યોસેમિટી ફોટોઝ!

અમેરિકા, ફોટોઝ, યોસેમિટી નેશનલ પાર્ક

આ શ્રેણીનું અંતિમ પ્રકરણ આવી ચૂક્યું છે. ટેકનિકલી તો સાન ફ્રાન્સિસ્કો આ શ્રેણીનું અંતિમ પ્રકરણ છે, પણ, જેમ પોસ્ટ્સમાં આ શહેરની વાત બચાવીને રાખી છે એમ ફોટોઝમાં પણ બચાવીને રાખું છું. કારણ કે, એક રીતે જુઓ તો સાન ફ્રાન્સિસ્કોમાં હું હજુ પણ ટૂરિસ્ટ જેવું જ અનુભવું છું. અહીં વિતાવેલા એ સાત દિવસો પૂર્ણવિરામ નહીં પણ અલ્પવિરામ હતાં. વળી, ત્યાંથી પાછી ફરીને પણ હું જ્યાં સુધી અહીં શિફ્ટ ન થઇ ગઈ ત્યાં સુધીનાં ૬ મહિના પણ મોટાં ભાગે હું માનસિક રીતે કદાચ અહીં જ હતી. એટલે સાન ફ્રાન્સિસ્કો એક રીતે જુઓ તો ૭ દિવસ નહીં પણ, જાણે ૭ મહિનાની સફર છે. અહીંની બધી જ વાત એક નવી પોસ્ટ/શ્રેણીમાં કરીશ. (મને પણ ખબર નથી એ પોસ્ટ હશે કે શ્રેણી!) હવે આગળ ત્યાંથી આવીને શું થયું અને કઈ રીતે થયું તેની વાત આગળ વધારીશ.

પણ પણ પણ … એ પહેલાં યોસેમિટીની સુંદરતા માણો! એઝ યુઝવલ આલ્બમ માટે નીચે ક્લિક કરો.

wpid-wp-1436766557248.jpg

વેસ્ટ કોસ્ટ એડવેન્ચરનો અંત

અમેરિકા, યોસેમિટી નેશનલ પાર્ક, સાન ફ્રાન્સિસ્કો

સૂર્યાસ્ત થયા પછી અમે થોડી વારમાં જમવા ગયાં. ત્યાર પછી એન્ગસ, જેક હોબ્સ વગેરેનાં શેલેમાં બધાં કેરીઓકી પહેલાં પ્રિ-ડ્રિન્ક્સ માટે ભેગાં થવાનાં હતાં ત્યાં ગયાં. એ સાંજ મારાં કન્ટીકી ટૂર ગ્રૂપનાં મિત્રો સાથે મારી છેલ્લી સાંજ હતી. સાન ફ્રાન્સિસ્કો પહોંચતાંની સાથે જ હું તેમનાંથી અલગ પડી જવાની હતી. એ એક શેલેમાં ત્યારે પૂરો માહોલ જામ્યો હતો. એન્ટ્રી-ફી તરીકે બધાંએ મૂનશાઈનનો એક શોટ પીવાનો હતો. મારાં મતે મૂનશાઈન એટલે Tequila gone wrong. એ વસ્તુ કાચનાં એક જારમાં મળતી અને વેગસ પહેલાં એક ગ્રૂપે ખરીદી હતી ટ્રાય કરવા માટે. આ સ્પિરિટ સ્વાદમાં જેટલું ભંગાર હતું તેટલું જ સ્ટ્રોંગ પણ હતું અને છતાંયે દોઢ બે કલાકમાં તેનાં બંને જાર ખાલી થઇ ગયાં હતાં. થોડાં સમય પછી ક્રાઉડ વધ્યું તેમ અમે જગ્યાની પેરવીમાં પડ્યાં. કોઈક સજ્જનને યુક્તિ સૂજી તો તેણે ઘરનાં પ્રવેશ પાસેનો એક દરવાજો, જે કોઈ રૂમમાં નહોતો ખૂલતો, તે ખોલવાનું વિચાર્યું. એ દરવાજો બાજુનાં શેલેમાં પડતો હતો. એ અમે આખી સાંજ માટે ખોલી નાંખ્યો અને બંને ઘરમાં લોકો ફેલાવા લાગ્યાં. પછી અમે ‘Never have I ever’ રમવા લાગ્યાં. ગ્રૂપ જોરદાર બિનદાસ હતું એટલે રમત બરાબર જામી. મને ભાન થયું કે, એ બધાંની સરખામણીમાં મારાં પરાક્રમો બિલકુલ નહિવત હતાં.

થોડી વાર પછી અમે કેરીઓકી બાર તરફ પ્રયાણ કર્યું. ત્યાં સુધીમાં બધાં સારા એવા બઝ્ડ થઇ ચૂક્યા હતાં. સામાન્ય સંજોગોમાં હું કદાચ કેરીઓકી બાર ગઈ જ ન હોત. પણ, એ ગ્રૂપની મારી છેલ્લી રાત મારે બધાં સાથે માણવી હતી. અંદર મારી સ્કિપ સાથે વાત થઇ. એ અને મારી રૂમ-મેટ કેલીને સારું જામવા લાગ્યું હતું. એ બંને લગભગ બધે સાથે જ ફરતાં. કેલીને સ્કિપ ગમતો હતો એ તેણે મને કહ્યું હતું. પણ, એ સાંજે સ્કિપ સાથે વન-ઓન-વન મારી પહેલી વખત વાત થઇ રહી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, કેલી તેને બહુ જ પસંદ છે. એ પોતે એડીલેઈડનો હતો અને કેલી બ્રિસબેનની અને ઇન-પર્સન રિલેશનશિપ હજુ એસ્ટાબ્લીશ થયેલી ન હોય એટલે લોન્ગ-ડીસ્ટન્સ ન ચાલે. પણ, સ્કિપે એ દિવસે મને કહ્યું કે, કેલી એવી છોકરી છે જેનાં માટે એ બ્રિસબેન મૂવ થવામાં પણ ન અચકાય. ત્યારે એક સારી મિત્ર કરે તેમ મેં સ્કિપને જણાવ્યું કે, તેણે કેલીને આ વાત કહેવી જોઈએ. એ પણ કહ્યું કે, કેલી પણ તેને ખૂબ પસંદ કરે છે. એ ટૂરની મારી પહેલી અને છેલ્લી એવી રાત હતી કે, જેમાં એક સમય પછીનું કંઈ પણ મને યાદ નથી. બીજા દિવસે સીધું સવાર પડ્યું અને સામાન પેક કરીને મારાં એ સફરનાં છેલ્લા મુકામ તરફ અમે પ્રયાણ કર્યું.

