લાસ
બાય-બાય વેગસ!
અમેરિકા, યોસેમિટી નેશનલ પાર્ક, લાસ વેગસઆરિયા ગ્રાન્ડમાં બધાં શો માટે ગયાં પછી મારે એકાંતમાં મારી રીતે વેગસનો અનુભવ કરવો હતો. આરિયામાં થોડી વાર ચક્કર મારીને હું બહાર નીકળી. તેનાં વિશાળ પ્રિમાઈસીસમાં ફૂટ-પાથની ધારે નાના છોડ વાવેલાં હતાં ત્યાં નાના સ્ટીરીઓ પણ મૂકેલાં હતાં એટલે હોટેલની બહાર નીકળીને ચાલતાં-ચાલતાં પણ સંગીત સંભળાતું જ રહે. શો પતે પછી બધાં આરિયામાં એક જગ્યાએ ભેગાં થઈને લીમો-રાઈડ માટે અને જૂનાં વેગસ તરફ જવાનાં હતાં. મારી ગણતરી પ્રમાણે હું હોટેલ પાછી નહોતી જવાની એટલે હું તૈયાર થઈને હીલ્સ પહેરીને જ નીકળી હતી. એ હીલ્સમાં ચાલવાનો ફિનિક્સનો અનુભવ હું એક પળ માટે ભૂલી ગઈ હતી કે શું એ ભગવાન જ જાણે. આરીયાથી સામે હું હાર્ડ રોક કાફે તરફ ગઈ. એ વોક મારાં ધાર્યા કરતાં ખૂબ લાંબું થયું કારણ કે, ત્યાં બાંધકામ ચાલુ હતું અને ડીટૂરની સાઈન્સ બધી કન્ફ્યુઝીંગ હતી. બ્રિજ ક્રોસ કરીને સામે તરફ પહોંચી ત્યારે સૌથી પહેલું કામ એક ડ્રિંક ખરીદવાનું કર્યું. રસ્તામાં ઓછામાં ઓછાં ચારથી પાંચ weirdos નો સામનો થયો. Of course! It’s Vegas. What was I even thinking deciding to walk out alone on Vegas-strip at night. મારાં સંપર્કમાં આવ્યાં તેમાંથી કોઈ પણ હાનિકારક નહોતાં. ફક્ત વિચિત્ર હતાં. પણ, એટલામાં જ worst case scenario માં શું થઇ શકે તેનાં વિચારે મને હલાવી મૂકી. મારો એક મિત્ર જોશ એકાદ કલાક પછી મને મળશે તેવું અમે નક્કી કર્યું હતું પણ એ બન્યું નહીં. હું તેનો સંપર્ક જ ન કરી શકી. હાર્ડ રોક કાફેથી નીચે ઊતરીને તરત જ મેં હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું અને એકાદ કલાક પછી ફરી આરિયા જઈને બધાંને મળવાનું. ટેક્સી ડ્રાઈવર પણ નમૂનો હતો. અંતે હોટેલ પહોંચી ત્યારે એટલી અકળાઈ ગઈ હતી કે, ન પૂછો વાત.
નિર્ધારિત સમયે આરિયા પહોંચીને મેં જોયું તો અમારાં ગ્રૂપમાં ચાર નવાં લોકો ઉમેરાયા હતાં. વેગસમાં અમારી બસનાં અમુક લોકોની ટૂર સમાપ્ત થતી હતી અને અમુક નવાં લોકોની શરુ થતી હતી. ત્યાં લગભગ અડધી કલાક પસાર થઇ. બધાંએ ડિનર પતાવ્યું અને પછી અમારી લિમોઝ આવી. લીમોમાં શેમ્પેન (ખરેખરી નહીં. ‘સ્પર્ક્લીંગ વાઈન’) સાથે અમે સેલીબ્રેટ કર્યું. ઓલ્ડ ટાઉન વેગસ ધાર્યું હતું તેનાં કરતાં ક્યાંયે વધુ જીવંત હતું અને સસ્તું પણ. અમે બધાંએ ત્યાં એવરેજ બે ડ્રિન્ક્સ લીધાં અને ત્યાંથી રવાના થયાં. એ દિવસે અમને ‘ઘોસ્ટ બાર’ નામની એક જગ્યાએ લઇ જવામાં આવ્યાં હતાં. એ રૂફ-ટોપ (ટેરેસ) બાર હતો અને ત્યાંથી આખાં વેગસની જબરદસ્ત ક્ષિતિજ દેખાતી હતી. એ લાઈટ્સ અને ઝાકઝમાળનું દ્રશ્ય અદ્ભુત હતું. મારો મૂડ થોડો સારો થયો હતો અને હું બરાબર બઝ્ડ હતી એટલે મેં ત્યાં પાણી જ પીવાનું શરુ રાખ્યું હતું. ત્યાં એક ચોરસ જગ્યામાં કાચનો ફ્લોર હતો અને બરાબર નીચે સુધી બધું જ દેખાતું હતું એટલે ઊંચાઈનું પરિમાણ બહુ વિચિત્ર રીતે અનુભવાતું હતું. ત્યાં મ્યુઝિક બહુ સારું નહોતું એટલે ખાસ મૂડ નહોતો બનતો. ક્રાઉડ પણ મરેલું હતું. થોડાં સમયમાં ત્યાં ક્રાઉડ જમા થવા લાગ્યું પણ on an average they were all old men and they weren’t the most pleasant people around. More weirdos!
