મેઘધનુષ્ય અને હું

નિબંધ, પર્થ

મેઘધનુષ – રેઈનબો એ સમગ્ર દુનિયામાં ગે-પ્રાઈડનું એલ.જી.બી.ટી કમ્યુનિટીનું ચિહ્ન છે. આ મેઘધનુષનો મતલબ મારાં માટે રોજબરોજનાં જીવનમાં શું છે એ અહીં કહીશ. બીઈંગ ગે એન્ડ વોટ ઈટ મીન્સ ટુ મી. આ પહેલાં લખેલી વાત ગ્લોબલ હતી. પરિસ્થિતિનું બહુ સામાન્ય વૈશ્વિક અને સામાજિક સ્તરે વર્ણન અને એક નાગરિક તરીકે મારાં માટે તેનો મતલબ શું છે તેની વાત. જ્યારે આ પોસ્ટ એ મારાં અંગત અનુભવોની અને અન્ય મિત્રો પાસે સાંભળેલાં તેમનાં અનુભવોની વાત છે. આ વાત એક વ્યક્તિ તરીકે, એક પ્રવાસી તરીકે મેં મારી આસ-પાસનાં ગે,લેસ્બિયન અને બાઇસેક્શુઅલ્સમાં જોયેલાં વ્યક્તિગત આયામો અને અંગત લાગણીઓની છે.

શરૂઆત કરું મલિસ્સાથી. આગળની પોસ્ટમાં કહ્યું હતું તેમ આ વ્યક્તિ શું છે, શું નહીં એ મને હજુયે ખબર નથી પડી. એ હંમેશા ખુલતું શર્ટ અને જીન્સ પહેરતી. એકવડો બાંધો, વાળમાં ડ્રેડલોકસ, થોડો ઘાટો અવાજ અને મોં પર થોડાં એકદમ આછી મૂંછ જેવાં શેવ ન કરેલાં વાળ. તેની એક્સ ગર્લફ્રેન્ડસ વિષે મેં સાંભળ્યું હતું. વ્યક્તિ તરીકે મલિસ્સા બહુ મસ્ત હતી. સોશિયલ એક્ટીવિઝમમાં આગળ પડતી.  ગિલ્ડમાં વિમેન્સ કલેકટીવ અને એવું પણ ઘણું બધું હતું. તેને મળી ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. કંઈ કામ મળતું નહોતું. એ યુનીવર્સીટીમાં જૂદા-જૂદા ઘણાં લોકો સાથે મારી ઓળખાણ કરાવતી અને જો તેમનાં પાસે મારાં લાયક કંઈ કામ હોય તો મને જણાવવા ભલામણ પણ કરતી. અમે એક વખત લગ્નની વાત કરતાં હતાં ત્યારે તેણે કહ્યું હતું એ મને યાદ છે કે, મારાં માતા-પિતા છેલ્લાં ૨૦ વર્ષથી સાથે છે. તેમની સહમતિથી સાથે છે. કોઈ પ્રકારનાં લગ્ન વિના! મલિસ્સા પોતે લેસ્બિયન હતી કે ટ્રાન્સજેન્ડર એ મને આજ સુધી ખબર નથી પડી. આ બધું પૂછવામાં હું બહ છોછ અનુભવું છું અંગત રીતે. વળી, એ વ્યક્તિ તરીકે શું છે તે જાણવું મારાં માટે પૂરતું હતું. એટલે બાકીનું કંઈ જાણવાની મને જરૂર પણ નહોતી લાગી.