એ વિકેન્ડ હાલોવીન વિકેન્ડ હતો. મારી પહેલી હાલોવીન. ઓસ્ટ્રેલિયામાં તેનું બહુ મહત્ત્વ નથી. બધાં પાસે કોશ્ચ્યુમ હતાં પણ મને કંઈ જ ખાસ નહોતું મળ્યું. મારે અરેબિયન નાઈટ્સની જાસ્મિન તરીકે જવું હતું પણ મેં જોયાં તેમાંથી એક પણ ડ્રેસ મને બરાબર ફિટ નહોતો થતો. વળી, હું એ સાંજે કોઈ મોટી પાર્ટીમાં નહોતી જવાની. પણ, મારાં એક મિત્ર જોડે આર્ટ+ટેક થીમ્ડ પાર્ટીમાં જવાની હતી એટલે ડ્રેસ વિશે મને બહુ પરવાહ પણ નહોતી. જો કે, ત્યાં પહોંચીને સાંજે મારું મન કોશ્ચ્યુમ લેવો-ન લેવો બાબતે ફરી કન્ફયુઝ થવા લાગ્યું હતું. એ દિવસ આખો વાદળછાયો હતો. બસની મુસાફરી મારાં માટે બહુ ખરાબ રહી હતી. આગલી રાતનો હેન્ગઓવર અને આખી સવાર બસની સફર. બપોરે એકાદ વાગ્યા આસપાસ અમે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. જ્યાં જુઓ ત્યાં બધે બિલ-બોર્ડ પર ટેક પ્રોડક્ટસની જાહેરાતો. દેખીતી રીતે જ સિલિકોન વેલીમાં મારો પ્રવેશ થઇ ચૂક્યો હતો. અમારો સૌથી પહેલો મુકામ ફિશરમેન્સ વોર્ફ હતો. અમારે લન્ચ પણ ત્યાં જ કરવાનું હતું. બધાંની સૌથી પહેલી પસંદ સ્વાભાવિક રીતે જ ‘ચાઉંડર’ હતી. પણ, એક વેજીટેરીયન તરીકે ત્યાં મારો મેળ પડે તેમ નહોતો. વળી, ઇન્ટરનેટનાં અભાવે ત્યાં નજીકમાં વેજીટેરીયન શું મળે છે તે જોઈ શકાય તેમ પણ નહોતું. એટલે એ દિવસનું મારું લન્ચ મેકડોનલ્ડનું સાલડ હતું.

એક તો હાલોવીન અને ઉપરથી સાન ફ્રાન્સિસ્કો જાયન્ટ્સ નામની લોકલ બેઝબોલ ટીમ એ દિવસે કોઈ મોટો મેચ જીતી હતી એટલે રસ્તા પર ભીડ જ ભીડ. ફિશરમેન્સ વોર્ફથી હોટેલ પહોંચતાં નાકમાં દમ આવી ગયો હતો. રસ્તા પર એટલો ટ્રાફિક અને એટલી ખરાબ ટ્રાફિક મેનર્સ (રાજકોટ પહોંચી ગયાં હોઈએ તેવું લાગે) અમારાંમાંનાં ઘણાં માટે નવાઈની વાત હતી. એક-બે નમૂનાઓને તો અમે બસ જોઈ જ રહ્યાં હતાં કેવી રીતે તેમણે અમારી બસ પાસેથી કાર ચલાવી હતી. અંતે રાયને હાર માની અને છ-સાત છોકરાઓ સાથે એ બહાર નીકળ્યો. એક ટ્રાફિક સિગ્નલ પર અમને ઊતરવાનું કહેવામાં આવ્યું અને અમારી બેગ ફટાફટ પાંચ જ મિનિટમાં બધાંને સોંપી દેવામાં આવી. ત્યાંથી હોટેલ સુધી અમે ચાલીને ગયાં. ત્યાં અમે સાડા ત્રણ આસપાસ પહોંચ્યા. પાંચ વાગ્યે બધાંએ હાલોવીન પાર્ટી માટે મળવાનું હતું પણ હું જવાની નહોતી એટલે મેં આરામ કરવાનું વિચાર્યું અને કેલીને તૈયાર થવામાં મદદ કરવા લાગી. મારાં બે ખાસ મિત્રો હવે સાન હોઝે રહેતાં હતાં. એ દિવસે તેમાંનાં એકનો બર્થ ડે હતો અને તેનાં માટે હું એક ગિફ્ટ લાવી હતી. એ સાંજે મારે તેને મળવું હતું પણ પછી મને સમજાયું ત્યાંથી સાન હોઝે બેથી અઢી કલાકનો રસ્તો હતો એટલે એ વિચાર પડતો મૂકીને મેં મારાં અન્ય એક મિત્ર સાથે પેલી આર્ટ+ટેક થીમ્ડ પાર્ટીમાં જ જવાનું નક્કી કર્યું. બધાં તૈયાર થઈને નીચે લોબીમાં ભેગાં થયાં ત્યારે હું પણ નીચે ગઈ હતી અને બધાંને ગૂડ-બાય કહ્યું. રાયન અને માર્કસને ટિપ આપી અને વિદાય લીધી. આ સાથે મારી ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૪ની વેસ્ટ કોસ્ટ યુ.એસ.એ.ની સફરની વાતનો અંત થાય છે.