એ ક્રાઉડ વત્તા થોડી કલાકો પહેલાનો વેગસનો અનુભવ વત્તા દારુ બરાબર બહુ જ અકળાયેલી હું! એટલી અકળાયેલી અને ગુસ્સે કે મારી આંખમાંથી આંસું નીકળવા લાગ્યા. બીજાં પણ અમુક લોકો ત્યાં બહુ થાકેલાં હતાં અને હોટેલ જવા તૈયાર હતાં. હું તેમની સાથે ચાલી ગઈ અને હોટેલ પહોંચીને પણ મારું રડવાનું બંધ નહોતું થયું. ત્યારે એક વસ્તુ મને બરાબર સમજાઈ. આ જગ્યાની મજા મારાં માટે તો જ છે જો જીગરજાન દોસ્તો સાથે આવું. એ રાત વેગસમાં અમારી છેલ્લી રાત હતી અને બધાં મોડે સુધી પાર્ટી કરવાનાં હતાં. હું એક વાગ્યા આસપાસ તો હોટેલ પહોંચીને ઊંઘી પણ ગઈ હતી. પછીનાં દિવસે સવારે જ વેગસથી અમારે નીકળવાનું હતું. એ દિવસે બધાં થોડાં લાગણીવશ થઇ ગયાં હતાં કારણ કે, સાત-આઠ દિવસથી જે બધાં સાથે હતાં તેમાંથી ઘણાં બધાંની ટ્રિપ વેગસમાં પૂરી થતી હતી. ત્યાંથી એ લોકો પાછાં ફરવાનાં હતાં અથવા તો પોતાની રીતે આગળ સફર ખેડવાનાં હતાં. બધાંએ તેમને ગુડ-બાય કહ્યું અને અમે આગળ વધ્યા યોઝેમિટી નેશનલ પાર્ક તરફ.
એ દિવસે હું મારો અવાજ બિલકુલ ગુમાવી ચૂકી હતી. વેગસની પહેલી રાત પછી થાક, દારુ અને ઊંઘનાં અભાવે મારાં અવાજ પર થોડી અસર થઇ હતી અને વેગસની છેલ્લી રાત પછી તો ખેલ ખતમ. હું બોલવાની કોશિશ કરું તો પણ ગળામાંથી સિટી જેવો અવાજ અને અમુક શબ્દો જ નીકળે. બહુ હાસ્યાસ્પદ હતું એ. રસ્તામાં લન્ચ માટે એક જગ્યાએ અમે રોકાયા. મારે બહુ કંઈ ખાવું નહોતું પણ થોડી ભૂખ લાગી હતી એટલે સ્ટારબક્સ જઈને મેં એક ગરમ ક્રોસોન લીધું. ત્યાં જવાનો બીજો ફાયદો એ કે, બસનાં બાકીનાં લોકો એક ઇન-એન્ડ-આઉટ બર્ગર્સ તરફ ગયાં એટલે સ્ટારબક્સમાં મને લાઈન ન નડી. ત્યાં ત્યારે પમ્પકિન લાટેનાં સેમ્પલ અપાઈ રહ્યાં હતાં. મેં પહેલાં એવું કંઈ ટ્રાય નહોતું કર્યું એટલે કુતુહલથી મેં એક નાનો શોટ ટ્રાય કર્યો. That thing tastes so odd! Apparently it’s really famous among Americans in winters. I don’t get it! :D પણ, સ્ટારબક્સની શાંતિ અને સૂર્યપ્રકાશમાં બેસવાની સુવિધા – મારાં માટે આટલું પૂરતું હતું રીચાર્જ થવા માટે. વેગસથી બહાર નીકળીને હું બહુ ખુશ હતી.
