હું એટલી નસીબદાર છું કે, હું જ્યાં રહુ છું ત્યાંથી સમુદ્રકિનારો ફક્ત 15 મિનિટનાં અંતરે આવેલો છે. પર્થ ફક્ત સમુદ્રકિનારા જ નહીં પણ ખૂબસૂરત નાદી-તટથી પણ સમૃદ્ધ છે! પ્રકૃતિએ ખુલ્લા હાથે દાન કર્યું છે અને નસીબજોગે દાન ભોગવનારાં બહુ ઓછા છે એટલે અમારાં જેવાંને પૂરતુ મળી રહે છે. :D વળી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ વધુ આગળ દક્ષિણ તરફ જતાં જઈએ તેમ તેમ આ નજારો વધુ ને વધુ સુંદર થતો જાય છે. બસ, વસંત અને ગ્રીષ્મ હવે બહુ નજીક છે અને હું તેને ભેટવા માટે કાગડોળે રાહ જોઇને બેઠી છું. ક્યારે ઉનાળો આવે ને ક્યારે વધુ રખડવા-ભટકવા મળે (અલબત્ત કેમેરા સાથે)! પણ, જ્યાં સુધી ઉનાળો આવે અને વધુ ફોટો પાડું, ત્યાં સુધી આ પર્થ અને આસપાસનાં વિસ્તારનાં ફોટો માણો.
પર્થ સિટી – સાઉથ પર્થનાં નાદિકીનારેથી
અનકહી વાતો – સાઉથ પર્થ નદીકિનારે એક ખૂબસૂરત સંધ્યા
સિલ્હૂટ – પર્થ સિટી સેન્ટરમાં લાઈબ્રેરિ, આર્ટ ગેલેરિ અને મ્યુઝિયમ નજીક
સાંજની કવિતા – નાદિકીનારેથી
ટીપે ટીપે સમુદ્ર ભરાય!
પ્રેમનો કિલ્લો – મેન્જુરા બીચ પર અચાનક ધ્યાન ગયું આ રેત-કિલ્લા પર. બસ, જોયું કે તરત થઇ આવ્યું કે આ તો બસ પ્રેમનો કિલ્લો જ હોઈ શકે.
ઘૂઘવાટ – કોટેસ્લો બીચ
શિયાળાની સાંજ – હિલેરીઝ બોટિંગ હાર્બર પરથી
On Chrome I am able to see all the photos okay but on Safari it’s acting weird. So looks like it works on some browsers and not on the others. :/ I can try and change the theme but that’s about all I can do right now.
નોંધ લેશો કે અત્રે અમે કોઇ ફોટોના દર્શન નથી કરી શકતા..