મોન્ટ્રિયાલ ફોટોઝ – ફાઈનલી!

કેનેડા, ફોટોઝ, મોન્ટ્રિયાલ

એક કહેવત છે કે, ‘Perfect is the enemy of Good’. આ પોસ્ટનાં કેસમાં કંઈક એવું જ થયું. હમણાં હું એક પરીક્ષા અને એક શોની તૈયારી કરી રહી છું. તે બંનેની ડેડલાઈન ઓગસ્ટનો અંત છે અને મને એ બે સિવાયની ત્રીજી બાબત વિચારવાનો બિલકુલ સમય નથી રહ્યો. એ ઉપરાંત મારી દિવસની જોબમાં પણ હમણાં એક ‘all consuming’ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનાં કારણે મોન્ટ્રિયાલનાં ફોટોઝનું ક્લીન-અપ અટકી પડ્યું.

લગભગ 400 ફોટોઝ ક્લીન કરતાં અને યોગ્ય ક્રમમાં ગોઠવતાં (કારણ કે, ફોન અને કેમેરા ફોટોઝ મિક્સ છે) ઓછામાં ઓછી બે કલાક લાગે અને ‘આવતાં અઠવાડિયે’ સમય મળશે ત્યારે ક્લીન કરીને પોસ્ટ કરીશ એમ વિચારતાં વિચારતાં ત્રણ અઠવાડિયા નીકળી ગયાં અને સમજાયું કે, એ રીતે રાહ જોઇશ તો તો 2 મહિને પણ મારો આરો નહીં આવે અને જ્યાં સુધી એ પોસ્ટ નહીં કરી લઉં ત્યાં સુધી મારાં યોગ્ય ક્રમમાં જ પોસ્ટ કરવાનાં OCDને રાહત નહીં મળે અને કઈં જ નહીં લખી શકાય. એટલે હવે જેમ છે તેમ ને તેમ ફોટોઝ પોસ્ટ કરું છું. સોનામાં સુગંધ – આ વખતે ફક્ત લિન્ક, કોલાજ પણ નહીં. :P સમય મળશે ત્યારે એ આલબમનું ક્લીન-અપ કરીશ. ત્યાં સુધી ‘અસુવિધા કે લિયે ખેદ હૈ’. એક વખત તો આવું પણ ચાલે. ફોટોઝ માટે નીચેની લિન્ક ક્લિક કરો.

https://goo.gl/photos/q2PBoAc2mD6YfjNC6

ઓસ્ટિન – ૨

ફોટોઝ

ઓસ્ટિનનું આર્ટ, વધુ આર્ટ અને ઘણું બધું આર્ટ! આલ્બમ માટે નીચેનાં ફોટો પર ક્લિક કરો.

IMG_20150906_151225-COLLAGE

ઓસ્ટિન ફોટોઝ – ૧

અમેરિકા, ઓસ્ટિન, ફોટોઝ

ઓસ્ટિનનાં ફોટોઝ બે ભાગમાં વહેંચાયા છે. આ પહેલા ભાગમાં સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટથી મારી ફ્લાઈટ બોર્ડ કરવાથી માંડીને ઓસ્ટિન સ્ટેટ કેપિટોલ, બાર્ટન સ્પ્રિંગ્સ, કોન્ગ્રેસ બ્રિજ, હોસ્ટેલની આસપાસનાં અમુક ફોટોઝ વગેરે છે. એટલે કે, પહેલી સાંજ અને પહેલા દિવસનાં બધાં ફોટોઝ.

જ્યારે બીજા ભાગમાં બીજા આખા દિવસ અને પછીની સવારનાં એરપોર્ટના ફોટોઝ તો છે જ પણ એ આલ્બમ અનાયાસે જ આખો કળાનો આલ્બમ બની ગયો છે. તેમાં લગભગ બધાં જ ફોટોઝ મ્યુરલ્સ, કળાત્મક અથવા હાસ્યસ્પદ ચીજો અને પેઇન્ટિંગ્સનાં જ છે.

પહેલા આલ્બમ માટે રાબેતા મુજબ નીચે ક્લિક કરો.

IMG_20150904_184237-COLLAGE

ડલોરસ પાર્ક

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કો ફોટો સીરિઝની સૌથી છેલ્લી પોસ્ટ – સાન ફ્રાન્સિસ્કોનો પ્રખ્યાત ડલોરસ પાર્ક. આ બધાં જ ફોટોઝ અને વિડિયોઝ બે અલગ અલગ ઈવેન્ટ્સ દરમિયાન લેવામાં આવ્યા છે. એલ.જી.બી.ટી પ્રાઈડ પરેડ વિકેન્ડ પર તથા પાર્ક અપગ્રેડ થયાં પછી તેનાં ઉદ્ઘાટનની સાઈલેન્ટ ડિસ્કો પાર્ટી દરમિયાન.