એ સ્થળે લન્ચ કરીને અમે બે કલાક જેટલાં દૂર નીકળ્યાં હોઈશું ત્યાં રસ્તામાં અમારી બસ અટકી પડી. બસ શરુ કરવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં. અમે જ્યાં અટક્યા હતાં ત્યાં બરાબર સામે કોઈનું ઘર હતું. સબર્બન અમેરિકન કેવાં હોય તે જોવાનો એ અમારો પહેલો અને કદાચ છેલ્લો અનુભવ હતો. એ લોકો અસ્સલ રેડ-નેક હતાં. તેમનું ઘર, પોષાક, ખટારા જેવી ગાડી બધું જ અમારાં માટે નવું હતું. નસીબજોગે એ લોકો અમારાંથી થોડાં દૂર હતાં એટલે એક આખી બસનાં બધાં લોકો તેમને કૂતુહલવશ જોઈ રહ્યાં હતાં એની તેમને ખબર નહોતી. અમે એ લોકોમાંથી કોઈ બંદૂક કાઢે તેની રાહ જોઈ રહ્યાં હતાં. પણ, કોઈએ કાઢી નહીં. ‘બંદૂકધારી અમેરિકન’ને દૂરથી જોવાની બધાંને અદમ્ય ઈચ્છા હતી કારણ કે, ઓસ્ટ્રેલિયામાં એ તમને ક્યારેય જોવા ન મળે – Thanks to our strict gun-laws. :) વેગસથી યોસેમિટી અમારી બસની લાંબામાં લાંબી મુસાફરી હતી અને એ ઓર લાંબી થતી જઈ રહી હતી. પાછલી સીટમાં પર્થ-બોય્ઝમાંથી એક પાસે પોર્ટેબલ સ્પીકર હતાં એટલે તેણે થોડી વાર ગીત વગાડ્યાં અને બધાંને મજા આવી પણ પછી તો તેની પણ બેટરી ખતમ થઇ ગઈ. થોડી વાર અમે પત્તા રમ્યા અને ટાઈમ-પાસ કર્યો. એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે, કલેર, લોરા અને કેઇટલિન એ ટૂર પર મળીને મિત્રો નહોતાં બન્યાં, એ લોકો તો કેનબેરાથી એકબીજાને ઓળખે છે અને સાથે હાઈ-સ્કૂલ ગયાં હતાં. એ તો ફક્ત એવું હતું કે, કેઇટલિન આખું વર્ષ ફરી હતી અને કલેર-લોરા ફક્ત આ એક ટ્રિપ માટે જોડાયા હતાં. અડધી કલાક પછી રાયને કહ્યું કે, તેણે બીજી બસની વ્યવસ્થા કરી છે અને પિત્ઝા અને સોફ્ટ-ડ્રિન્ક્સનો ઓર્ડર કર્યો છે. પિત્ઝા અડધી કલાકમાં આવવાનાં હતાં. પણ, બીજી બસ આવી ગઈ બે કલાકમાં પણ પિત્ઝા ન આવ્યાં. પંદરેક મિનિટ પછી અંતે અમારો ઓર્ડર આવ્યો. બધાં એટલાં કંટાળ્યા હતાં અને ભૂખ્યા થયાં હતાં કે, ન પૂછો વાત. પછી તો ફટાફટ ખાઈને અમે નવી બસમાં આગળ વધ્યા.
વીવા! લાસ વેગસ
અમેરિકા, લાસ વેગસવેગસનો એક સૌથી અગત્યનો નિયમ છે – “What happens in Vegas, stays in Vegas”. અર્થાત વેગસમાં જે કંઈ થાય તેની વાત વેગસથી નીકળ્યા પછી ન થવી જોઈએ. જો કે, છેલ્લી પોસ્ટમાં મેં દેખીતી રીતે જ તેનું ઉલ્લંઘન કર્યું છે. પણ, થોડી હદે આ પોસ્ટમાં એ અનુસરવામાં આવશે. ;) વાચકોમાંથી જે વેગસ ગયા છે તેમને આનું મહત્ત્વ ખબર જ હશે. તેમાંયે જો નજીકમાં નજીકનાં મિત્રો ઉર્ફે ‘પાર્ટનર્સ ઇન ક્રાઇમ’ સાથે બેચલર્સ પાર્ટી માટે વેગસ ગયાં હો તો તો ખાસ. બાકીનાંને જશો ત્યારે આપોઆપ સમજાઈ જશે. મારાં માટે જો કે, વેગસની પાર્ટનર્સ-ઇન-ક્રાઇમ સાથેની સફર હજુ બાકી છે. પણ, હું એ વિચારી શકું છું અને એ વિચારમાત્ર મને ઉત્સાહિત કરી મૂકે છે. એનીવે, અત્યારે તો આ થઇ ચૂકેલા અનુભવની વાત આગળ વધારું.
અમે ચેપલથી નીકળીને સીધા એક મહાકાય હોટેલનાં પાર્કિંગ-લોટમાં ઊતર્યા. એ હતી પ્રખ્યાત ‘વિન રીઝોર્ટ કોમ્પ્લેક્સ’માંની વિન (Wynn) હોટેલ. રાયનનો કોઈ લોકલ મિત્ર ક્રિસ અમને ત્યાં મળવાનો હતો. તેણે અમારાં માટે ત્યાંનાં પ્રખ્યાત ‘એક્સેસ’ નાઈટક્લબમાં ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા કરી હતી. અમે અંદર ગયાં ત્યારે બધું ભીડ નહોતી પણ અડધી જ કલાકમાં ક્લબ લગભગ પેક થઇ ગયો હતો. ત્યાં શરૂઆતમાં એક ઘટના બની જેનાં પર આખી બસનાં વિવિધ મંતવ્યો હતાં. અમે એન્ટ્રી લેતાં હતાં ત્યારે પેલાં ત્રણ જર્મન છોકરીઓનાં ગ્રૂપને અટકાવવામાં આવ્યું. થોડી વાર પછી ખબર પડી કે, તેમને ક્લબમાં એન્ટ્રી નહોતી આપવામાં આવી. એટલું જ નહીં, પણ તેમનાં ખોટાં એઇજ-પ્રૂફ આઈડી લઈ લેવામાં આવ્યા હતાં. Burn! મને અંગત રીતે તેમનાં માટે કોઈ જ પ્રકારની દયા નહોતી આવી. જો કે, ઘણાં મિત્રો તેમનાં માટે દુઃખી થયાં હતાં – ખાસ એટલા માટે કે, તેમનાં આઈડી લઇ લેવામાં આવ્યા અને ત્યાર પછી દરેક જગ્યાએ તેમનાં માટે એન્ટ્રી લેવાનું અઘરું થઇ પડવાનું હતું.
