રખડતાં ભટકતાં સાત વર્ષ

નિબંધ

આ મહિને મને રખડતાં ભટકતાં સાત વર્ષ પૂરા થયાં. એમ તો ન કહી શકું કે, આ અનુભવ વિષે અને આવા દરેક અનુભવ વિષે હું પૂરેપૂરી માહિતી ધરાવું છું. પણ, એટલું જરૂર કહી શકું કે, આ સાત વર્ષમાં હું ઘણાં એવાં અમૂલ્ય પાઠ ભણી છું કે, જે મને જો સાત વર્ષ પહેલાં (કે, ચાર વર્ષ પહેલાં પણ) કોઈએ કહ્યાં હોત (કે પછી કોઈએ કહ્યાં તો હતાં પણ, જો મને સમજાયા હોત) તો મારું જીવન થોડું સરળ બની શક્યું હોત. હું આજે અહીં જે લખવા જઈ રહી છું તે યુવાનીમાં પ્રવેશતી અને હાલ યુવાનીમાંથી પસાર થઇ રહેલી છોકરીઓને સંબોધીને લખ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, આ જે છોકરીઓ માટે લખું છું તેને સમાન ઉંમરનાં છોકરાંઓ જો આવાં અનુભવો જીવશે પણ ખરાં તો તેમાંથી તેમણે કાઢેલાં તારણો બિલકુલ જુદા હશે. તેમનાં માટે ઘણું બધું બધું કદાચ લાગુ નહીં પણ પડે. પણ, છતાંયે એવું ઇચ્છુ કે, અહીં લખેલાં કશાંકનો તેઓ પણ લાભ લઇ શકે અને તેમનાં મન અને તેમની લાગણીઓ સાથે આ પત્ર વાત કરી શકે. પ્રસ્તુત છે રખડતાં ભટકતાં સાત વર્ષમાં શીખેલી સાત અગત્યની બાબતો –


પ્રિય છોકરી,

હું તારી બહેન છું અને કદાચ તારી પ્રેમિકા પણ છું. મારું નામ મહત્ત્વનું નથી. મારું કામ પણ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે, મેં એક એવું જીવન જીવ્યું છે જે મારાં સમયની મારી ઉંમરની મોટાં ભાગની છોકરીઓને જીવવા નથી મળ્યું. મારી યુવાનીનો શરૂઆતનો મોટો ભાગ મેં એક રીતે એકલાં વિતાવ્યો છે.આ સમય દરમિયાન હું ઘણાં બધાં જૂદાં પ્રશ્નો વિષે ઘણી બધી જૂદી-જૂદી વ્યક્તિઓનો મત લઇ શકતી, મારાં ઘણાં બધાં પ્રેમીઓ પણ હતાં પણ, સાથી કોઈ નહોતું. હજુ પણ નથી. કદાચ એટલે જ હું તારા તરફ હાથ લંબાવી રહી છું. તને જણાવવા માટે કે, તું એકલી નથી. મારાં મોટાં ભાગનાં નજીકમાં નજીકનાં મિત્રો અને સગાંઓને હજુ પણ મારાં જીવન વિષે પૂરી ખબર નથી હોતી. કોઈને મારું જીવન એકલું અને દયાજનક લાગે છે, તો કોઈને મારું જીવન ફક્ત મોજ-મજા અને સ્વતંત્રતાનું એક સ્વપ્ન! વાસ્તવિકતા એ બંને વચ્ચે ક્યાંક રહેલી છે. મારાં સમયમાં મારી ઉંમરનાં કે મારી ઉંમર નજીકનાં મિડલ-કલાસ ઘરોમાંથી આવતાં, જોખમ લેવાનું જીગર ધરાવતાં છોકરાંઓને ભરપૂર દોસ્તારો મળી રહેતાં. પણ, મારાં જેવી છોકરીઓ બહુ એકલી હતી.

