ગોલ્ડન ગેઇટ પાર્ક – ૧

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સૌથી પહેલાં તો એ ચોખવટ કરું કે, આ પાર્કને ગોલ્ડન ગેઇટ બ્રિજ સાથે કોઈ લેવા-દેવા નથી. બસ બંનેનાં નામમાં ‘ગોલ્ડન ગેઇટ’ છે એટલું જ. બ્રિજ ખરેખર પાર્કથી ખૂબ દૂર છે. આ આલ્બમમાં બ્રિજનો એક પણ ફોટો નથી.

ગોલ્ડન ગેઇટ પાર્ક શહેરનો સૌથી મોટો પાર્ક છે અને એ વિશાળકાય છે (રેફરન્સ માટે જુઓ ગૂગલ મેપ્સ). તેમાં ચાઇનીઝ ગાર્ડન, બોટાનિકલ ગાર્ડન, ડી યન્ગ મ્યુઝીયમ અને કેલિફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સ – એમ ચાર  ચાર વિશાળ કેમ્પસ આવેલાં છે અને છતાંયે પાર્ક ભરચક ન લાગે.

આ આલ્બમનાં પહેલાં ત્રણ ફોટોઝ ડી યન્ગ મ્યુઝિયમનાં અમુક પેઈનટિંગ્સનાં છે. પછીનાં આઠ ફોટોઝ ગયાં વર્ષે નવેમ્બરમાં મ્યુઝિયમનાં સૌથી ઉપરનાં માળેથી લીધેલો સાન ફ્રાન્સિસ્કોનો વ્યૂ છે અને પછી મ્યુઝિયમની આસપાસનો વિસ્તાર છે.

પેલી છોકરી માથું કૂટે છે એ ફોટોથી માંડીને બ્રાક સુધીની ટાઈમ-લાઈનનાં ફોટોઝ ડી યન્ગ મ્યુઝિયમમાં મેનાં અંતે પાડેલાં છે. એ ફોટોઝ ‘બોટીચેલી ટુ બ્રાક’ (Botticelli to Braque) નામનાં એક સ્પેશિયલ એગ્ઝીબિશનમાં પડેલાં છે. નામમાં લખ્યું છે એ પ્રમાણે જ એ એગ્ઝીબિશનમાં સાન્દ્રો બોટીચેલીથી માંડીને જ્યોર્જેસ બ્રાક સુધીનાં સમયગાળામાં થઇ ગયેલાં યુરોપનાં સારામાં સારા કલાકારોનાં પેન્ટિંગ મુકવામાં આવેલાં હતાં. છેલ્લે જે ટાઈમ-લાઈન છે એ દરેક કલાકારનું જન્મ-વર્ષ ઊતરતાં ક્રમમાં બતાવે છે.

પછીનાં ફોટોઝ કેલિફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સિસ અને તેની આસપાસનાં વિસ્તારનાં છે. જો ફોટોઝ ધ્યાનથી જોશો તો સમજાશે કે, કેલિફોર્નિયા અકેડેમી પેલા રોમન ફોરમ જેવાં દેખતાં વિસ્તારની બરાબર ડાબી અને જમણી તરફ છે.  એટલે કે, બંનેનાં પ્રવેશદ્વાર એકબીજા સામે છે. એક તરફથી બીજી તરફ ચાલીને પહોંચતાં લગભગ પંદર મિનિટ થાય તેટલું અંતર છે.

IMG_20141105_133403-COLLAGE