એ ચર્ચા જો કે એન્ટ્રી-લાઈન પૂરતી સિમિત રહી. અંદર જઈને તો બધાં જલસા કરવામાં મશગુલ થઇ ગયાં હતાં. એ નાઈટક્લબ દુનિયાનાં સારામાં સારા નાઈટ-ક્લબ્સમાંનો એક છે. ત્યાં કોઈ પ્રખ્યાત ડી.જે. એ રાત્રે આવ્યો હતો અને એ તેની song-mixing quality પરથી ચોખ્ખું દેખાઈ આવતું હતું. એ સ્થળનું સૌથી મોટું આકર્ષણ તેનો આઉટડોર એરિયા હતો. એવું સુંદર આઉટડોર સેટિંગ મેં પહેલાં ક્યાંયે નથી જોયું. ત્યાં પણ બાથરૂમમાં સાન ડીએગોની જેમ એક બહેન ઘણો બધો સામાન – પરફ્યુમ્સ, મેઇક-અપ વગેરે લઈને ઊભા હતાં અને થોડાં ઘણાં પૈસા માટે લોકોને હાથ લૂછવામાં વગેરેમાં મદદ કરી રહ્યાં હતાં. Super weird! પણ, અમે સાન ડીએગોનાં અનુભવ પછી થોડાં ઘણાં ટેવાઈ ગયાં હતાં. અમારી પ્રિ-ડ્રિન્ક્સની સ્ટ્રેટેજી મોટાં ભાગે સફળ થઇ હતી. ત્યાં ક્લબમાં મોટાં ભાગનાં મિત્રોએ બેથી વધુ ડ્રિન્ક્સ નહોતાં ખરીદ્યાં.
વેગસ બાબતે રાયને અમને ઘણી અગત્યની બાબતો સમજાવી હતી જે કદાચ ભવિષ્યનાં મુલાકાતીઓને મદદરૂપ થાય. વેગસ લોકો બે વસ્તુઓ માટે જતાં હોય – જુગાર અને/અથવા પાર્ટી. જો ફક્ત પાર્ટી માટે જતાં હો તો વેગસ કદાચ સૌથી મોંઘી જગ્યાઓમાંની એક છે. પણ, તેને સસ્તું બનાવવાની એક તરકીબ છે. જ્યારે જુગાર રમતાં હો ત્યારે ફ્રી ડ્રિન્ક્સ સર્વ કરવામાં આવતાં હોય છે કારણ કે, જેમ લોકો વધુ પીતાં જાય તેમ વધુ ભાન ગુમાવતાં જાય અને તેનાંથી કસીનોઝને ફાયદો થાય. પણ, એ સૌથી સારામાં સારી તરકીબ પણ છે. જે-તે સમયે થોડામાં થોડી કિંમતનું ગેમ્બલ કરીને જો બને તેટલો વધુ સમય રહી શકો તો તમે સતત ફ્રી ડ્રિન્ક્સનો લાભ ઊઠાવી શકો. તમે પહેલી વખત જેની રીક્વેસ્ટ કરી હોય એ જ ડ્રિંક તમને ત્યાં રહો ત્યાં સુધી સર્વ કરવામાં આવશે. એ રીતે પ્રીમિયમ ડ્રિન્ક્સનો પણ લાભ ઊઠાવી શકાય અને જો પહેલી એક-બે વખત વેઈટર/વેઈટ્રેસને જો તગડી ટિપ આપો તો તમને રહો ત્યાં સુધી પ્રીમિયમ ડ્રિન્ક્સ મળતાં રહેશે. બીજી નસીહત એ કે, તમારી હોટેલમાં તમારાં રૂમ સુધી કેમ પહોંચાય છે એ બરાબર સમજી લેવું. ત્યાંની લગભગ દરેક હોટેલ્સનાં રૂમ એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે, તમે સહેલાઇથી ખોવાઈ જાઓ. તેનો હોટેલ્સને ફાયદો એ કે, જો તમે ટલ્લી હો અને તમને રૂમ ન મળે તો તમે ફરી પાછાં કસીનો જશો અને વધુ દાવ લગાવશો. વળી, રૂમ્સવાળા ફ્લોર પર સામાન્ય રીતે મદદ લેવા માટે બહુ સ્ટાફ પણ જોવા નહીં મળે એટલે રૂમ શોધવો અઘરો થઇ પડશે.
