાંથી બહાર નીકળી ‘તી ત્યાં પાછી અંદર ગઈ અને એ જ પિન ટ્રેન સ્ટેશનની અંદર શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેળ પડ્યો. આ છે ગૂગલ મૅપ્સની લિમિટ. ગૂગલ મૅપ્સ માટે અન્ડરગ્રાઉન્ડ અને ઓવરગ્રાઉન્ડમાં કોઈ જ ફર્ક નથી. જો આ બ્લૉગ વાંચીને કોઈ ઓસાકામાં આ રેસ્ટ્રોં શોધવાનો પ્રયન્ત કરે તો તેમનાં માટે આ ખાસ નોંધ – રેસ્ટ્રોં અંડરગ્રાઉન્ડ છે એટલે એ શેરીમાં જો ક્યાંય દાદરા દેખાય તો તેમાંથી નીચે ઉતરી જવા વિનંતી.
અહીં મને ઘણું સારું જમવાનું મળ્યું અને વાત કરવા મળી એક મજાનાં માણસ સાથે. એ રેસ્ટ્રોં માં કુલ બે શેફ હતા – એક તેનાં નામ પ્રમાણે શ્રીલંકન અને બીજા ભારતીય અંબલાલભાઈ. હું ગઈ ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી એટલે અંબલાલે મારી સાથે થોડી વાત કરી. મારે જે જમવું હોય એ પ્રમાણે કસ્ટમ-થાળી બનાવી આપી. એ મૂળ મારવાડી હતો અને આણંદ / વલ્લભવિદ્યાનગર બાજુ ક્યાંક જમવાનું બનાવવાનું જ કામ કરતો. ત્રણથી ચાર વર્ષ પહેલા જાપાન જઈને વસ્યો હતો.
એ માણસ કદાચ સો ટચનું સોનુ હતો. પણ, છતાંયે તેણે જ્યારે પૂછ્યું કે, હું જાપાન એકલી આવી છું ત્યારે મારાથી થોડું ખોટું બોલાઈ ગયું. મેં કહ્યું અત્યારે એકલી છું પણ પછીનાં દિવસે મારો ફિયાન્સ મારી સાથે જોડાવાનો છે. બાર વાગ્યા આસપાસ ત્યાં ખૂબ ભીડ થવા માંડી. આસપાસની ઑફિસોનાં કર્મચારીઓથી આખું રેસ્ટ્રોં ભરાઈ ગયું. બહાર નીકળતી વખતે મેં તેને આવજો કહ્યું તો તેણે બહુ પ્રેમથી જવાબ આપ્યો ‘આવજો હો બહેન. તમારું ધ્યાન રાખજો.’ (Yes, literally in those exact words). એ ચોવીસ કલાકમાં મને કેટલા ભલા માણસો મળ્યા હતા!
ત્યાંથી હું હોટેલ પાછી ફરી અને થોડો આરામ કર્યો. સાંજે સૅમનો મૅસેજ આવ્યો કે તેનો પાસપોર્ટ જાપાન એમ્બેસીમાંથી પાછો આવી ગયો હતો અને તેણે અને અભિએ તેમની ટિકિટ્સ બુક કરી લીધી હતી. એ મંગળવારની સાંજ હતી. સૅમ ગુરુવારે બપોરે ટોક્યો પહોંચવાનો હતો અને અભિ શનિવારે. ઓસાકામાં આમ પણ મેં બુધવાર સુધીની જ હોટેલ બુક કરી હતી અને આગળનું કઈં નક્કી નહોતું કર્યું એટલે, એ લોકોનો પ્લાન નક્કી થયા પછી મેં સૌથી પહેલું કામ ટોક્યોમાં અમારી હૉટેલ બુક કરવાનું કર્યું. છેલ્લી ક્ષણનું બુકિંગ હતું એટલે ચોઈસ ઓછી હતી. મેં પસંદગી ઉતારી ‘હૉટેલ ન્યૂ ઓતાની’ પર.
