અમે લિટલ-મેક્સિકો ડિનર માટે તૈયાર થતાં હતાં ત્યારે રૂમમાં અને લોબીમાં પડોશીઓની અવરજવર ચાલુ હતી. કોઈકે સમાચાર આપ્યાં હતાં કે, પર્થ-બોય્ઝ (a.k.a ટ્રેઇડીઝ a.k.a ટેટૂ બોય્ઝ)નાં રુમમાં ઓલરેડી બિયર-પોન્ગની શરૂઆત થઇ ગઈ હતી અને જર્મન ગર્લ્સ (૩ છોકરીઓ) તેમની સાથે રમી રહી હતી જો કોઈને જવું હોય તો ઓપન ઇન્વાઇટ હતું. મારું અને કેલીનું સરખું રિએકશન હતું “lol ofcourse! No surprises there”. સાત વાગ્યે બધાં બસમાં ગોઠવાઈ ગયાં હતાં અને સદનસીબે બધાં સીટ-ચેઈન્જ અરેન્જમેન્ટથી ટેવાઈ ગયાં હતાં. દરેક રાઈડ વખતે મોટાં ભાગે બધાં જૂદી-જૂદી જગ્યાએ જૂદા-જૂદા લોકો સાથે બેસતાં અને બધાં એકબીજા સાથે જનરલી ફ્રેન્ડલી હતાં.
લિટલ મેક્સિકો જોયું ત્યારે ખબર પડી કે, મેક્સિકન બોર્ડેરથી આટલું નજીક હોવાનો શું મતલબ છે. એ વિસ્તારનાં રૂપ-રંગ અને મેઈનલેન્ડ મેક્સિકોમાં બહુ ફરક નથી. વળી, અમે ગયા ત્યારે હાલોવીન નજીક હતી એટલે ત્યાં ‘ડે ઓફ ધ ડેડ’ માટે ડેકોરેશન કરેલાં હતાં. ‘ડે ઓફ ધ ડેડ’ નામનો કોઈ ફેસ્ટિવલ હોય એ પણ મને ત્યારે પહેલી વાર ખબર પડી. ત્યાં જાત-જાતનાં ખોપડી, સ્કેલેટન, ઝોમ્બી વગેરે તો ડેકોરેટ કરીને રાખેલાં જ હતાં પણ સાથે સાથે એક ડેસ્ક પર મૃત સ્વજનોનાં ફોટોઝ પણ રાખેલાં હતાં. હું અચરજથી આ બધું જોઈ રહી.
થોડી વાર પછી અમે મુખ્ય બજારમાંથી ચાલીને અમારાં નિર્ધારિત રેસ્ટોરાં પહોંચ્યા. અમે બપોરે જ અમારાં ઓર્ડર જણાવી દીધાં હોવા છતાં અમારું જમવાનું એટલું મોડું આવ્યું હતું કે, અમે પોતે બનાવ્યું હોત તો પણ કદાચ વહેલું બની જાત. ડિનર પતાવ્યાં પછી બસમાં રાયને અમને નાઈટ-આઉટ માટે શું અરેન્જમેન્ટ હતું એ જણાવ્યું. એ અમને સાન ડીએગો ડાઉન-ટાઉનમાં કુલ ત્રણ જગ્યાએ લઇ જવાનો હતો. First of these was ‘The shout house’ – Rock & Roll duelling pianos. Two people would duel on pianos the whole night and take song request for a tip. Second was a sports bar where he had organized extremely cheap drinks for us. no spirits over $4. The third and the final one was this club called Whiskey girl.
‘Duelling pianos’ – મારું મન બદલવા માટે આટલું બસ હતું. મેં હોટેલ જવાને બદલે બધાં સાથે બહાર જવાનું નક્કી કર્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની નોટિસ માટે રાયને બધાંને એક કોડ આપ્યો હતો. એ હાથ ઊંચાં કરીને અમને દસ બતાવે મતલબ દસ મિનિટમાં ત્યાંથી જવાનું છે. માર્કસ અમને ડાઉન-ટાઉન સુધી મુકી ગયો પણ ત્યાંથી પાછું હોટેલ અમારે અમારી રીતે જવાનું હતું. થોડી વારમાં અમે અમારી પહેલી જગ્યાએ પહોંચી ગયાં! And boi I was so glad I went! ત્યાં અમે એકાદ કલાક જેવો સમય રહ્યાં અને ત્યાંથી કોઈને નીકળવાનું મન હોય તેવું લાગતું નહોતું.