આ હતી રાયનની ટિપ્સ અને હવે પછી મારી અંગત અનુભવની ટિપ્સ. ત્યાં સમયનું ખાસ ધ્યાન રાખવું. બીજા દિવસે ચેક-આઉટ કરવાનું હોય તો તો ખાસ! દિવસ છે કે રાત એ જાણવું બહુ અઘરું છે ત્યાં કારણ કે, કસીનોઝમાં ક્યાંયે બારીઓ નહીં જોવા મળે અને દિવસ હોય કે રાત કસીનોઝમાં અંદર એટલો જ ઝળહળાટ અને એટલો જ પ્રકાશ રહેશે એટલે મગજ સમય નોટિસ નહીં કરી શકે. દિવસની રાત અને રાતનો દિવસ થયો એ સમય જોશો નહીં ત્યાં સુધી નહીં ખબર પડે. જો મોટાં ગ્રૂપમાં ગયાં હો અને બધે સાથે ફરતાં હો તો અલગ-અલગ ટેક્સી લેવા કરતાં એક લિમોઝીન હાયર કરવી વધુ સસ્તી પણ પડશે અને વધુ યાદગાર પણ. ત્યાંનાં બફેનો લન્ચ, ડિનર અથવા બ્રેકફસ્ટ માટે લાભ અચૂક લેવો. અમને એક બ્રેકફસ્ટ ફ્રી મળ્યો હતો. એટલી બધી વેરાઈટી કે, લગભગ પાંચેક મિનિટ અમે ચાલતાં રહ્યાં તો પણ ઓપ્શન્સ પૂરા ન થયાં! આ વાંચનારા મોટાં ભાગનાં લોકોને પાર્ટીઝ ગમતી હશે પણ તમે પાર્ટી-એનિમલ નહીં હો. જો તમે વેગસની ટ્રિપ પ્લાન કરતાં હો અને જુગારમાં રસ ન હોય તો વધુમાં વધુ બે રાત અને ત્રણ દિવસ વેગસ માટે પૂરતાં છે. એટલામાં તમે ત્યાંથી નીકળવા માટે આતૂર થઈ ચૂક્યા હશો.
વેગસની પહેલી રાત મારાં માટે બહુ સુંદર રહી હતી. હું આખી રાત પ્રમાણસર buzzed-on રહી હતી. કંટાળો આવે એટલી ઓછી પણ નહીં અને કંઈ યાદ ન રહે એટલી વધુ પણ નહીં. લોકો બાર-એક વાગ્યા આસપાસ એક્સેસમાંથી બહાર નીકળીને જૂદી-જૂદી જગ્યાઓએ જવા લાગ્યા હતાં. હું જે ગ્રૂપ સાથે હતી એ ગ્રૂપમાં અમે બધાં લગભગ સાડા ચાર સુધી સાથે રહ્યાં હતાં. પછી એકસાથે જેમ મળતી જાય તેમ અલગ-અલગ ટેક્સીમાં બેસવા લાગ્યાં અને હોટેલ તરફ પ્રયાણ કર્યું. અમુક વચ્ચેથી જૂદા રસ્તે ગયાં અને મેકડોનલ્ડમાં મુકામ કર્યો અને પછી હોટેલ આવ્યાં અને અમે બાકીનાં સીધાં જ અમારાં રૂમ તરફ ગયાં. પાંચેક વાગ્યે હું ઊંઘી અને સાડા નવ આસપાસ ઊઠી. બહુ હેંગઓવર નહોતો પણ પૂરતી ઊંઘનાં અભાવે થોડો થાક લાગ્યો હતો. બાર વાગ્યે અમુક છોકરીઓએ ડાઉન-ટાઉન વેગસમાં શોપિંગ/વિન્ડો-શોપિંગ માટે જવાનું નક્કી કર્યું અને બાકીનાંએ મોટાં ભાગે આરામ કર્યો અથવા જૂદા-જૂદા કસીનોઝ તરફ પ્રયાણ કર્યું. હું કેલી સાથે શોપિંગ માટે ગઈ પણ એ ખોટો નિર્ણય હતો. હું વેગસ સ્ટ્રિપ પર બહાર ગઈ હોત અને કસીનોઝ એક્સ્પ્લોર કર્યાં હોત તેની કદાચ મને વધુ મજા આવી હોત.