—————————————————————————————

એ સાંજે મને બિલકુલ અંદાજ નહોતો કે, સાન ફ્રાન્સિસ્કોનું એ એક અઠવાડિયું આવનારાં સમયમાં મારાં જીવનમાં ઘણું બધું બદલી નાંખવાનું હતું. મને પહેલી વખત હોલી-ડે રોમાન્સ શું છે એ સમજાયું. મોટાં ભાગનાં લોકોનાં કેસમાં એ રોમાન્સ વંટોળની જેમ આવતો હોય છે અને ચાલ્યો જતો હોય છે – એ આટલી બધી કહાનીઓમાં જોયાં પછી પણ આપણે કેમ સ્વેચ્છાએ આપણું હૃદય તોડતાં હોઈશું એ પણ સમજાયું. ભવિષ્યનાં ટ્રાવેલર્સ, ટ્રાવેલિંગ એક એડવેન્ચર છે અને પ્રેમ એ કદાચ મોટામાં મોટું એડવેન્ચર છે. Seize it. Seize the moment! જો કોઈ સાથે તમને ખરેખરો સ્પાર્ક, કનેક્શન દેખાય તો તેનું કોઈ ભવિષ્ય નથી ફક્ત એ જ કારણસર અટકી ન જતાં. કદાચ તેનું ભવિષ્ય હશે અને કદાચ નહીં હોય એ તમને નથી ખબર. મને પણ નથી ખબર. પણ, એ રોમાન્સ ચોક્કસ પેલો સ્ટોરી-બૂકવાળો હશે તેની હું તમને ખાતરી આપું છું. કેમિસ્ટ્રી ભરપૂર હશે અને ટાઈમિંગનાં કોઈ ઠેકાણા નહીં હોય. પણ, એ અનુભવ કદાચ તમારાં સૌથી યાદગાર અનુભવોમાંનો એક હશે. અને એ ગૂડ-બાય કદાચ સૌથી વધુ પીડાદાયક. કારણ કે, એ કનેક્શન પરફેક્ટ હશે. તેમાં કંઈ જ ખૂટતું નહીં હોય. પણ, તેનું શું થાય છે એ જોવા કે જાણવાનો તમારી પાસે કદાચ અવકાશ નહીં હોય. પણ પણ પણ… જો તેનો તમારાં અલગ થવા સાથે અંત ન આવ્યો અને જો જિઓગ્રફિકલ અંતર વધવા છતાંયે જો તમારું કનેક્શન યથાવત્ રહ્યું વત્તા તમે ફરી ને ફરી ભેગાં થતાં રહ્યાં તો કદાચ that will be it. May be that is how you’ll meet ‘the love of your life’.  મારાં માટે તો ખેર એ હાર્ટ-બ્રેક હતું અને મારાં પર્થ પાછાં ફર્યા પછી એ ધીરે ધીરે ઓસરી ગયું.

સાન ફ્રાન્સિસ્કો માટે મારી પાસે કહેવા જેવું કંઈ મોટું ખાસ નથી. આ શહેર મારાં માટે ક્ષણોનું બનેલું હતું. ઘણી બધી નાની-નાની સુંદર ક્ષણો. હું મારાં વર્ષો જૂના મિત્રોને મળી, મિત્રોનાં મિત્રોને મળી. આર્ટ જે મારી સિરિયસ હોબી છે અને ટેક્નોલોજી જે મારું કામ છે એ બંનેનું આ પરફેક્ટ મિશ્રણ હતું. પર્થનો સમય મારાં માટે પાકી ચૂક્યો હતો. પણ, ત્યાંથી ક્યાં જવું અને શું કરવું એ કંઈ જ નક્કી નહોતું થતું. ગયાં વર્ષની શરૂઆતમાં મેં કેલિફોર્નિયા તરફ નજર કરવાનું વિચાર્યું હતું અને એક રીતે એટલા માટે જ છેલ્લાં વર્ષનાં ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટ્રિપ પર જવાનું વિચાર્યું હતું. એટલે જ મારે વેસ્ટ કોસ્ટ પહેલાં જોવું હતું. પણ, જુલાઈ ઓગસ્ટ આસપાસ મારી ઈમોશનલ સ્ટેબીલીટી લગભગ જઈ ચૂકી હતી જેનાં વિશે આવતી પોસ્ટમાં તમે વાંચી શકશો. મારામાં ફરી સાવ નવી જગ્યાએ જવાની અને બધું ફરી ઊભું કરવાની ત્રેવડ નહોતી રહી અને તૈયારી પણ નહીં. પર્થ હું આ વર્ષનાં મે મહિના પછી બિલકુલ રહેવા નહોતી ઇચ્છતી. મારે આમ પણ ક્યારેક તો ભારતમાં છ મહિનાથી એક વર્ષ માટે કથકની આકરી તાલીમ લેવી હતી તો યુ.એસ.એ.નો વિચાર માંડી વાળીને મેં ભારત જવાનું નક્કી કરી લીધું હતું અને પછી શું કરવું એ ત્યાર પછી વિચારવાનું રાખ્યું હતું. પણ, સાન ફ્રાન્સિસ્કોએ છ જ દિવસમાં એ બધું પાછું પ્લાન-એ પર લાવીને રાખી દીધું. મને આ શહેર એટલું ગમ્યું અને મારાં જૂના મિત્રોનો મને એટલો પ્રેમ અહીં મળ્યો કે, જેટલો મેં ધાર્યો પણ નહોતો. બસ, નક્કી થઇ ગયું કે અહીં રહેવા જેવું છે. આમ પણ, કરિયર પોઈન્ટ-ઓફ-વ્યુથી અહીં શિફ્ટ થવું વધુ વ્યાજબી લાગતું હતું.