ત્યાંથી દસેક મિનિટ ચાલીને અમે પેલા સ્પોર્ટ્સ બાર પહોંચ્યા. ત્યાં અંદરનાં નાના બારમાં અમારાં ચીપ ડ્રિન્ક્સની વ્યવસ્થા હતી. એ ઉપરાંત ત્યાં અમારાં માટે એક બીજુ સરપ્રાઈઝ હતું પેલું ઇલેક્ટ્રોનિક બુલ! જો કે, મેં અને મોટાં ભાગની છોકરીઓએ ડ્રેસ/સ્કર્ટ પહેર્યા હતાં એટલે અમે એ રાઈડ ન કર્યું. પણ, જે કોઈએ જીન્સ/જમ્પ સૂટ વગેરે પહેર્યા હતાં તેમણે કર્યું અને કેટલાંક છોકરાઓએ પણ. અમે બધાનાં સ્કોર્સ પર ચીયર કરતાં હતાં. વળી, એ જગ્યાએ ઘણું બધું ૮૦ અને ૯૦નાં દશકનું પોપ મ્યુઝિક વાગતું હતું એટલે બધાંને ડાન્સ કરવાની પણ ખૂબ મજા આવી હતી. થોડી વાર પછી એ એરિયામાં અન્ય લોકો પણ આવવા લાગ્યા હતાં અને આખો રૂમ પેક હતો. દોઢેક કલાક પછી અમે ત્યાંથી પણ નીકળ્યા અને પહોંચ્યા વ્હિસ્કી ગર્લ.
અમે અંદર ગયાં ત્યારે એ જગ્યા લગભગ ખાલી હતી. It was dead. બધાં શરૂઆતમાં થોડાં નિરાશ લાગતાં હતાં પણ થોડો સમય ગયો તેમ અમને ભાન આવ્યું કે, એ જગ્યા ભલે ડેડ હોય પણ અમારું ગ્રૂપ એકલું અંદર હોય તો પણ અડધો ફ્લોર ભરાઈ જતો હતો. તેમનું મ્યુઝિક પણ ડાન્સિંગ માટે એકદમ પરફેક્ટ હતું. તેમનાં સાઉન્ડ-ટ્રેકમાં બે પંજાબી-પોપ ગીતો પણ હતાં એક હતું ‘મુન્ડેયાં તો બચકે રહીં અને બીજું યાદ નથી. એ જગ્યાનું બાથરૂમ બહુ વિચિત્ર હતું. ત્યાં સિન્ક અને અરીસા પાસે એક બહેન હેન્ડવોશ, પરફ્યુમ, હેન્ડ-ક્રીમ વગેરે દુનિયાનો પથારો પાથરીને ઊભા રહેતાં અને અમે હાથ ધોવા જઈએ ત્યારે પોતે હેન્ડ વોશ લઈને અમારાં હાથ પર સ્પ્રે કરે વગેરે વગેરે. શરૂઆતમાં તો અમે છોકરીઓ ડઘાઈ ગઈ હતી એ જોઇને. We were like “OMG! What are you doing?!” અને તેમને ના પાડીએ તો પણ કરે. અને તે સ્થિર નજરે તાકીને અમારી સામે જોતાં. All of us had one reaction – “WTF this is soooo random and bizarre.” જો કે, એ નિરુપદ્રવી હતાં એટલે થોડાં સમયમાં અમે ટેવાઈ ગયાં અને ગભરાતાં બંધ થઇ ગયાં.