એ રાત્રે જે લોકો સર્ક-ડિ-સોલેઇ માટે જવાનાં હતાં એ બધાંએ પાંચ વાગ્યે તૈયાર થઈને પાર્કિંગમાં નિર્ધારિત જગ્યાએ મળવાનું હતું. એ શો આરિયા ગ્રાન્ડ હોટેલમાં હતો. મારે શો નહોતો જોવો પણ બધાં સાથે પાર્ટી-બસનો અનુભવ લેવો હતો અને આરિયા અને નજીકનાં બીજા સ્થળો એક્સપ્લોર કરવા હતાં એટલે મેં તેમની સાથે જવાનું નક્કી કર્યું પણ પછી વેગસ પોતાની રીતે એક્સ્પ્લોર કર્યું. કદાચ એ ટ્રિપનો મારો ખોટામાં ખોટો નિર્ણય અને અનુભવ…
રૂટ-૬૬ અને વેગસ
અમેરિકા, લાસ વેગસગ્રાન્ડ કેન્યનનાં બંને દિવસોમાં જ્યારે પણ ઇન્ટરનેટ મળે અને મેસેજિસ ચેક કરું ત્યારે વિચિત્ર લાગણી અનુભવાતી. My sense of time was completely lost. મોટાં ભાગની ટ્રિપમાં મને કોઈ તારીખ કે અઠવાડિયાનો દિવસ પૂછે તો હું કહી ન શકું. ઘડિયાળ પર મારું ધ્યાન ફક્ત અલાર્મ સેટ કરવા જેટલું જ જતું અને બાકીની બધી માહિતી મગજ આપોઆપ ફિલ્ટર કરી લેતું. ગ્રાન્ડ કેન્યનવાળા બંને દિવસો દિવાળી અને બેસતા વર્ષનાં હતાં એટલે જયારે મેસેજિસ ચેક કરતી ત્યારે બધાંનાં દિવાળી અને બેસતાં વર્ષનાં મેસેજ આવેલાં હોય અને મને યાદ પણ ન હોય અને ખબર પણ ન હોય કે આજે એ દિવસો છે. હું યંત્રવત બધાંને જવાબ આપી દેતી પણ મગજમાં એ માહિતી પણ ખાસ રજીસ્ટર નહોતી થતી.
ગ્રાન્ડ કેન્યનથી વેગસ જવા માટે નીકળ્યાં ત્યારે અમને ઐતિહાસિક રૂટ-૬૬નાં એક ભાગ પરથી લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં હવે ખાસ કંઈ રહ્યું નહોતું. એક નાની જેઈલ, બે જૂની ગાડીઓ વગેરે ફક્ત યાદગીરી પૂરતાં રાખવામાં આવ્યા હતાં. ત્યાંથી અમે વેગસનાં મૂડમાં આવવાની શરૂઆત કરી હતી. બધાંએ બે સેન્ટની સ્ક્રેચી લોટો ટિકિટ ખરીદવા માંડી હતી. :D એ વિસ્તાર એકદમ ઉજ્જડ હતો. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ખુલ્લાં મેદાન અને થોડાં છૂટા-છવાયાં થોર. વેગસ પહોંચતાં પહેલાં અમે વોલ-માર્ટની અમારી ટ્રિપની બીજી વખતની મુલાકાત લીધી. રાયને બધાંને યાદ કરાવ્યું કે વેગસમાં બધું જ પ્રીમિયમ-પ્રાઈસ્ડ હશે એટલે અહીંથી પ્રિ-ડ્રિન્ક્સ માટે આલ્કોહોલ ખરીદી લેવું જોઈએ. અમારે લન્ચ પણ ત્યાં જ આસપાસ કરી લેવાનું હતું. વોલમાર્ટમાં અંદર તો ફૂડ-ઓપ્શન્સ હતાં જ. પણ, સાથે તેની આસપાસ સબવે, ટાકો બેલ વગેરે પણ હતાં. સૌથી પહેલાં અમે બધાં વોલમાર્ટ ગયાં. ત્યાં આલ્કોહોલનાં ભાવ જોઈને હું દંગ રહી ગઈ. ઓસ્ટ્રેલિયા કરતાં ત્રીજા ભાગનાં ભાવ! મેં પ્રીમિયમ વોડ્કાની એક બોટલ અને બે મિક્સર ખરીદ્યાં. લન્ચ માટે બહાર નીકળતી વખતે કેલી, જેક (હોબ્સ) અને હું ભેગાં થઇ ગયાં. કેલી તેનો હાલોવીન કોશ્ચ્યુમ લેવામાં એટલી તન્મય હતી કે, આલ્કોહોલ લેવાનું ભૂલી ગઈ અને જેકે આલ્કોહોલ તો લીધું પણ મિક્સર લેવાનું ભૂલી ગયો હતો એટલે એ બંનેએ મારી દૂરંદેશીને એ દિવસે ખૂબ બિરદાવ્યા. લન્ચ પતાવીને અમે બસ પાસે પહોંચ્યા ત્યારે સીન જોરદાર હતો. બેગ રાખવા માટે નીચે ત્રણ કમ્પાર્ટમેન્ટ હતાં તે ત્રણેમાં બેગ્સ પથરાયેલી પડી હતી. તેમાંથી એક બને તેટલો ખાલી કરીને તેમાંની બેગ્સ બીજાં બેમાં શિફ્ટ કરવામાં આવી રહી હતી. જગ્યા બને ત્યાં અમારી આલ્કોહોલની બોટલ્સ રખાઈ રહી હતી. આખી બસનાં દરેકે એવરેજ બે બોટલ ખરીદી હતી. That was crazy and hilarious!