નવેમ્બરની નવમી તારીખે હું પર્થ પાછી ફરી. Cut to six months later … બાવીસમી એપ્રિલથી (દોઢ મહિના પહેલાંથી) સાન ફ્રાન્સિસ્કો હવે મારું નવું ઘર છે. :) આ બધું શું થયું કેવી રીતે થયું એ સમજાવવા માટે મારે તમને પહેલાં ફ્લેશ-બેકમાં લઇ જવા પડશે. એટલે, આવતી પોસ્ટ ફ્લેશબેક છે. થોડો downer ફ્લેશબેક છે એટલે ખરાબ મૂડમાં હો તો એ નહીં વાંચતાં. અહીં હું એક મસ્ત જોબ સાથે આવી છું અને હજુ પણ આ શહેરનાં એટલાં જ પ્રેમમાં છું જેટલી પહેલાં દિવસે હતી. મારાં નવાં એડવેન્ચરની શરૂઆત થઇ ચુકી છે. પણ, એ સાથે જ હવે મને નથી ખબર જીવન કઈ દિશામાં જાય છે અને મારું ઘર ક્યાં હશે. અત્યારે તો ફક્ત આર્ટ અને મારું કામ એ બે અગત્યની વસ્તુ પર ધ્યાન છે પણ આજથી છ મહિના પછી પણ હું ક્યાં હોઈશ અને શું કરતી હોઈશ તેની મને ખબર નથી. હવે સામે કોઈ દેખીતો મોટો ધ્યેય કે મોટું પરિવર્તન નથી દેખાતું – જે મારાં માટે નવું છે. હવે પહેલી વાર મારી પાસે કોઈ પ્લાન નથી. For the first time for me, there is no plan and I have absolutely no idea. So, going with the flow it is and loving each passing day it is. It’s very strange this feeling. It is very liberating and kind of scary at the same time. Scary for the vast foggy unknown before me. I am free of all the debts and obligations now other than paying my basic bills for what lies in front of me right now.  Life can be whatever I want it to be now and I hope to get to know what is that I really want, better.

P.S. A shout out to Brinda who said “see you on the other side” on my post – ‘Break’, I made it! I am on the other side now (Hello from there!).  :)

અંતે મારાં પાર્થનાં એક ફેરવેલ કાર્ડમાંથી આ સુંદર ક્વોટ

“Life shrinks or expands in proportion to one’s courage” – Anais Nin

બાસ લેક – યોસેમિટી

અમેરિકા, યોસેમિટી નેશનલ પાર્ક

પાંચ વાગ્યા આસપાસ અમે એક સુંદર ટેકરીઓવાળા વિસ્તારમાંથી પસાર થતાં હતાં. ત્યાં ધુમ્મસની શરૂઆત થઇ ગઈ હતી અને સૂર્ય આથમતો હતો. અડધી પોણી કલાક સૂર્ય આથમ્યો ત્યાં સુધી બસ ત્યાંથી પસાર થતી રહી. એ નજારો એટલો અદ્ભુત હતો કે, ન પૂછો વાત! એ જગ્યા કઈ હતી એ રાયને અમને કહ્યું હતું. પણ, મને હવે યાદ નથી. એ દરમિયાન તેણે કોમેડીનો એક પોડકાસ્ટ વગાડયો હતો. એ મને અને જેક (ફર્ગ્યુસન)ને બહુ ગમ્યો અને અમે બંને વિચારતાં રહ્યાં એ કમીડીયન કોણ હશે. સૂર્યાસ્ત થયો પછી તરત જ અમારો મૂકામ હતો એક ગ્રોસરી સ્ટોર. ત્યાં રાયને બધાંને દસ ડોલર આપ્યાં અને પ્લાન સમજાવ્યો. યોસેમિટીમાં બધાં રૂમમાં બેનાં બદલે ત્રણ લોકો રહેવાનાં હતાં. અમારાં રૂમ સ્પેશિયલ હતાં. અમે ત્યાં રૂમ નહીં પણ શેલે (chalet)માં રહેવાનાં હતાં અને દરેકનાં શેલેમાં ફ્રિજ અને રસોડાંની સુવિધા હતી. તેનો સારામાં સારો લાભ ઊઠાવવા માટે દરેક ઘરનાં લોકો ભેગાં મળીને પોતાને ગમે તે બ્રેક-ફસ્ટ બનાવી શકે અને બધાં સાથે શેર કરી શકે. અને કંઈ અઘરું બનાવવું પણ જરૂરી નહીં. ફ્રૂટ્સ, ફ્રોઝન યોગર્ટ, બ્રેડ-બટર વગેરે લો તો પણ ચાલે. મારો કંઈ જ બનાવવાનો વિચાર નહોતો એટલે મેં ફ્રૂટ્સ અને ફ્રોઝન યોગર્ટ ખરીદ્યાં. કેલીએ બ્રેડ અને એગ્ઝ ખરીદ્યાં. અમે બહાર આવ્યાં અને બસમાં બેઠાં પછી અમને અમારાં નવાં રૂમ-મેટ વિશે જણાવવામાં આવ્યું. હું અને કેલી યથાવત્ રહ્યાં હતાં અને અમારી સાથે એઇમિને ઉમેરવામાં આવી હતી. તેની સાથે અમારું જામતું હતું એટલે અમે ખુશ હતાં.