બુકિંગ પતાવીને ટોક્યોનાં મિત્રો – આશુ અને શ્રીને પણ જાણ કરી. બુધવારે બપોરની બુલેટ ટ્રેન પકડીને હું ટોક્યો જવાની હતી અને આશુ-શ્રીને ડિનર માટે મળવાની હતી. એ બધું પત્યા પછી ફરી બહાર નીકળવાનું વિચારવામાં આવ્યું. આગલા દિવસે દોતોનબોરીથી પંદર મિનિટ ચાલતા એક વેગન રેસ્ટ્રોં વિશે ગૂગલ મૅપ્સ પર જાણ્યું હતું એટલે ડિનર ત્યાં કરવાનું નક્કી કર્યું. વળી, આગલા દિવસે થાકનાં કારણે ત્યાં બહુ ફરી નહોતું શકાયું એટલે એ પણ કરવું ‘.
ઓસાકા-નાંબા સ્ટેશન પર ઉતરીને પહેલા હું દોતોનબોરીમાં થોડું ફરી. કોણ માને કે, એ વિશાળકાય માર્કેટનાં અંધાધૂંધ વચ્ચે શાંતિની સરવાણી જેવું એક બૌદ્ધ મંદિર છે! દોતોનબોરીની એક નાનકડી ગલીમાં ‘હોઝેન્જી ટેમ્પલ’ આવેલું છે. તેનાં વિશે વધુ કઈં કહેવું અઘરું છે. આ ફોટોઝ તેની ખૂબસૂરતીનું પ્રમાણ છે.
એ શ્રાઈનવાળા વિસ્તારમાં પડદાથી ઢંકાયેલા નાના નાના બાર હતાં. ત્યાં ફરતી ફરતી હું અચાનક એક સાંકડી ગલી પાસે આવી પહોંચી જ્યાં સુંદર લૅન્ટર્નસ લગાવેલાં હતાં. પહેલા તો હું ફોટોઝ લેવા માટે અંદર ગઈ. પણ ત્યાં તો એક અલગ દુનિયા જ હતી માનો! અંદર જૂના જાપાનની માહિતી આપતાં ચિત્રો અને વધુ નાના નાના બાર હતાં.
એટલી વારમાં ભૂખ લાગી એટલે હું રેસ્ટ્રોં તરફ ચાલી. રેસ્ટ્રોંનું નામ ‘શીઝેન બાર પૅપ્રિકા’. એ રેસ્ટ્રોંમાં જમવાનું તો ખૂબ સારું હતું જ પણ, ડેકોર અને ઍમ્બિયન્સ પણ ખૂબ સુંદર હતાં. ઓસાકામાં હો અને વેજિટેરિયન હો તો એ જગ્યા તમારે ચોક્કસ જોવી રહી. લાંબા દિવસને અંતે મારું મુખ્ય કામ પૂરું થયું હતું એટલે મેં ડિનર સાથે એક વાઈન-ગ્લાસ મંગાવીને સેલિબ્રેટ કર્યું.
ત્યારે મારી રાજાઓ સાચા અર્થમાં શરુ થઇ હોય તેવો અહેસાસ થયો. એકલા ફરવાનું સુખ અને તેને કારણે થતાં નવાં અનુભવ, નવાં લોકો, આ બધું હું ઘણાં સમયથી ગુમાવી ચુકી હતી અને પછીનાં દિવસે ફરીથી ગુમાવવાની હતી.
જમ્યા પછી પણ મારા મનમાંથી પેલા નાના બાર્સ ગયાં નહોતાં. વળી, એ દિવસે (કે તે અઠવાડિયે) ત્યાંનાં એક મુખ્ય માર્ગ પર ‘ફૅસ્ટિવલ ઓફ લાઇટ્સ’ની શરૂઆત થવાની હતી એટલે હું એ રસ્તે દોતોનબોરી તરફ ચાલવા માંડી. ફેસ્ટિવલ ઓફ લાઇટ્સમાં ખાસ કઈં હતું નહીં. આપણે ત્યાં દિવાળીની રોશની થાય એ રીતે એ લોકોએ એક લાંબા રસ્તા પર ઝીણી લાઇટ્સ મૂકીને તેને પ્રકાશિત કરી હતી અને ક્રિસ્મસ ડેકોરેશન પણ.