મને ખબર નથી કે, તું આ વાંચે છે એ સમયમાં શું અને કેટલું બદલાયું છે. બદલાયું છે પણ કે નહીં એ પણ ખબર નથી. કદાચ હું અહીં જે કઈં કહીશ એ તારાં માટે બહુ જૂની વાત હશે. કદાચ તને આમાંનું કઈં જ વાંચવાની જરૂર નહીં પડે અને તને આ વાંચવાની જરૂર ન પડે તેનાંથી ઉત્તમ બીજું કઈં જ નહીં હોય કારણ કે, તેનો મતલબ એ કે, અહીં લખેલી એક પણ બાબત તારાં માટે હવે પ્રશ્ન નથી રહી. પણ,આ લખું છું ત્યારે મને નથી લાગતું કે, આપણે સમાજ તરીકે હજુ એટલાં આગળ વધ્યા છીએ. એટલે,આ વિષે લખવું અને તારાં-મારાં જેવી, પોતાની જાતને એક યથાર્થ જીવન આપવા મથતી ઘણી બધી છોકરીઓ સુધી આ સંદેશ પહોંચાડવો એ મારી ફરજ છે એટલે મારી સમજ યોગ્ય હું લખીશ જરૂર.

1) ઘર છોડવું બહુ જરૂરી છે – Leave your parents’ home/town ASAP

મને નથી ખબર કે, તું નાની હતી ત્યારે તે કેવાં જીવનનું સ્વપ્ન જોયું છે. તું મારાં જેવી હોઈશ તો તે કદાચ એક કરતાં વધુ અલગ-અલગ જીવનનાં સ્વપ્નો જોયાં હશે. હું નાની હતી ત્યારે ક્યારેક મારે એકગૃહિણીનાં આરામદાયક જીવન (ત્યારે તેવું જ લાગતું) સિવાય કઈં જ નહોતું જોઈતું અને ક્યારેક મને ઇન્દ્રા નૂઈની માફક પેપ્સિકો જેવી અરબોનો વકરો કરતી કંપની ચલાવવાનાં સપના આવતાં. મને હજુ પણ નથી ખબર કે, મારે શું જોઈએ છે. હું હજુ પણ એ સવાલનો જવાબ મારી જાત પાસેથી મેળવી રહી છું. પણ, મને એ ખબર છે કે, જવાબ ખબર ન હોય તોયે ઘર છોડવું બહુ જરૂરી છે. ઘર છોડવું એટલાં માટે જરૂરી છે કે, ત્યાર પછી જ તને ખબર પડશે કે, તે તારાં બાળપણમાં, તારાં ગામમાં જોયેલી/વિચારેલી/સાંભળેલી જિંદગીઓ સિવાય પણ કેટલાં અલગ-અલગ પ્રકારની જિંદગીઓ અસ્તિત્ત્વ ધરાવે છે. કદાચ એવું પણ બને કે, તને ખુશ રાખી શકે એવી જિંદગીનું સ્વપ્ન તો શું, તેનો વિચાર પણ તે કે તારાં ગામમાં કોઈએ નહીં કર્યો હોય.