ત્યાંથી નીકળ્યાં ત્યારે રાત થઇ ચૂકી હતી. સામાન્ય રીતે કન્ટીકીની કોઈ પણ ટૂરમાં રાતની મુસાફરી બિલકુલ નથી થતી હોતી. એ અમારી પહેલી અને છેલ્લી રાતની મુસાફરી હતી. પછીનો મુકામ એક સાલડ-બાર હતો. ત્યાં ડિનર માટે ઓલ-યુ કેન-ઈટ બફેની વ્યવસ્થા હતી અને કેટલાં દિવસો પછી ઘણાં બધાં તાજાં લીલાં શાકભાજી જોઇને બધાં બહુ ખુશ થયાં. એ દિવસે બસમાં જેક સાથે મારી ઘણી વાત થઇ. અમે અમારી ઓસ્ટ્રેલિયાનાં જીવન, પરિવાર વગેરે વિશે વાત કરી. ડીનર પછી બસમાં રાયને અમને તેની ટૂર મેનેજર તરીકેની ખરાબમાં ખરાબ સફરની વાત કહી. નસીબજોગે એ પણ તેની સાથે આ વેગસ થી યોસેમિટીવાળા રસ્તા પર જ બન્યું હતું. It was a perfect example of ‘everything that could go wrong, did go wrong.’ અમે યોસેમિટી પહોંચ્યા ત્યારે સાડા નવ થઇ ચૂક્યા હતાં અને લગભગ બધાં પોતપોતાનાં શાલેમાં જઈને સીધાં ઊંઘી ગયાં. એ દિવસે મેં કેલી અને એઈમીને સૌથી છેલ્લે મને ઊઠાડવાનું કહ્યું હતું. હું ખૂબ થાકેલી હતી અને આરામથી ઊંઘવા માગતી હતી. એ લોકોએ ખરેખર એમ કર્યું. સવારે આઠ વાગ્યે અમારે નીકળવાનું હતું અને મારી પાસે માંડ ૨૫ મિનિટનો સમય હતો તૈયાર થવા માટે. ભૂખ ખૂબ લાગી હતી પણ બ્રેક-ફસ્ટ માટે સમય નહોતો અને આગલા દિવસે મેં ફ્રૂટ અને ફ્રોઝન યોગર્ટ લીધાં હતાં એ હું સાવ ભૂલી ગઈ હતી. એ બંને વસ્તુ હું બસમાં આરામથી ખાઈ શકી હોત.

બસ લેકથી યોસેમિટી તરફ અમે આઠ વાગ્યા આસપાસ પ્રયાણ કર્યું. સૌથી પહેલો મુકામ એક સીનિક જગ્યા હતી જ્યાં અમે બધાએ ગ્રૂપ-ફોટો પડાવ્યો. અમારા બધાં જ ગ્રૂપ ફોટોઝમાંથી એ મારો ફેવરિટ છે. ઘણાંને એ સ્થળ એટલું સુંદર લાગ્યું હતું કે, એ ફોટોમાં “The background looks so fake!” એ ongoing joke બની ગયો હતો. યોસેમિટીમાં અંદર પહોંચ્યાં પછી અમને એક સ્ટોર પાસે ઊતારવામાં આવ્યાં હતાં. ત્યાં પંદર મિનિટનો બ્રેક હતો અને પછી અમારી પાસે બે વિકલ્પ હતાં. રાયન સાથે હાઈકિંગ માટે જવું અથવા પોતાની રીતે યોસેમિટી એક્સ્પ્લોર કરવું. મારે એ જગ્યા આરામથી જોવી હતી અને મન પડે ત્યાં વધુ સમય રોકાવું હતું એટલે હું હાઈકિંગ માટે ન ગઈ. નવાં લોકોમાંથી એક કનેડીયન કેલી (મારી રૂમ-મેટ નહીં) અને એલીની પણ હાઈક પર નહોતાં જવા ઈચ્છતા. આમ, અમે ત્રણેએ યોસેમિટીની શટલ બસમાં ચડીને એક પછી એક રસપ્રદ લાગે તેવાં સ્ટોપ્સ પર ઊતરીને એ જગ્યા જોવાનું વિચાર્યું. રાયને અમને અઢી વાગ્યા સુધીમાં જ્યાં ઊતરવામાં આવ્યાં હતાં તે જ સ્થળે પાછા ફરવાનું કહ્યું હતું. અમારી પાસે ચાર કલાક જેવો સમય હતો એ સ્થળ જોવાનો અને તેનો અમે પૂરેપૂરો ફાયદો ઊઠાવ્યો. યોસેમિટી એટલું સુંદર છે કે, ન પૂછો વાત! પાનખરનાં આટલાં સુંદર રંગો મેં એ પહેલાં ક્યાંયે નહોતાં જોયાં.જાણે કોઈ ક્લાસિક અમેરિકન ફિલ્મનાં પાનખરનાં દ્રશ્યો સજીવન થઇ ગયાં હોય! ત્યાંની નદીનું પાણી એકદમ સ્થિર હતું અને લગભગ બે=બે કિલોમીટરનાં અંતરે બ્રિજ હતાં. તેનાં પર ઊભા રહીને પાણીમાં જોઈએ તો ટેકરીઓ અને ઊંચાં વૃક્ષોનું અદ્ભુત પ્રતિબિંબ પડતું હતું. યોસેમિટી તેનાં ઝરણાંઓ માટે પ્રખ્યાત છે. પણ, ત્યારે બધાં જ ઝરણાં સૂકાયેલાં હતાં કારણ કે, કેલીફોર્નિયાનો દૂકાળ. ઝરણાં વિના પણ એ જગ્યા એટલી સુંદર હતી તો જયારે જળ-પ્રવાહ ફરી શરુ થશે ત્યારે એ કેવી લાગશે..