બસમાં પરફેક્ટ મૂવિ લગાવવામાં આવ્યું હતું. ‘હેન્ગઓવર’. એ પત્યું કે, તરત અમે વેગસમાં દાખલ થવા લાગ્યાં હતાં. અમે જેમ અંદર જતાં ગયાં એમ સ્વાભાવિક રીતે જ બધાં વધુ ને વધુ ઉત્સાહિત થતાં ગયાં. અમારે બહાર જવા માટે સાત વાગ્યે તૈયાર રહેવાનું હતું અને અમે હોટેલ પહોંચ્યાં ત્યાં સુધીમાં સાડા ચાર થઇ ચૂક્યા હતાં. રાયન બધાંને ચાવી આપે અને અમે રૂમમાં જઈએ ત્યાં સુધીમાં બીજી અડધી કલાક થઇ જ જાય. હું સમય પર બરાબર મીટ માંડીને બેઠી હતી. કારણ કે, મને તૈયાર થતાં ઓછામાં ઓછી બે કલાક થાય તેમ હતું. શાવર લઈને વાળ સૂકાય ત્યાં સુધી રાહ જોવાની અને પછી સ્ટ્રેઈટનિંગ માટે બીજી ૪૫ મિનિટ વત્તા ૨૦ મિનિટ મેઇક-અપની. સમય કટોકટ થવાનો હતો પણ મેનેજેબલ હતું. પણ, ત્યાં તો દૂકાળમાં અધિક-માસનાં સમાચાર આવ્યાં. હોટેલે અમારાં ગ્રૂપને કોઈ બીજા ગ્રૂપ સાથે મિક્સ-અપ કરી દીધું હતું એટલે કી-કાર્ડ ફરી બનાવવા પડે તેમ હતાં. બધું પાર ઉતારતાં પોણીથી એક કલાક જેવો સમય લાગવાનો હતો. આ સાંભળીને મારું મગજ સીધું પેનિક-મોડમાં જતું રહ્યું. પણ, પરિસ્થિતિ તો હતી એ જ હતી. તેમાં કંઈ ફેરફાર થવાનો ન હતો એટલે મેં મગજ થોડું કાબૂમાં લીધું અને બધાં સાથે સ્ટારબક્સ તરફ ગઈ. સ્ટારબક્સ એ બે દિવસ અમારું મક્કા-મદીના હતું કારણ કે, એ હોટેલમાં વાઈ-ફાઈ પેઈડ હતું. અફકોર્સ! વેગસ. :P અને અમે બધાં બજેટ ટ્રાવેલર્સ એટલે સ્ટારબક્સનાં ઇન્ટરનેટ વડે બે દિવસ નિભાવ કર્યો.
થોડી વાર તો અમે હોટેલમાં આવ્યા છીએ કે શોપિંગ- ડિસ્ટ્રીક્ટમાં એ જ ખબર ન પડે. ત્યાં બધે દૂકાનો જ દૂકાનો હતી. સવા પાંચે અમારાં કી-કાર્ડ્સ તૈયાર થયાં એટલે અમે રૂમ તરફ ગયાં. કેલીએ દસ મિનિટમાં શાવર પતાવ્યો અને પછી હું ગઈ. હું મારાં વાળ બ્લો-ડ્રાય કરતી હતી ત્યારે તેણે અમારાં બંને માટે ડ્રિન્ક્સ બનાવ્યાં. એ દિવસે ખરેખર I was racing against time. હું એ બબાલમાં હતી ત્યાં અચાનક મને લાઈટ થઇ અને મેં દિવસ જોયો. shit! મારાં ડેડનો બર્થ-ડે! ભારતમાં તો ત્યારે એ દિવસ પૂરો થઈ ચૂક્યો હતો અને મારી આંખમાં પાણી આવી ગયાં. ડેડનો બર્થ-ડે મને ક્યારેય ન ભૂલાય અને એ દિવસે ભૂલાઈ ગયો હતો. થોડી વારમાં જેક અમારાં રૂમમાં આવ્યો કારણ કે, અમારી પાસે મિક્સર હતાં. રૂમમાં વાઈ-ફાઈ નહોતું પણ જેકનાં ફોનમાં હતું. તેણે થોડો સમય તેનાં ફોનને હોટસ્પોટ બનાવ્યો અને મેં ફટાફટ ડેડને મેસેજ કર્યો. પછી તો અમારી ત્રણેની નાનકડી રૂમ-પાર્ટી જામી. હું તૈયાર થતાં થતાં પીતી રહી અને થોડી થોડી વારે બહાર આવતી રહેતી. બધાં રૂમમાં આવતાં જતાં રહેતાં હતાં. મારું તૈયાર થવાનું કામકાજ પણ સમયસર પતી ગયું અને સાત વાગ્યે અમે બહાર નીકળ્યાં. લોબીમાં અમે ઘણાં બધાં એક સાથે થઇ ગયાં હતાં એટલે એક મોટાં અરીસા પાસેથી પસાર થતાં જેકનાં ફોનમાં અમે ઘણાં બધાં ગ્રૂપ-ફોટોઝ લીધાં. પછી સીધાં બસ તરફ ગયાં. અમારો પહેલો મુકામ પેલી પ્રખ્યાત મોટી વેગસ સાઈન હતી. તેની નીચે અમારે ગ્રૂપ-ફોટો લેવાનો હતો. બધાં મસ્ત તૈયાર થયેલાં હોય એટલે ફોટો માટે એ પરફેક્ટ દિવસ હતો.