હોઝેન્જી ટેમ્પલ પાછળ મેં ફરી આંટો માર્યો અને ક્યા બારમાં જવું એ નક્કી કરવા માંડ્યું. એક જગ્યાએ અંદર ગઈ. દરવાજા ખોલતા એક સીડી આવી અને દસેક પગથિયાં નીચે ઉતરીને બાર કાઉન્ટર. એ સ્થળનું નામ અને આખું મેન્યુ જાપાનીઝમાં હતાં. પણ, બાર ખૂબ કલાસી અને ફેન્સી હતો એટલે મને ત્યાં રેડ વાઈન તો મળવાની જ એટલી ખાતરી હતી. હું ગઈ ત્યારે ત્યાં પણ બહુ લોકો નહોતા. એકલી હતી એટલે હું બાર કાઉન્ટર પર જ બેઠી. બારટેન્ડરને પણ ફક્ત જાપાનીઝ આવડતું હતું એટલે બહુ વાત થવાનો સ્કોપ હતો નહીં.
થોડી વારમાં મારી પાસેનાં ટેબલ પર એક યુગલ આવ્યું. મેં તેમની તરફ સ્મિત કર્યું. સ્ત્રીએ શૅમ્પેનની એક બૉટલ મંગાવી. એ લોકો ત્યાં ઘણાં સમયથી આવતા હશે તેવો આભાસ થયો. તે જેટલા રાઉન્ડ મંગાવતી એ દરેક વખતે બારટેન્ડર પણ તેમની સાથે એક ડ્રિન્ક લેતો. હું ત્યાંથી ઊભા થવાની તૈયારીમાં હતી ત્યાં બારટેન્ડરે મારી સામે શૅમ્પેનનાં ચાર ગ્લાસ ભર્યા અને મને ભાંગેલાં અંગ્રેજીમાં કહ્યું કે, એક ગ્લાસ મારી પાસે બેસેલી સ્ત્રી તરફથી મારા માટે હતો. એ સ્ત્રી મોજીલી લાગતી હતી અને તેને પોતાની સાથે બધાને પાર્ટી કરાવવી હતી તેવું લાગતું હતું એટલે મેં એ સ્વીકાર કર્યો અને એ ત્રણે સાથે ચિયર કર્યું. પછી તો એ સ્ત્રી સાથે પણ મારી ભાંગેલાં અંગ્રેજીમાં થોડી વાત થઇ. ત્યારે મારા હાથ પર થોડી મહેંદી લગાવેલી હતી એટલે તેણે તેનાં વખાણ કર્યા. એ ‘હેના ટૅટૂ’ વિશે જાણતી હતી. પછી તો અમે ગૂગલ ટ્રાંસલેટની મદદથી પોતાનો ફોન દેખાડીને પંદરેક મિનિટ વાત કરી.
શૅમ્પેન ખતમ કરીને સાડા દસ આસપાસ હું પહોંચી હોટેલ પર અને આરામથી પછીનાં દિવસનો પ્લાન બનાવ્યો. શ્રીએ મને ઉમેદા સ્કાય બિલ્ડિંગ જવા કહ્યું. ત્યાં દુનિયાનું સૌથી ઉંચાઈ પર આવેલું એસ્કેલેટર છે તેમાં લોકો ચડી શકે છે. પણ, મને તેમાં બહુ રસ નહોતો. મારે સવારે ફક્ત થોડાં મંદિર જોવા હતાં અને બપોરની ટ્રેન પકડીને સાંજ સુધીમાં ટોક્યો પહોંચવું હતું.