પાનખરનાં રંગો, ગુલાબી ઠંડી  અને નિરવ શાંતિ આ ત્રણેનાં સંગમે મને ‘ડેડ પોએટ્સ સોસાયટી’નાં અમુક દ્રશ્યો યાદ કરાવી દીધાં હતાં. કેલી બોલી ઊઠી હતી કે, આમ તો મને સિંગલ હોવાનું ક્યારેય અજૂગતું નથી લાગ્યું. પણ, આ જગ્યાએ એમ થાય છે કે, કાશ હું અહીં મારા કોઇ પાર્ટનર સાથે હોત. હું તેની સાથે સહમત હતી. એ જગ્યાએ એ સમયે ઠાંસી-ઠાંસીને રોમાન્સ ભર્યો હતો. બે વાગ્યે અમે પાછાં જવા માટે નીકળ્યા ત્યારે અમે શટલ બસનાં લગભગ પોણાં ભાગનાં સ્ટોપ્સ પર જ ઊતરી શક્યા હતાં. બાકીની જગ્યા કેવી હશે તેનું ફક્ત અમારે અનુમાન જ કરવાનું હતું. Sadly enough, યોસેમિટીમાં એ અમારો પહેલો અને છેલ્લો દિવસ હતો. પછીનાં દિવસે અમે સાન ફ્રાન્સિસ્કો તરફ પ્રયાણ કરવાનાં હતાં. સવા બે આસપાસ અમે નિર્ધારિત સ્થળે પહોંચી ચૂક્યા હતાં. અમુક લોકો એ હાઈક પર અડધેથી જ પાછાં ફર્યાં હતાં એ લોજમાં લન્ચ કરતાં હતાં અને અમે તેમની સાથે કંપની માટે જોડાયા. અઢી ને દસ થઇ છતાં કોઈ જ દેખાતું નહોતું. અંતે ત્રણ વાગ્યે અમુક લોકો પાછાં ફર્યાં અને સમાચાર આપ્યાં કે, અમારાં મિત્ર લીઅમને ઘૂંટી પાસે એટલું ખરાબ રીતે વાગ્યું છે કે, એ સાંધા પાસે તેનું એક હાડકું દેખાય છે. ગ્રૂપમાં સોપો પડી ગયો. પર્થ બોય્ઝ મજબૂત હતાં અને તેમણે લીઅમને ઊંચકીને નીચે લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ એ સતત ના પાડી રહ્યો હતો કારણ કે, તેને બહુ જ દુખતું હતું. જો કે, તેને નીચે સુધી તો લાવવો જ પડે તેમ હતો. તેનાં સિવાય તેની ઇન્શ્યોરન્સ કંપની કંઈ જ કરી શકે તેમ નહોતી. ઈમરજન્સી હેલીકોપ્ટર બોલાવી શકાય તેમ હતું પણ તે બહુ વધુ પડતું મોંઘુ પડે.

અંતે ચાર વાગ્યા આસપાસ તેને ઊંચકીને બધાં નીચે સુધી લાવ્યાં અને તેને સીધો જ પાર્કનાં મેડિકલ ક્લિનિક પર લઇ જવામાં આવ્યો હતો. અંતે સવા ચાર આસપાસ અમે ત્યાંથી નીકળ્યાં અને ફરી બાસ લેક તરફ પ્રયાણ કર્યું. નસીબજોગે એ દિવસે અમારાં સ્કેડ્યુલમાં બીજું કંઈ જ નહોતું એટલે અમે ફરી ક્યાંય જવા માટે મોડાં નહોતાં પડ્યાં. સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ અમે અમારાં શેલે પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત શરુ થઇ ચૂક્યો હતો અને અમે બસમાંથી ઊતરીને સીધાં લેક તરફ ગયાં. ત્યાંથી સૂર્યાસ્તનો બહુ જ સુંદર નજારો માણી શકાતો હતો. યોસેમિટીમાં અમારી એ છેલ્લી સાંજ હતી એટલે સાન ફ્રાન્સિસ્કોનાં મારાં મિત્રો સાથે તેમને મળવા અને સાથે ફરવા માટે કો-ઓર્ડીનેટ કરવાની શરૂઆત થઇ ચૂકી હતી. હું લેકની બહુ નજીક જવાને બદલે જ્યાં સુધી વાઈ-ફાઈ કનેક્શન મળતું હતું ત્યાં સુધી જ ગઈ. કદાચ ગ્રાન્ડ કેન્યનનાં સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયાં પછી બાસ લેકનો મોહ નહોતો રહ્યો. ઉપરાંત હું ફરી ‘મારાં’ મિત્રોને મળવા માટે ખૂબ આતુર હતી. ઘરે જવાને હજુ સાત દિવસની વાર હતી. પણ, છતાંયે મારાં જાણીતાં લોકો વચ્ચે જઈ રહી હતી એટલે ઘરે જવા જેટલો જ આનંદ અનુભવી રહી હતી. સાન ફ્રાન્સિસ્કોમાં એટલે જ મેં મારી ટ્રિપનો સૌથી વધુ સમય ફાળવ્યો હતો કે, હું આરામથી બધે ફરી શકું અને બધાં જ મિત્રોને મળી શકું.

બાય-બાય વેગસ!

