નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તે એમાં તમારું હિત નથી.
હવે કહેા કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગેા છે સંકલિત નથી.
થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.
મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે
કે કોઈ શેાર તો સંભળાવીએ જો ગીત નથી.
બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.
એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.
ભલે એ એક કે બે હા પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ તારો સંભવિત નથી.
જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હૃદય એટલું વ્યથિત નથી.
ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.
~ મરીઝ ~
नहीं वो बात कि पहले जैसी प्रीत नहीं,
मिलूं मैं आपको इसमें आपका हित नहीं।
अब बताओ दास्ताँ-ए-ज़ीस्त कैसे लिखें?
यहाँ तो जो भी किस्से हैं संकलित नहीं।
हुआ न हार का अफ़सोस पर ग़म ये रहा,
कि मेरी ऐसी मात में तुम्हारी जीत नहीं।
मिले न लय तो धमाल में ज़िन्दगी बीते
कि कोई शोर तो सुनाएँ जो गीत नहीं।
उस तरफ हर बात पे हिसाब हिसाब,
यहाँ अपने जीवन में कुछ गणित नहीं।
वो मेरे प्यार में देखते रहे ज़ाहिरी
कि मेरा हाल देखते हैं और चकित नहीं।
चाहे वो एक या दो हाँ पर ख़त्म हो जाए,
मिलन बिना विरह तुम्हारा संभवित नहीं।
जग के दर्द और दुःख पर वो हंस दे,
कर दो माफ़ हृदय इतना व्यथित नहीं।
फ़ना होने के बहुत तरीके हैं जग में ‘मरीज़’,
आपने अपनाई है वो अच्छी रीत नहीं।
~ मरीज़ ~