ત્યાર પછી ડિનર માટે અમે એક રેસ્ટોરાં ગયાં. ત્યાં ડ્રિન્ક્સ પણ સ્ટ્રોંગ અને પ્રમાણમાં સસ્તા હતાં એટલે બધાંએ ડ્રિન્કિંગ ગેઇમની શરૂઆત કરી દીધી હતી. ટાર્ગેટ હતો To get drunk enough to be drunk when we are out clubbing but to stay sober enough so that we aren’t denied entry because we are too drunk. Hah! ત્યાંનું કામકાજ પત્યું એટલે બધાં ક્લબિંગ માટે ઊતાવળા થવા લાગ્યા હતાં. પંદરેક મિનિટમાં અમે વેગસ સ્ટ્રિપ પર પહોંચ્યાં. એક પછી એક રાયન બધાં કસીનો, તેનાં માલિકો અને તેમની પ્રખ્યાત દંતકથાઓનો અમને પરિચય આપવા લાગ્યો. વેગસ સ્ટ્રિપનાં અંતે થોડાં વેડિંગ-ચેપલ છે જ્યાં તમે દાખલ થતાં સાથે જ લગ્ન રજીસ્ટર કરી શકો. જ્યાં બ્રિટની સ્પિયર્સે તેની પ્રખ્યાત ભૂલ કરી હતી. એ ચેપલ પતે પછી આગળ ખાસ કંઈ નથી. તેવી એક શાંત ગલીમાં બસ ઊભી રહી અને માર્કસ (ડ્રાઈવર) ચાલવા લાગ્યો. તેની પાછળ રાયન ગયો. અમને કોઈને ખબર નહોતી શું થઇ રહ્યું છે એ. થોડી વારમાં અમને કહેવામાં આવ્યું કે, માર્કસે એ દિવસે તેનાં સામાન્ય ડ્રાઈવિંગ ટાઈમ કરતાં ઘણું વધુ ડ્રાઈવ કરી લીધું છે અને એટલે હવે એ ડ્રાઈવ કરવા નથી માંગતો. અમારે ત્યાંથી આગળ જવા માટે રાયને અન્ય ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી પડશે. એક પછી એક અમે બસમાંથી ઊતરવા લાગ્યાં અને રાયનને ફોલો કરવા લાગ્યાં. પાંચેક મિનિટમાં અમે એ ગલીમાંથી બહાર નીકળ્યા અને વેગસ સ્ટ્રિપ પર ચાલવા લાગ્યાં ત્યારે રાયને બૂમ પાડીને ફટાફટ બધાંને એક ચેપલમાં અંદર જવા કહ્યું. એ એરિયા સુરક્ષિત નહોતો અને અમારે બધાંએ જેમ બને તેમ જલ્દી પેલાં ચેપલમાં દાખલ થવું જોઈએ તેવી સૂચના આપવામાં આવી.
અમે બધાં અંદર એક રૂમમાં ગયાં પછી ચેપલનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોઈને કંઈ સમજાતું નહોતું. અમારામાંનાં કેટલાંક થોડાં ગભરાઈ ગયાં હતાં અને બાકીનાં વેગસની પહેલી રાત્રે આવું નાટક થાય તેનાંથી નાખુશ હતાં. અમારે જલ્દી પાર્ટીની શરૂઆત કરવી હતી. કોઈ ચેપલમાં પૂરાઈ નહોતું રહેવું. પણ પાંચેક મિનિટમાં એલ્વિસ પ્રેસ્લીનું એક પ્રખ્યાત ગીત “વીવા લાસ વેગસ” શરુ થયું. ધીમે ધીમે અવાજ વધતો ગયો અને OMG! ત્યાં એક વ્યક્તિ એલ્વિસનાં અવતારમાં તેની નકલ કરતો ગાઈ રહ્યો હતો. અને અમને તરત જ ખબર પડી ગઈ કે, એ અમારી ટ્રિપનું મોટું સરપ્રાઈઝ હતું જેનાં માટે અમે શરૂઆતમાં દસ ડોલર આપ્યા હતાં. વેગસમાં અમારું સ્વાગત પ્રેસ્લી દ્વારા થયું હતું which was epic! અને ત્યાર પછી ચેપલ વેડિંગ કેવી હોય તેનો સ્વાદ ચખાડવા માટે અમારાં ગ્રૂપમાંથી એક છોકરો અને એક છોકરી, જેક અને કેલી બંને મારાં મિત્રોને પસંદ કરવામાં આવ્યા હતાં અને પ્રેસ્લીએ તેનાં હાસ્યાસ્પદ wedding-wows બોલાવીને તેમનાં ખોટાં લગ્ન કરાવ્યાં હતાં. તેનાં અંતે તેમણે ફેઇક વેડિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતાં. એ વેગસનું અમારું ગ્રાન્ડ-વેલ્કમ હતું અને ત્યાર પછી અમારી પાર્ટીઝની શરૂઆત થવાની હતી.