અમેરિકા, યોસેમિટી નેશનલ પાર્ક, લાસ વેગસ

આરિયા ગ્રાન્ડમાં બધાં શો માટે ગયાં પછી મારે એકાંતમાં મારી રીતે વેગસનો અનુભવ કરવો હતો. આરિયામાં થોડી વાર ચક્કર મારીને હું બહાર નીકળી. તેનાં વિશાળ પ્રિમાઈસીસમાં ફૂટ-પાથની ધારે નાના છોડ વાવેલાં હતાં ત્યાં નાના સ્ટીરીઓ પણ મૂકેલાં હતાં એટલે હોટેલની બહાર નીકળીને ચાલતાં-ચાલતાં પણ સંગીત સંભળાતું જ રહે. શો પતે પછી બધાં આરિયામાં એક જગ્યાએ ભેગાં થઈને લીમો-રાઈડ માટે અને જૂનાં વેગસ તરફ જવાનાં હતાં. મારી ગણતરી પ્રમાણે હું હોટેલ પાછી નહોતી જવાની એટલે હું તૈયાર થઈને હીલ્સ પહેરીને જ નીકળી હતી. એ હીલ્સમાં ચાલવાનો ફિનિક્સનો અનુભવ હું એક પળ માટે ભૂલી ગઈ હતી કે શું એ ભગવાન જ જાણે. આરીયાથી સામે હું હાર્ડ રોક કાફે તરફ ગઈ. એ વોક મારાં ધાર્યા કરતાં ખૂબ લાંબું થયું કારણ કે, ત્યાં બાંધકામ ચાલુ હતું અને ડીટૂરની સાઈન્સ બધી કન્ફ્યુઝીંગ હતી. બ્રિજ ક્રોસ કરીને સામે તરફ પહોંચી ત્યારે સૌથી પહેલું કામ એક ડ્રિંક ખરીદવાનું કર્યું. રસ્તામાં ઓછામાં ઓછાં ચારથી પાંચ weirdos નો સામનો થયો. Of course! It’s Vegas. What was I even thinking deciding to walk out alone on Vegas-strip at night. મારાં સંપર્કમાં આવ્યાં તેમાંથી કોઈ પણ હાનિકારક નહોતાં. ફક્ત વિચિત્ર હતાં. પણ, એટલામાં જ worst case scenario માં શું થઇ શકે તેનાં વિચારે મને હલાવી મૂકી. મારો એક મિત્ર જોશ એકાદ કલાક પછી મને મળશે તેવું અમે નક્કી કર્યું હતું પણ એ બન્યું નહીં. હું તેનો સંપર્ક જ ન કરી શકી. હાર્ડ રોક કાફેથી નીચે ઊતરીને તરત જ મેં હોટેલ પાછાં ફરવાનું નક્કી કર્યું અને એકાદ કલાક પછી ફરી આરિયા જઈને બધાંને મળવાનું. ટેક્સી ડ્રાઈવર પણ નમૂનો હતો. અંતે હોટેલ પહોંચી ત્યારે એટલી અકળાઈ ગઈ હતી કે, ન પૂછો વાત.

નિર્ધારિત સમયે આરિયા પહોંચીને મેં જોયું તો અમારાં ગ્રૂપમાં ચાર નવાં લોકો ઉમેરાયા હતાં. વેગસમાં અમારી બસનાં અમુક લોકોની ટૂર સમાપ્ત થતી હતી અને અમુક નવાં લોકોની શરુ થતી હતી. ત્યાં લગભગ અડધી કલાક પસાર થઇ. બધાંએ ડિનર પતાવ્યું અને પછી અમારી લિમોઝ આવી. લીમોમાં શેમ્પેન (ખરેખરી નહીં. ‘સ્પર્ક્લીંગ વાઈન’) સાથે અમે સેલીબ્રેટ કર્યું. ઓલ્ડ ટાઉન વેગસ ધાર્યું હતું તેનાં કરતાં ક્યાંયે વધુ જીવંત હતું અને સસ્તું પણ. અમે બધાંએ ત્યાં એવરેજ બે ડ્રિન્ક્સ લીધાં અને ત્યાંથી રવાના થયાં. એ દિવસે અમને ‘ઘોસ્ટ બાર’ નામની એક જગ્યાએ લઇ જવામાં આવ્યાં હતાં. એ રૂફ-ટોપ (ટેરેસ) બાર હતો અને ત્યાંથી આખાં વેગસની જબરદસ્ત ક્ષિતિજ દેખાતી હતી. એ લાઈટ્સ અને ઝાકઝમાળનું દ્રશ્ય અદ્ભુત હતું. મારો મૂડ થોડો સારો થયો હતો અને હું બરાબર બઝ્ડ હતી એટલે મેં ત્યાં પાણી જ પીવાનું શરુ રાખ્યું હતું. ત્યાં એક ચોરસ જગ્યામાં કાચનો ફ્લોર હતો અને બરાબર નીચે સુધી બધું જ દેખાતું હતું એટલે ઊંચાઈનું પરિમાણ બહુ વિચિત્ર રીતે અનુભવાતું હતું. ત્યાં મ્યુઝિક બહુ સારું નહોતું એટલે ખાસ મૂડ નહોતો બનતો. ક્રાઉડ પણ મરેલું હતું. થોડાં સમયમાં ત્યાં ક્રાઉડ જમા થવા લાગ્યું પણ on an average they were all old men and they weren’t the most pleasant people around. More weirdos!

એ ક્રાઉડ વત્તા થોડી કલાકો પહેલાનો વેગસનો અનુભવ વત્તા દારુ બરાબર બહુ જ અકળાયેલી હું! એટલી અકળાયેલી અને ગુસ્સે કે મારી આંખમાંથી આંસું નીકળવા લાગ્યા. બીજાં પણ અમુક લોકો ત્યાં બહુ થાકેલાં હતાં અને હોટેલ જવા તૈયાર હતાં. હું તેમની સાથે ચાલી ગઈ અને હોટેલ પહોંચીને પણ મારું રડવાનું બંધ નહોતું થયું. ત્યારે એક વસ્તુ મને બરાબર સમજાઈ. આ જગ્યાની મજા મારાં માટે તો જ છે જો જીગરજાન દોસ્તો સાથે આવું. એ રાત વેગસમાં અમારી છેલ્લી રાત હતી અને બધાં મોડે સુધી પાર્ટી કરવાનાં હતાં. હું એક વાગ્યા આસપાસ તો હોટેલ પહોંચીને ઊંઘી પણ ગઈ હતી. પછીનાં દિવસે સવારે જ વેગસથી અમારે નીકળવાનું હતું. એ દિવસે બધાં થોડાં લાગણીવશ થઇ ગયાં હતાં કારણ કે, સાત-આઠ દિવસથી જે બધાં સાથે હતાં તેમાંથી ઘણાં બધાંની ટ્રિપ વેગસમાં પૂરી થતી હતી. ત્યાંથી એ લોકો પાછાં ફરવાનાં હતાં અથવા તો પોતાની રીતે આગળ સફર ખેડવાનાં હતાં. બધાંએ તેમને ગુડ-બાય કહ્યું અને અમે આગળ વધ્યા યોઝેમિટી નેશનલ પાર્ક તરફ.