થોડાં સમય પછી ત્યાં ક્રાઉડ પણ સારું એવું ભેગું થવા લાગ્યું હતું અને ઘણાં બધાં નવાં લોકો જોડાયા હતાં. ત્યાંથી અમે ક્યારે નીકળ્યા એ મને યાદ નથી. કેલી, કેઇટલિન, લોરા, કલેર, એન્ગસ, જેક અને હું સાથે હોટેલ જવાનાં હતાં. વળી, આટલાં બધાં લોકો માટે ટેક્સી ઓર્ગનાઈઝ કરવાની હતી એટલે સ્વાભાવિક રીતે જ થોડી વાર તો લાગવાની જ હતી ત્યાંથી નીકળતાં. કેલી અતિશય ડ્રંક હતી. ટેક્સીની રાહ જોતાં સમયે એ ગમે તે દિશામાં ગમે તેની સાથે ચાલવા લાગતી અને અમારે તેને શોધવી પડતી. તેને પકડીને ઊભું રહેવું પડતું. અમે પંદરેક મિનિટ તો એમ કરવામાં સફળ રહ્યાં. પણ, છેલ્લી ઘડીએ બરાબર ટેક્સીમાં બેસતાં પહેલાં જ એ બહેન ક્યાંક ખોવાઈ ગયાં. કલેર અને જેકે તેને શોધવાની કોશિશ કરી પણ no luck. ત્યાં હજુ પણ અમારાં ગ્રૂપનાં કેટલાંક હતાં એટલે અમે માન્યુ કે, એ જ્યાં પણ હશે ત્યાં સુરક્ષિત રહેશે અને અમે ટેક્સીમાં આગળ વધ્યા. જો કે, જેક અને મારું મન માનતું નહોતું. ખાસ એટલે કે, કેલી મારી રૂમી હતી અને અમે સારાં મિત્રો બની ગયાં હતાં અને તેનો કોઈ ફાયદો ઉઠાવે એ વિચારમાત્રથી હું ડરી જતી હતી. મુખ્યત્ત્વે એટલે કે, તેને બિલકુલ ભાન નહોતું એટલી એ ડ્રંક હતી.
અમે પોત-પોતાનાં રૂમમાં પહોંચ્યાં અને હું મારો મેક-અપ વગેરે કાઢીને ઊંઘવા માટે તૈયાર થઇ એટલામાં કેલી આવી. મારો પહેલો સવાલ હતો “Are you okay?” તેણે હા પાડી એટલે વધુ કંઈ વાત ચીત કર્યા વિના અમે ઊંઘી ગયાં. એ દિવસે પાંચેક વાગ્યે સવારે મારી ઊંઘ ઉડી હતી અને મેં જેકનો એક મેસેજ જોયો હતો. તેને કેલીની ચિંતા હતી અને એ પાછી આવે ત્યારે મારે તેને જાણ કરવી. મેં તેને જવાબ તો આપ્યો પણ ત્યાં સુધીમાં તો એ ઊંઘી પણ ગયો હોય. બીજા દિવસે જેમને એક્ટીવીટીઝ કરવી હોય તેમણે સાત વાગ્યે બસ માટે તૈયાર રહેવાનું હતું. પણ, અમે બાકીનાં બધાં બે વાગ્યા સુધીમાં બીચ જવા માટે તૈયાર રહીએ તો ચાલે તેમ હતું. બાકીનું કોઈ મારાં કોન્ટેક્ટમાં નહોતું પણ જેક અને હું ચોક્કસપણે કંઈ નહોતાં કરવાનાં એટલે અમે આરામથી ૧૧ આસપાસ ઊઠ્યા.
અમે હોટેલ બ્રેકફસ્ટ તો ચોક્કસપણે મિસ કર્યો હતો પણ બરાબર સામે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું ત્યાં એક ગ્રોસરી સ્ટોરમાં જઈને અમે સેન્ડવિચ લેવાનું નક્કી કર્યું. It was fresh and massive! એ અમારું લન્ચ હતું. ત્યાંનો વ્યવહાર પતાવ્યા સુધીમાં પોણાં બે જેવું થઇ ગયું હતું અને અમે પાછાં ફરીને પાંચેક મિનિટમાં જ બસ માટે તૈયાર હતાં. અમારું પછીનું ડેસ્ટીનેશન હતું સાન ડીએગો બીચ. સાંજે ડિનર માટે રાયને એક સ્પોર્ટ્સ બારમાં વ્યવસ્થા કરી હતી. ૭ ડોલરમાં ઓલ યુ કેન ઈટ લઝાન્યા જેની અમે બધાં ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં કારણ કે, ત્યાં એક નમૂનાનાં અમને દર્શન થવાનાં હતાં. ક્રિસ્ટી તેનું નામ.