
‘રખડવું’ એ મારો પ્રિય શબ્દ છે. રખડવા સાથે જોડાયેલી મુક્તતા અને જિજ્ઞાસા મને પસંદ છે. રખડતા રખડતા ક્યારેક ભટકી જવાય તેની પણ મજા છે.
વર્ષ 2012માં આ બ્લૉગની શરૂઆત થઈ હતી અને મને આનંદ છે કે, અહીં લખવાનું હજુ પણ સતત ચાલી રહ્યું છે. દુનિયાનાં વિવિધ ખૂણેથી મને મળેલાં અનુભવ, નિરીક્ષણ, અને વિચારો અહીં લખવાની પ્રક્રિયા મારા માટે દુન્યવી અને આંતરિકને જોડતો એક સેતુ છે. એ ઉપરાંત મારું પ્રિય ગુજરાતી સાહિત્ય હિન્દીભાષી મિત્રો પણ માણી શકે તેવી ભાવના સાથે અહીં મારાં અનુવાદ પણ મૂકું છું.