એ દિવસે હું મારો અવાજ બિલકુલ ગુમાવી ચૂકી હતી. વેગસની પહેલી રાત પછી થાક, દારુ અને ઊંઘનાં અભાવે મારાં અવાજ પર થોડી અસર થઇ હતી અને વેગસની છેલ્લી રાત પછી તો ખેલ ખતમ. હું બોલવાની કોશિશ કરું તો પણ ગળામાંથી સિટી જેવો અવાજ અને અમુક શબ્દો જ નીકળે. બહુ હાસ્યાસ્પદ હતું એ. રસ્તામાં લન્ચ માટે એક જગ્યાએ અમે રોકાયા. મારે બહુ કંઈ ખાવું નહોતું પણ થોડી ભૂખ લાગી હતી એટલે સ્ટારબક્સ જઈને મેં એક ગરમ ક્રોસોન લીધું. ત્યાં જવાનો બીજો ફાયદો એ કે, બસનાં બાકીનાં લોકો એક ઇન-એન્ડ-આઉટ બર્ગર્સ તરફ ગયાં એટલે સ્ટારબક્સમાં મને લાઈન ન નડી. ત્યાં ત્યારે પમ્પકિન લાટેનાં સેમ્પલ અપાઈ રહ્યાં હતાં. મેં પહેલાં એવું કંઈ ટ્રાય નહોતું કર્યું એટલે કુતુહલથી મેં એક નાનો શોટ ટ્રાય કર્યો. That thing tastes so odd! Apparently it’s really famous among Americans in winters. I don’t get it! :D પણ, સ્ટારબક્સની શાંતિ અને સૂર્યપ્રકાશમાં બેસવાની સુવિધા – મારાં માટે આટલું પૂરતું હતું રીચાર્જ થવા માટે. વેગસથી બહાર નીકળીને હું બહુ ખુશ હતી.

એ સ્થળે લન્ચ કરીને અમે બે કલાક જેટલાં દૂર નીકળ્યાં હોઈશું ત્યાં રસ્તામાં અમારી બસ અટકી પડી. બસ શરુ કરવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં. અમે જ્યાં અટક્યા હતાં ત્યાં બરાબર સામે કોઈનું ઘર હતું. સબર્બન અમેરિકન કેવાં હોય તે જોવાનો એ અમારો પહેલો અને કદાચ છેલ્લો અનુભવ હતો. એ લોકો અસ્સલ રેડ-નેક હતાં. તેમનું ઘર, પોષાક, ખટારા જેવી ગાડી બધું જ અમારાં માટે નવું હતું. નસીબજોગે એ લોકો અમારાંથી થોડાં દૂર હતાં એટલે એક આખી બસનાં બધાં લોકો તેમને કૂતુહલવશ જોઈ રહ્યાં હતાં એની તેમને ખબર નહોતી. અમે એ લોકોમાંથી કોઈ બંદૂક કાઢે તેની રાહ જોઈ રહ્યાં હતાં. પણ, કોઈએ કાઢી નહીં. ‘બંદૂકધારી અમેરિકન’ને દૂરથી જોવાની બધાંને અદમ્ય ઈચ્છા હતી કારણ કે, ઓસ્ટ્રેલિયામાં એ તમને ક્યારેય જોવા ન મળે – Thanks to our strict gun-laws. :) વેગસથી યોસેમિટી અમારી બસની લાંબામાં લાંબી મુસાફરી હતી અને એ ઓર લાંબી થતી જઈ રહી હતી. પાછલી સીટમાં પર્થ-બોય્ઝમાંથી એક પાસે પોર્ટેબલ સ્પીકર હતાં એટલે તેણે થોડી વાર ગીત વગાડ્યાં અને બધાંને મજા આવી પણ પછી તો તેની પણ બેટરી ખતમ થઇ ગઈ. થોડી વાર અમે પત્તા રમ્યા અને ટાઈમ-પાસ કર્યો. એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે, કલેર, લોરા અને કેઇટલિન એ ટૂર પર મળીને મિત્રો નહોતાં બન્યાં, એ લોકો તો કેનબેરાથી એકબીજાને ઓળખે છે અને સાથે હાઈ-સ્કૂલ ગયાં હતાં. એ તો ફક્ત એવું હતું કે, કેઇટલિન આખું વર્ષ ફરી હતી અને કલેર-લોરા ફક્ત આ એક ટ્રિપ માટે જોડાયા હતાં. અડધી કલાક પછી રાયને કહ્યું કે, તેણે બીજી બસની વ્યવસ્થા કરી છે અને પિત્ઝા અને સોફ્ટ-ડ્રિન્ક્સનો ઓર્ડર કર્યો છે. પિત્ઝા અડધી કલાકમાં આવવાનાં હતાં. પણ, બીજી બસ આવી ગઈ બે કલાકમાં પણ પિત્ઝા ન આવ્યાં. પંદરેક મિનિટ પછી અંતે અમારો ઓર્ડર આવ્યો. બધાં એટલાં કંટાળ્યા હતાં અને ભૂખ્યા થયાં હતાં કે, ન પૂછો વાત. પછી તો ફટાફટ ખાઈને અમે નવી બસમાં આગળ વધ્યા.