તારાં માતા-પિતાનાં ઘરે તું કદાચ આરામદાયક જીવન વિતાવતી હશે. પણ, એ જીવન હંમેશા તેમની શરતો મુજબનું હશે અને જો તું પોતે સ્વતંત્ર થયાં પહેલાં કોઈ સાથે લગ્ન કરશે તો પછીનું જીવન તેનાં અને તેનાં પરિવારની શરતો મુજબનું હશે. વળી, એ યાદ રાખજે કે, જે કોઈ તને પ્રેમ કરે છે એ તને ક્યારેય જીવન બદલી નાંખે તેટલું જોખમ ધરાવતાં નિર્ણયો નહીં લેવા દે કારણ કે, એ લોકો તને પ્રેમ કરે છે. તારાં માટે સારામાં સારી અને આરામદાયક જિંદગીથી આગળ એ લોકો તારાં માટે વિચારી પણ નહીં શકે. ‘જે પોષતું તે મારતું એ ક્રમ દીસે કુદરતી’ એ જીવનનું સત્ય છે. જો તારે જોખમોભરી અને ધાર્યા કરતાં પણ સુંદર જિંદગી જીવવાનો પ્રયત્ન કરવો હોય તો તારે ઘરથી દૂર જવું પડશે. તને બાળપણથી જાણતી દરેક વ્યક્તિથી દૂર જવું પડશે કારણ કે, એ લોકો અને એ લોકોએ તારાં અને તારી ક્ષમતાઓ વિષે તેમનાં મનમાં બનાવેલું ચિત્ર એ જાણતાં કે અજાણતાં તારી મર્યાદા બની જશે.  મર્યાદાઓની પાર જવું હશે તો એવી જગ્યાએ જવું પડશે જયાં તને કોઈ જાણતું ન હોય. એ જગ્યાએ તું કોઈ પણ હોઈ શકે છે અને કઈં પણ કરી શકે છે. તું ઈચ્છે તે વ્યક્તિ બની શકશે. પોતાની જાતને અજાણ/અણધાર્યા સંજોગો આજે સ્થળોમાં ધકેલતી રહેવી બહુ જરૂરી છે. Comfort zone is a beautiful place, but nothing ever grows there

2) ઘર તારાંથી છે; તું ઘરથી નથી – Home is indeed where the heart is

‘ઘર’ એ મોટાં ભાગે તારાં મનની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા તું જેટલી બદલવા ઈચ્છીશ તેટલી બદલી શકીશ. જે મકાનમાં તું રહે છે તેને તું ઘર માનીશ તો એ ઘર હશે અને જો નહીં માને તો એ ઘર નહીં હોય. આ વસ્તુ તને જેટલી જલ્દી સમજાશે તેટલું જીવન આસાન બની રહેશે.

3) દરેક સ્વતંત્રતાની શરૂઆત નાણાંકીય સ્વતંત્રતા છે – Beggars can’t be choosers

આપણાં દેશમાં – હું જયાંથી આવું છું તેવાં અને તેનાંથી નાના ગામોમાં (અમુક હદે મોટાં ગામોમાં પણ) આજ-કાલ છોકરીઓને કામ કરવાની અને તનતોડ મહેનત કરીને ‘કરિયર’ બનાવવાની સ્વતંત્રતા છે. પણ, બાકી કોઈ જ સ્વતંત્રતા નથી. જલસા કરવાની સ્વતંત્રતા નથી. ગમે તેટલી મહેનત કર્યા પછી પણ અંતે તો ‘ગુડ ગર્લ’ બનીને જ રહી જવું પડે છે. એ સ્વતંત્રતા જરા છીનવવી પડે તેવું છે. હું નસીબદાર છું કે, મારાં પરિવારમાં અને મારી સાથે તો ક્યારે તેવાં સંજોગો નથી આવ્યા પણ, મારી ઘણી બધી મિત્રોનાં જીવનમાં આવ્યાં છે. સો વાતની એક વાત એ છે કે, જો તું પોતાનાં ‘રોટી,કપડાં,મકાન’નો ખર્ચ ન ઉઠાવી શકે તો જે એ ખર્ચ ઉપાડશે તેમને હું હંમેશા જવાબદાર હોઈશ. વ્યાપારમાં જેમ ‘Negotiation skills’ અગત્યની છે તેમ પોતાની મરજીનું જીવન જીવવા માટે પણ એ આવડત અગત્યની છે. કોઈ પણ negotiation(મંત્રણા/વાટાઘાટ)માં જો તું તને મળતી ઓફરને તને જોઈતી ઓફર માટે નકારી શકે તો એ neogtiationનો અંતિમ નિર્ણય તારી તરફેણમાં જવાની શક્યતા વધુ છે. તેવું બાકીનાં વવ્યવહારુ જીવનમાં પણ છે. જો તું તારાં પાલનહાર (માતા-પિતા કે અન્ય કોઈ)નાં ઘરથી બિલકુલ અલગ પોતાનું ઘર અને પોતાનું જીવન બનાવવાની અને જાળવવાની સ્વતંત્રતા કેળવી શકે તો તું ઈચ્છે તે/અન્ય કોઈને હાનિ ન પહોંચાડે તેવું કઈં પણ કરી શકે તેની શક્યતા વધી જશે. તને કોઈ તારી મરજીનું જીવન જીવવા માટે ઘરમાંથી કાઢી મૂકવાની કે જીવન નિર્વાહ કરવા જરૂરી ચીજોમાંથી બાકાત રાખવાની ધમકી નહીં આપી શકે. કોઈ તારી મરજી અને આદર્શો વિરુદ્ધનું જીવન જીવવા માટે તને આગ્રહ પણ નહીં કરી શકે.

