સાધના જ્યારે જીવનની રાગિણી થઇ જાય છે,
રાતના અંધકારમાં એક રોશની થઈ જાય છે.
કલ્પનામાં જેટલી રખડે છે રેખા રૂપની,
જ્યાં કરું છું સંગઠિત તારી છબી થઇ જાય છે.
સુખમાં પણ એવી અસર હોતે તો આનંદ આવતે,
દુઃખની વાતા સાંભળીને દિલ દુઃખી થઇ જાય છે.
આદમીની એ મુસીબત મોતથી પણ છે વિશેષ,
જિંદગી પેાતાની જ્યારે પારકી થઈ જાય છે.
કોઈ એક દિનમાં સુખી થાતું હશે કોને ખબર,
પણ, છે જોયું કંઈક એક દિનમાં દુ:ખી થઈ જાય છે.
આ બધા નિષ્ફળ પ્રસંગો આ બધા ફિકા બનાવ,
થાય છે જો સંકલિત ત્યાં જિંદગી થઈ જાય છે.
આ હતાશા લઇને શું બેસી રહ્યો છે બહાર જા,
થોડું પાણી ઘરમાંથી નીકળી નદી થઈ જાય છે.
પ્રેમ કેવો ! એ બધી ભ્રમણા હતી કિંતુ ‘મરીઝ’,
કોઇ આવે છે તો થોડી દિલ્લગી થઇ જાય છે.
~ મરીઝ ~
साधना जब जीवन की रागिनी हो जाए,
रात के अँधेरे में एक रौशनी हो जाए।
ख़यालों में जितनी भटकती हैं रेखाएं रूप की,
जहाँ करूँ इकट्ठी तुम्हारी छवी हो जाए।
सुख में भी ये असर होता तो ख़ुशी होती,
दुःख की बातें सुनकर दिल दुःखी हो जाए।
आदमी की ये मुसीबत है मौत से भी बढ़कर,
ज़िंदगी अपनी जब परायी जो जाए।
कोई एक दिन में सुखी होता होगा किसे पता,
पर, देखे हैं कितने एक दिन में दुःखी हो जाए।
ये सारे नाकाम प्रसंग ये सारे फीके संजोग,
होते हैं जो संकलित वहाँ ज़िंदगी बन जाए।
ये निराशा लेकर क्या बैठे हो बाहर निकलो,
थोड़ा पानी घर से निकले तो नदी बन जाए।
प्यार कैसा! वो सारे भरम थे पर ‘मरीज़’,
कोई आए तो थोड़ी दिल्लगी हो जाए।
~ मरीज़ ~