સાઈલેન્ટ ડિસ્કો? એ શું વળી? વિડિયોઝ જોશો ત્યારે દેખાશે કે ઘણાં બધાં લોકો કાન પર હેડફોન્સ લગાવીને મ્યુઝિક વિના નાચી રહ્યાં છે. ખરેખર એ જે મ્યુઝિક તેમનાં હેડફોન્સ પર વાગી રહ્યું છે તેનાં પર નાચી રહ્યાં છે – આ પ્રવૃત્તિ એ સાઈલેન્ટ ડિસ્કો. તેમાં સામાન્ય રીતે ઘોંઘાટ કંટ્રોલમાં રાખવા માટે મ્યુઝિક લાઉડ સ્પીકર પર નહીં પણ લોકોને હેડ-ફોન્સ આપવામાં આવ્યાં હોય તેનાં પર વાગતું હોય. આ ડલોરસ પાર્કવાળી ઇવેન્ટમાં તો બે અલગ અલગ ડી.જે. હતાં અને બંનેનું મ્યુઝિક બે અલગ સ્ટેશન પર વાગી રહ્યું હતું જે તમે હેડફોન્સ પર એક નાનકડી સ્વિચ વડે કંટ્રોલ કરી શકો. એ સિવાય એક ત્રીજું પણ ડી.જે. વિનાનું ક્લાસિકલ મ્યુઝિકનું ઓટો-પ્લેયર સ્ટેશન હતું જેમને ફક્ત ઘાસ પર શાંતિથી બેસીને ત્યાંનો નજારો માણવાની ઈચ્છા હોય તેમનાં માટે. ફોટોઝ અને વિડિયોઝ માટે નીચેનાં ફોટો પર ક્લિક કરો. હવે પછીની શ્રેણી છે – ઓસ્ટિન ટેક્સસની લોન્ગ-વીકેન્ડ ટ્રિપ જે મેં સપ્ટેમ્બરની શરૂઆતમાં કરી હતી.

IMG_20150618_172040-COLLAGE

લેન્ડ્સ એન્ડ

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કોનાં આઉટર રીચમંડ વિસ્તારમાં લેન્ડ્સ એન્ડ નામની એક બહુ સુંદર જગ્યા છે. ત્યાં વોકર્સ, જોગર્સ અને સાયકલિસ્ટસ માટે એક લાંબી પગદંડી આવેલી છે અને તમામ જગ્યામાં બસ હરિયાળી, સામે સુંદર દરિયો અને સાન ફ્રાન્સિસ્કોનો સિગ્નેચર ગોલ્ડન ગેઇટ બ્રિજ. આ જગ્યાની બરાબર પાછળની તરફ શહેરને ફેસ કરતાં લીજ્યન ઓફ ઓનર નામનું એક આર્ટ મ્યુઝિયમ આવેલું છે. એ મ્યુઝિયમમાં બધાં જ પેઇન્ટિંગ્સ વિક્ટોરિયન સમયનાં છે. લીજ્યન ઓફ ઓનર બિલ્ડિંગ અને તેનું આર્કીટેક્ચર પોતે પણ વર્ક ઓફ આર્ટ છે. તેનાં ફોટોઝ માટે નીચે ક્લિક કરો.

IMG_5696-COLLAGE

ગોલ્ડન ગેઇટ પાર્ક – ૨

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

બોટાનિકલ ગાર્ડનનાં ફોટોઝ! આલ્બમ માટે નીચેનાં ફોટો પર ક્લિક કરો.

આવતા અંકે ગોલ્ડન ગેઇટ બ્રિજની ઝાંખી લેન્ડ્સ એન્ડ ટ્રેઈલ પરથી અને ‘લીજન ઓફ ઓનર’ આર્ટ મ્યુઝિયમનાં વિક્ટોરિયન સમયનાં પેઈન્ટીન્ગ્સ :)

IMG_5468-COLLAGE

ગોલ્ડન ગેઇટ પાર્ક – ૧

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સૌથી પહેલાં તો એ ચોખવટ કરું કે, આ પાર્કને ગોલ્ડન ગેઇટ બ્રિજ સાથે કોઈ લેવા-દેવા નથી. બસ બંનેનાં નામમાં ‘ગોલ્ડન ગેઇટ’ છે એટલું જ. બ્રિજ ખરેખર પાર્કથી ખૂબ દૂર છે. આ આલ્બમમાં બ્રિજનો એક પણ ફોટો નથી.

