ભાષામાં નવો અક્ષર કેમ ઉમેરાય?

નિબંધ

કોઈ પણ ભાષામાં નવો અક્ષર ઉમેરવાની વિધિ શું હોતી હશે? તેનાં માટે કોઈ એપ્લીકેશન કરવાની કે ફોર્મ ભરવાનાં હોતા હશે? મને આ પ્રશ્ન છેલ્લા ઘણાં સમયથી પજવી રહ્યો છે. રાબેતા મુજબ રખડતાં ભટકતા મારા ધ્યાનમાં આ એક અક્ષરની વાત આવી છે. જેમ સ, શ અને ષ છે એમ ‘ઝ’નું એક વેરિયેશન. તેનાં માટે એક વિઝુઅલ (આ શબ્દ લખવામાં મને એ નવો અક્ષર કામ લાગ્યો હોત ;) ) પણ મેં વિચાર્યું છે.આપણી ભાષામાં આજ-કાલ પશ્ચિમી શબ્દોનો વપરાશ ઘણો વધી ગયો છે. અને શું કામ નહીં?! કોઈ પણ ભાષા એમ જ જીવે અને ફૂલે ફાલે. જેમ કે, ઇંગ્લિશ. દુનિયાનાં કેટલાંયે ખૂણેથી પોપ્યુલર કલ્ચરમાં વપરાતાં નવા-નવા શબ્દો અને શબ્દપ્રયોગો સતત ઉમેરાતાં જ રહે છે અને તેનાં લીધે કેટલી સમૃદ્ધ થવા પામી છે.

હવે વાત એમ છે કે,  ‘વિઝુઅલ’, ‘પ્લેઝર’, ‘ઇલ્યુઝન’, ‘મેઝર’ (મેઝરમેન્ટ), બક્ષી જેનો ઉલ્લેખ વારંવાર કરતાં એ ‘જ્યોં’ પોલ સાર્ત્ર વગેરેમાં જે ‘જ’ કે ‘ઝ’ વપરાય છે, તેનો સાચો ઉચ્ચાર ખરેખર એ બેમાંથી એક પણ નથી અને કોઈ બે સ્વરોને જોડીને બનાવી શકાય તેમ પણ નથી. એ ઉચ્ચાર અને ધ્વનિ જ અને ઝથી ખૂબ જ નજીક એવો એક અલગ જ ધ્વનિ છે અને એ અક્ષર આપણી ભાષામાં હજુ સુધી ઉમેરાયો નથી. ભાષાનાં સાંપ્રત (કન્ટેમ્પરરી) ઉપયોગમાં લેવાતાં આટલાં બધાં શબ્દોમાં લેવાતાં એક અક્ષરનાં ઉચ્ચાર માટે આપણી પાસે એક ઓફીશીયલ અક્ષર કે સ્વર-સંધિ ન હોય એ મને બરાબર નથી લાગતું. અને આ કેસમાં સ્વર સંધિ શક્ય નથી એટલે એક અક્ષર જ જોઈએ. મેં એક સોલ્યુશન વિચાર્યું. તેનો તર્ક અહીં રજુ કરું છું. સ્વાભાવિક રીતે જ હું ભાષાની નિષ્ણાંત નથી પણ, તાર્કિક રીતે વિચારી જરૂર શકું છું. :) જો તમને કોઈ વાચકોને આમાં કોઈ સ્વાભાવિક ભૂલ લાગતી હોય તો કમેન્ટમાં સુધારવા વિનંતી અને એ નહીં તો શું એ જણાવવા પણ વિનંતી.