વેલેરી બાઇસેક્શુઅલ છે. તે એકદમ ફેમિનીન છે. મલિસ્સાને જોઉં તો આજે મને અંદાજ આવી જાય કે તે કદાચ બુચ લેસ્બિયન (‘બુચ’ એ છોકરીઓ માટે વપરાય છે જેની ઓવરઓલ સ્ટાઈલ છોકરાઓ જેવી હોય. ટીપીકલી ટૂંકા વાળ, શર્ટ અને પેન્ટ અને બોલ-ચાલની સ્ટાઈલ પણ છોકરાઓ જેવી) છે. પણ, વેલેરીને આમ ને આમ રસ્તામાં જોઉં તો ખબર ન પડે. મને સૌથી પહેલી વાર અને પછીની દરેક વાર જ્યાં સુધી હું બહુ લોકોને ઓળખતી નહીં ત્યારે ક્લબિંગ લઇ જવાવાળી તે. તે મને તેની નાની બહેનની જેમ રાખે. કલબ્સમાં મારાં પર કોઈ વિચિત્ર છોકરાઓ હિટ ન કરે, કોઈ તકલીફ ન પડે મને તેનું ધ્યાન હંમેશા તે રાખતી. છેલ્લે એકાદ મહિના પહેલાં ક્લબ ગયા ત્યારે મારી વિંગ-ગર્લ એ હતી. તેનો અવાજ એકદમ તીણો છે. જો એ ઍલેક્સ સાથે ન હોત તો કોઈ છોકરી સાથે હોત. એ છોકરીનો ફોટો તેણે મને દેખાડ્યો છે. જ્યારે, વેલેરીનો બોયફ્રેન્ડ અને મારો ફ્રેન્ડ ઍલેક્સ લેસ્બિયન્સ વિષે રસપ્રદ મત ધરાવે છે. તેણે એક વખત ‘સ્લટ લેસ્બિયન્સ’ તેવો શબ્દપ્રયોગ કર્યો હતો. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, તે એવું કેમ કહે છે. ત્યારે તેણે મને કહ્યું હતું કે, એ એવું એટલા માટે કહે છે કારણ કે, મોટાં ભાગે ‘સ્લટ’ ની ટ્રેડીશનલ વ્યાખ્યામાં એક સ્ત્રી જે એક કરતાં વધુ પુરુષો સામે બહુ ઓછાં સમયાંતરે પગ ફેલાવે તે સ્લટ કહેવાય છે. અને એટલે ઘણી લેસ્બિયન્સ તેવું એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે કરતાં કોઈ ગિલ્ટ નથી અનુભવતી હોતી. તેનાં મત મુજબ લેસ્બિયન્સ સામાન્ય રીતે વારંવાર અને બહુ જલ્દી સાથી બદલતી રહે છે એટલે તેણે સ્લટ લેસ્બિયન એવો પ્રયોગ કર્યો.

ઍલેક્સનો એક મિત્ર ફિલિપ ગે છે. તેને જોતાં ખબર ન પડે. તેની વાત થોડી વિચિત્ર છે. ફિલિપને ચર્ચમાં પ્રીસ્ટ બનવું હતું. પણ, તેણે ચર્ચને કહ્યું કે તે ગે છે ત્યારે તેમણે તેને પ્રીસ્ટ ન બનવા દીધો. પછી તેણે પોતાની સેક્શુઆલીટી પરાણે બદલવાની કોશિશ કરી. પછી ફરી તેને પ્રીસ્ટ નહોતું બનવું. તે નાસ્તિક બન્યો અને ફરીથી પોતે જે હતો તેનો તે થઇ ગયો. ક્વિન્ટન નામનો એક ફ્રેંચ છોકરો છે જેને હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી ત્યારથી- પહેલાં સેમેસ્ટરથી ઓળખું છું. HOT! એ છોકરો ગાઈ શકે છે અને પિઆનો વગાડે છે. જ્યારે મને ખબર પડી કે એ ગે છે ત્યારે મારું મોં પડી ગયું! જો કે, એ અનપેક્ષિત નહોતું. ક્વિન્ટન ટિપિકલ ગે છે. અમેઝિંગ ડ્રેસિંગ સેન્સ, ટેસ્ટ ફોર મ્યુઝીક, ગાઈ શકે છે, ફેમિનીન મેનરીઝમ્સ! તેને મળો એટલે શરૂઆત ‘હે ડાર્લિંગ!’થી કરે. ડ્રામા-ક્વીન પણ ખરો ;) આ ઘરમાં ગયા વર્ષે આવી ત્યારે ખબર પડી કે, ક્વિન્ટન મારી હાઉઝમેટ અડેલનો પણ મિત્ર છે. અડેલ કહેતી હતી કે, ક્વિન્ટનનો અત્યારનો બોયફ્રેન્ડ is the hottest thing! પછી અમે લોકોએ તેનાં બોયફ્રેન્ડનાં ફોટોગ્રાફ્સ જોયાં. OMG! ટિપિકલ ઇટાલિયન હિરો જેવો બાંધો, દેખાવ અને ફ્રેંચ એક્સેન્ટ. તે બંને દેખાવથી બહુ સુંદર કપલ છે. સાંભળ્યું છે કે, તેમણે ગયાં વર્ષે સગાઇ કરી.