ગોલ્ડન ગેઇટ પાર્ક શહેરનો સૌથી મોટો પાર્ક છે અને એ વિશાળકાય છે (રેફરન્સ માટે જુઓ ગૂગલ મેપ્સ). તેમાં ચાઇનીઝ ગાર્ડન, બોટાનિકલ ગાર્ડન, ડી યન્ગ મ્યુઝીયમ અને કેલિફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સ – એમ ચાર  ચાર વિશાળ કેમ્પસ આવેલાં છે અને છતાંયે પાર્ક ભરચક ન લાગે.

આ આલ્બમનાં પહેલાં ત્રણ ફોટોઝ ડી યન્ગ મ્યુઝિયમનાં અમુક પેઈનટિંગ્સનાં છે. પછીનાં આઠ ફોટોઝ ગયાં વર્ષે નવેમ્બરમાં મ્યુઝિયમનાં સૌથી ઉપરનાં માળેથી લીધેલો સાન ફ્રાન્સિસ્કોનો વ્યૂ છે અને પછી મ્યુઝિયમની આસપાસનો વિસ્તાર છે.

પેલી છોકરી માથું કૂટે છે એ ફોટોથી માંડીને બ્રાક સુધીની ટાઈમ-લાઈનનાં ફોટોઝ ડી યન્ગ મ્યુઝિયમમાં મેનાં અંતે પાડેલાં છે. એ ફોટોઝ ‘બોટીચેલી ટુ બ્રાક’ (Botticelli to Braque) નામનાં એક સ્પેશિયલ એગ્ઝીબિશનમાં પડેલાં છે. નામમાં લખ્યું છે એ પ્રમાણે જ એ એગ્ઝીબિશનમાં સાન્દ્રો બોટીચેલીથી માંડીને જ્યોર્જેસ બ્રાક સુધીનાં સમયગાળામાં થઇ ગયેલાં યુરોપનાં સારામાં સારા કલાકારોનાં પેન્ટિંગ મુકવામાં આવેલાં હતાં. છેલ્લે જે ટાઈમ-લાઈન છે એ દરેક કલાકારનું જન્મ-વર્ષ ઊતરતાં ક્રમમાં બતાવે છે.

પછીનાં ફોટોઝ કેલિફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સિસ અને તેની આસપાસનાં વિસ્તારનાં છે. જો ફોટોઝ ધ્યાનથી જોશો તો સમજાશે કે, કેલિફોર્નિયા અકેડેમી પેલા રોમન ફોરમ જેવાં દેખતાં વિસ્તારની બરાબર ડાબી અને જમણી તરફ છે.  એટલે કે, બંનેનાં પ્રવેશદ્વાર એકબીજા સામે છે. એક તરફથી બીજી તરફ ચાલીને પહોંચતાં લગભગ પંદર મિનિટ થાય તેટલું અંતર છે.

IMG_20141105_133403-COLLAGE

સાન ફ્રાન્સિસ્કો મ્યુરલ્સ

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કોનું મિશન ડીસ્ટ્રીક્ટ કળા માટે પ્રખ્યાત છે. ખાસ ભીંતચિત્રો (મ્યુરલ્સ) માટે. નીચેનો ફોટો આલ્બમ મ્યુરલ્સનો છે. હજુ જેમ વધુ જગ્યાઓ જોઇશ અને ફોટોઝ પાડીશ તેમ આલ્બમમાં ઉમેરાતાં જશે. અને હા, આ આલ્બમનાં ઘણાં બધાં ફોટોઝ મેં નથી પાડેલાં. મિત્ર જય માલવિયાએ પાડેલાં ફોટોઝ પણ આમાં ઉમેરવામાં આવેલાં છે.

IMG_20150503_152659-COLLAGE

 

ચાઈના ટાઉન, ટેલિગ્રાફ હિલ અને યુનિયન સ્ક્વેર

ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કો મારી કલમ કરતાં મારાં કેમેરાને વધુ ગમે તેવું શહેર છે. અહીંની ઢગલાબંધ જગ્યાઓની મુલાકાતોમાં કહેવાનું તો ખાસ બહુ છે નહીં પણ ઘણી બધી જગ્યાઓનાં ગણ્યાં ગણાય નહીં તેટલાં ફોટોઝ જરૂર છે, એટલે આવતી અમુક પોસ્ટ્સ ફોટોઝ જ ફોટોઝ હશે, આલ્બમ માટે નીચે ક્લિક કરો!

image (3)