મારો તર્ક / સજેશ્ચન … આખરે સ્વરો શું છે? એક યુનીક અવાજ. કોઈ પણ અક્ષર શેનો બને છે? અક્ષરની ઓળખાણ શું? તેનો ધ્વનિ અને તેનો સિમ્બોલ – તેની આકૃતિ. આ અક્ષરની મૂળભૂત રીતે જેનાં માટે જરૂર છે એ શબ્દો યુરોપિયન ભાષાઓનાં છે એટલે સ્વાભાવિક રીતે જ તેનાં માટે એ ભાષાઓમાં એક સિમ્બોલ છે જ અને તેનો ધ્વનિ પણ ઓલરેડી અવેલેબલ છે. હવે રહી વાત સિમ્બોલની તો આપણી ભાષામાં અક્ષર ઉમેરવાનો છે એટલે એ નવો અક્ષર જેનાંથી સૌથી નજીક છે તેવાં ‘જ’ અને ‘ઝ’ ને મળતો આવતો એ હોવો જોઈએ. ‘જ’ કરતાં પણ વધુ નજીક ‘ઝ’ છે. અને એ ઉચ્ચાર ઓલમોસ્ટ મીંડાવાળો ‘ઝ’ કહી શકાય. વળી, વર્ગીકરણ બાબતે એ વ્યંજન હોવાની તો શક્યતા જ નથી કારણ કે, તેનું  એટલે મારાં મતે એ અક્ષર આવો દેખાવો જોઈએ :

wpid-img_20140410_185210.jpg

પણ, મારો પાયાનો સવાલ … ભાષામાં નવો અક્ષર ઉમેરવા માટે અરજી કેમ કરાય? કોને કરાય?


Update: ઉચ્ચાર (ઉદાહરણ. ‘su’ sound in the word Pleasure) http://en.wiktionary.org/wiki/pleasure#Pronunciation

સોરી દર્શિત અને નીરવ. સાઉન્ડ ફાઈલ ડાઉનલોડ કરીને અપલોડ કરવાની કોશિશ કરી પણ ફાઈલ ટાઈપ સપોર્ટેડ નહોતી એટલે નાછૂટકે વિકી લિંક મૂકવી પડી.

8 thoughts on “ભાષામાં નવો અક્ષર કેમ ઉમેરાય?

  1. મારા મતે ગુજરાતીઓ’માં ભાષા શુધ્ધિકરણ, શબ્દ ઉચ્ચારણ તથા તેના વિકાસ અંગે ઘણી ઉદાસીનતા છે અને અન્ય ભાષાના નવા શબ્દો સ્વીકારવામાં તો જાણે ભાષા લુંટાઇ જતી હોય એવી કાગારોળ થઇ જતી હોય છે. તેની વિરુધ્ધ બાજુ જોઇએ તો અંગ્રેજીની જેમ હિન્દી ભાષામાં પણ ઘણાં નવા શબ્દોને આવકાર મળેલો છે જ. જો કે હિન્દીમાં વ્યાકરણ, જોડણી અને ઉચ્ચારણને પણ ઘણું મહત્વ આપવામાં આવે છે.

    ઉપરનું ચિત્ર જોઇને ઉચ્ચારનો અંદાજ લગાવી શકાય છે તો પણ તેનો સ્પષ્ટ ઉચ્ચાર જાણવા માટે અહી નિરવભાઇએ જે કહ્યું છે તેને હું ટેકો આપુ છું.

    આપનું આ નવા અક્ષરને ઉમેરવાનું પગલું ચોક્કસ ક્રાંતિકારી બની શકે! અને ભવિષ્યમાં અન્ય અક્ષરને ઉમેરવામાં પ્રેરણારૂપ પણ બની શકે. (કેમ કે ઘણાં વર્ષો-સદીઓથી ભાષામાં નવો અક્ષર ઉમેરાયો હોવાનું મારી જાણમાં નથી.)

    સાઇડટ્રેક: મારા ટેણીયાનું નામ લખવામાં 70% ગુજરાતીઓ ‘વ્રજ’ના બદલે ‘વજ્ર’ લખતા હોય છે!

  2. બસ બેમાંથી ત્રણ અને ત્રણમાંથી ચાર લોકો એ બોલવા લાગે અને વહેલા મોડું એ કોઈ મોટી ઘટના માટે પ્રયોજાય જાય . . એટલે ‘ મિશન એડમીશન ‘ પૂરું ;)

    તમે આ અક્ષર’ને કેવી રીતે બોલો છો , તેની ઓડિયો ફાઈલ અપલોડ કરવા વિનંતી .

    અક્ષર’નું ચિત્રણ મસ્ત કર્યું છે , માટે ટોપીઓ નીચે [ Hats off ! ]

Leave a comment