તેનો મતલબ એવો નથી કે, હું તને ‘મારું-તારું’નાં ભેદ રાખવાનું કે તારાં પરિવાર પ્રત્યે લાગણી ન રાખવાનું કહું છું. એ બંનેમાંથી કઈં પણ હું તને ક્યારેય નહીં કહું. તારાં પરિવાર અને મિત્રોને જરૂર પડે ત્યારે તેમનાં માટે હાજર રહેવું અને તેમને બની શકતી મદદ કરવી એ બહુ જરૂરી છે. તારું જીવન અને તારાં સંબંધો તેનાંથી વધુ ગાઢ અને મધુર બનશે. પણ, જીવનની નાનામાં નાની વસ્તુ માટે તેમનાં પાર આધાર રાખવો બિલકુલ જરૂરી નથી અને તું એ રીતે જેટલી વધુ સ્વતંત્ર થઇ શકીશ તેટલું વધુ ઓવરઓલ સ્વતંત્ર જીવન જીવી શકવાની શક્યતાઓ વધી જશે.

4) બહાદુરી સંપૂર્ણતા કરતાં વધુ અગત્યની છે – Bravery trumps perfection. Always.

દરેક બાબતે સંપૂર્ણ હોવું બિલકુલ જરૂરી નથી. આપણે ત્યાં પેલો ‘ઓલ રાઉન્ડર’વાળો ખ્યાલ પ્રવર્તિત છે એ જરા વિચિત્ર છે. જો તું ‘ઓલ રાઉન્ડર’ હો અને તને તેમ રહેવું ગમતું હોય તો ખૂબ સારું. પણ, વાસ્તવિક જીવનમાં જોઇશ તો તને દેખાશે કે, દરેક વિષયમાં ‘જીનિયસ’ અને/અથવા અતિશય સફળ માણસો ‘ઓલ રાઉન્ડર’ નહીં પણ, ‘સબ્જેકટ મેટર એક્સપર્ટ’ (જે-તે વિષયમાં નિષ્ણાત) છે. એટલે, દુનિયા અને સગા-વ્હાલાઓની જે અપેક્ષા હોય તે, તું તને જે વિષય/વિષયોમાં રસ પડતો હોય તેમાં નિષ્ણાત કક્ષાની યોગ્યતા મેળવવા પર અને તેને તું કમર્શિયલી – પોતાનાં બિલ ભરવા અને જીવનનિર્વાહ માટે કઈ રીતે વાપરી શકે છે તેનાં પર ધ્યાન આપીશ તો તું ખૂબ આગળ વધી શકીશ.