અડેલનો એક મિત્ર છે અર્શદ. એ મલય છે અને ગે છે. તે પણ ટિપિકલ ગે છે. ફેમિનીન મેનરીઝમ વગેરે વગેરે. એ બહુ ક્યુટ છે. તેની સાથે હંમેશા મજા આવે. મારો મુંબઈનો મિત્ર જે ગે છે એ મારાંથી નાનો છે. તેની સાથેનો મારો સંબંધ બહુ અલગ છે. અમે બહુ નજીક છીએ. ગયાં વર્ષે તે ઘણી વખત જ્યારે ને ત્યારે ‘.. કારણ કે, હું ગે છું’ આ ઉદ્ગારને ઘણી વખત દલીલ તરીકે વાપરતો. એક વખત મને બહુ ગુસ્સો આવ્યો હતો ત્યારે મને યાદ છે મેં તેને કહ્યું હતું કે, યાદ રાખ તારી સેક્શુઆલીટી એ તારી પર્સનાલીટીનો એક ભાગ છે. તુ શું છો એક વ્યક્તિ તરીકે તેનો એક ભાગ તારી સેક્શુઆલીટી ‘પણ’ છે. તારી સેક્શુઆલીટી ‘જ’ નથી. Don’t carry the weight of your sexuality everywhere you go. Doesn’t matter. You don’t have to tell the whole world about it and nobody will know until you tell them. It doesn’t matter outside of your bed. Nobody cares! What people care about is what you do. What you do is a bigger part of who you are.  એ છોકરો બહુ તેજ છે. મીડિયા અને માર્કેટિંગ ભણે છે અને મને ખાતરી છે કે, એ કૈંક સારું કરશે તેનાં જીવનમાં. મને છેલ્લાં એક વર્ષમાં મળેલી ‘આઈ લાવ યુ’ નોટ્સ અને નાના હાર્ટ કદાચ સૌથી વધુ તેની તરફથી આવેલાં હશે. :)

પર્થમાં એક એક ગે બાર છે. તેનું નામ ‘ધ કોર્ટ’. પણ, ગે બાર એટલે ફક્ત ગે-લેસ્બિયન-બાઇસેક્શુઅલ જ જઈ શકે તેવું નહીં. બધાં જઈ શકે પણ બહુમતિ ગે,લેસ્બિયન,બાઇસેક્શુઅલની હોય. બહુ મસ્ત જગ્યા છે. તેનાં હાઉઝ ડીજે અને મ્યુઝિક બહુ સરસ હોય છે. હું, અડેલ અને જીઝેલ અમે ત્રણેય હાલતાં ‘ને ચાલતાં ત્યાં જતાં હોઈએ છીએ. અમે મુક્ત રીતે નાચી શકીએ. કોઈ વિચિત્ર છોકરાઓ અમારાં પર હીટ ન કરે. જો કોઈ છોકરો ‘ના’માં ન સમજે તો અમે લેસ્બિયન હોવાનો ડોળ કરી શકીએ અને કોઈ છોકરી ન સમજે તો સ્ટ્રેટ હોવાનો! ;) આવી જગ્યાઓમાં પિંક શર્ટનો સીધો મતલબ તમે ગે છો તેવો થાય! સ્કીન-ટાઈટ જીન્સ પહેર્યું હોય તો પણ લોકો તેવું અનુમાન લગાવે કે, તમે ગે છો. ગે છોકરાઓની અન્ય ગે છોકરાઓને પિછાણી શકવાની સેન્સ બહુ જોરદાર હોય છે. જો તમે સ્ટ્રેટ હો તો સામાન્ય રીતે તે તમારાંમાં રસ લેવાનું તો દૂર પણ તમને બોલાવશે પણ નહીં. ભારતમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં ગે છોકરાઓએ સ્ટ્રેટ છોકરાઓ પર અટેક કર્યા હોવાની વાત સાંભળી છે. અડેલ કહે છે કે, ગે છોકરાઓ તમે સ્ટ્રેટ હો તો તમને હેરાન ન કરે સામાન્ય રીતે. પણ, લેસ્બિયન છોકરીઓ તો તેમને ખબર હોય કે તમે સ્ટ્રેટ છો તોયે એક વખત ટ્રાઈ તો કરી જ લે. મને અંગત રીતે તેવાં કોઈ અનુભવ નથી. ભારતમાં રહેતી એક હોસ્ટેલાઈટને ઓળખું છું જે બાઇસેક્શુઅલ છે. તે કહે છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં ત્યાં ઘણી છોકરીઓ એક-બીજા સાથે શારીરિક સંબંધ ધરાવતી હોય છે. પણ, સાથી તરીકે તેઓ હંમેશા છોકરાઓ તરફ ઢળતી હોય છે. મારો કલીગ મેટ એટલો ઓપનલી ગે હતો કે, એ પોતે ગે લોકો પર જોક્સ કરતો. અને અંતે, આ બધું જોઇને મેં પોતે એક વખત મારી જાતને સવાલ કર્યો હતો કે, હું ખરેખર મારી પોતાની ચોઈસથી સ્ટ્રેટ જ છું ને? જવાબ મળ્યો ‘હા’. :)

IMG_0496

ધ કોર્ટ – પર્થનો એકમાત્ર ઓફિશિયલી ગે બાર/ક્લબ

7 thoughts on “મેઘધનુષ્ય અને હું

  1. વાહ! આવા સંકુલ વિષય પર બહુ જ સરળતાથી લખાયેલી અને આવા ‘ઉદ્દાત’ વિચારોનો કોઈ ભાર રાખ્યા વિનાની પોસ્ટ અને તે પણ ગુજરાતીમાં… ક્યા બાત હૈ. તમારા બ્લોગની પહેલી મુલાકાત છે અને આ પોસ્ટ વાંચીને લાગ્યું કે હવે નિયમિત ફીડ્સ મેળવવી પડશે.

    ગે-બારનાં મારા અનુભવ પણ બધા સારા છે. મારાં અમુક મિત્રો ગે-બાર વધુ પસંદ કરે છે કારણકે ત્યાં આ સેક્સ્યુઆલીટીનાં કન્ફ્યુઝનને પરિણામે કોઈ કોઈના પર બહુ દબાણ ન કરી શકે અને એકંદરે ‘કોમી એખલાસ’ જળવાઈ રહે છે. ખેર, આ મુદ્દા વિષે ગુજરાતીમાં લખાય અને લોકો વધુ જાગૃત થાય તે જરૂરી છે.

  2. બ્રિસ્બેનમાં સાઉથ બેંક થી સ્ટોરી બ્રીજ સુધી ચાલવા જવાનો મને ઘણો શોખ. એક વાર સ્ટોરી બ્રીજ નીચે ગીત-સંગીત, નાચ ગાન, બાર્બેક્યુ ભોજન અને ઉજવણી ચાલતી હતી. કાર્યક્રમની ચારેય તરફ લોખંડની હંગામી વાડ હતી. ક્યાંય મોટી સુચના કે જાહેરાત ન હતી કે શેનો કાર્યક્રમ છે. પોલીસો અને તેમની ગાડી દરવાજા પાસે ઊભા હતા. જાત જાતના વાજીંત્રો વાગતા હોવાથી થોડી વાર રોકાઇને સંગીત સાંભળી દરવાજા તરફ ગયો અને મોટા ભાગના લોકો (પોલીસ સહીત) મને જોવા લાગ્યા. દરવાજા પાસે નાનકડું બેનર હતુ “એલજીબીટી સંગીતસંધ્યા”. દરવાજાની લક્ષ્મણ રેખા ઓળંગી નહીં અને કુંડાળાવાળા કાર્યક્રમમાં પગ પડતાં પડતાં રહી ગયો. :) પછી સીધો ભાગ્યો ઘર તરફ. બસ એ દિવસથી દોડવાનું શરૂ કર્યું અને ચાલવાનું બંધ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s