ઘણી વખત તને એવી તક મળશે કે, જેનાં માટે તું બિલકુલ તૈયાર નહીં હોય. ઘણી વખત એવી તકો માટે તારે સામે ચાલીને હાથ લંબાવવો પડશે. And that’s totally fine! એવી નોકરીઓ કે, જેનાં જોબ-ડિસ્ક્રિપશનનાં માત્ર 60 કે 70 ટકા જ તને ખબર હોય તેવી જોબ માટે અપ્લાય કરવું બહુ જરૂરી છે. વધી વધીને શું થશે? તેમની ના આવશે. તારે ગુમાવવાનું કઈં જ નથી. હા આવી તો? જે 30-40 ટકા વિષે તને ખબર ન હોય તે તું કામ કરતાં-કરતાં શીખી જઈશ. એવું જીવનમાં લગભગ દરેક વસ્તુમાં લાગુ પડે છે. તને કોઈ છોકરો ગમતો હોય તો તું સામેથી પહેલ કર! વધી વધીને શું થશે? એ ના પડશે. પણ હા આવી તો? :) જો કઈં ગુમાવવાની તૈયારી નહીં હોય તો કઈં મળશે પણ નહીં એ પણ એક અફાર સત્ય છે. ‘Fear of rejection’ કે, જેનાં કારણે આપણે જોખમો નથી લેતાં હોતાં એ મોટાં ભાગે અહંકારનું પરિણામ છે અને અહંકાર એ દુનિયાની બહુ થોડી વસ્તુઓમાંની એક છે કે જે, તું જેટલી વધુ ગુમાવીશ તેટલી વધુ ફાયદામાં રહીશ. Take risks and jump! Head first! If not now, when will you?

5) ધર્મ તને ઘણું બધું મેળવવાથી વંચિત રાખશે

આ અને આનાં પછીનો – એ બંને મુદ્દા તને થોડાં વિવાદાસ્પદ લાગશે પણ, સ્ત્રીઓને ડગલે ‘ને પગલે ધાર્મિક સિદ્ધાંતોએ રોકતી મેં જોયેલી છે. હાલમાં અનુસરવામા આવતાં દુનિયાનાં લગભગ તમામ મોટાં ધર્મો એ સમયમાં લખાયાં અને/અથવા તેનું હાલમાં popular cultureમાં અનુસરાતું અર્થઘટન એ સમયમાં થયું છે જે સમયમાં સ્ત્રીઓ અને બાળકો દ્વિતીય કક્ષાનાં નાગરિકો ગણાતાં હતાં. તેમનાં પર નિયમો વધુ હતાં અને તેમનાં હકો બહુ ઓછાં હતાં. ધર્મ અને ફિલસુફી શરૂઆતી સમયમાં દુનિયાનાં સત્યો જાણવા માટેનાં સાધનો હતાં. એ સાધનો ઘણી વખત સાચાં હતાં અને ઘણી વખત ખોટાં. દરેક એવી વસ્તુ કે, જેની વ્યાખ્યા આપણી પાસે નહોતી એ દરેક ‘ભગવાન’ હતી.

પણ, એ સમયથી આજ સુધીમાં આપણી પાસે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ નામનું એવું સાધન આવ્યું છે કે, જે છેલ્લાં ઘણાં બધાં વર્ષોથી પ્રયોગો અને પુરાવાની રીતથી દુનિયાનાં નવાં સત્યો શોધવામાં ખૂબ જરૂરી મદદ કરી રહ્યું છે. ધર્મ અને ફિલસુફી કરતાં આ સાધન વધુ ખામીરહિત પણ છે. આપણે ત્યાં વિજ્ઞાન ભગવાનની હાજરી કઈ રીતે સાબિત કરે છે તેનાં હજારો ખોટાં વિધાનો ધરાવતાં અમુક માધ્યમ છે – છાપું, વૉટ્સએપ અને નકામાં ફેસબુક ફોરવર્ડ્સ. આ ત્રણેથી જેટલી દૂર રહીશ તેટલું પણ વધુ સારું રહેશે કારણ કે, આ તમામમાં છપાંતી એવી ઘણી બધી માહિતી યા તો સદંતર ખોટી હોય છે અથવા તેનું અર્થઘટન એકદમ ખોટું થયેલું હોય છે. જીવનનાં દરેક ખોટાં જતાં નિર્ણયો અને તકલીફો વખતે ‘ભગવાન’ પર મદાર ન રાખવાનો એક ફાયદો એ છે કે, તું પોતાનાં દરેક નિર્ણયો અને પસંદગીઓની જવાબદારી લેતાં શીખી જઈશ અને જે થઇ રહ્યું છે એ શા માટે થઇ રહ્યું છે એ સમજવા બાબતે વધુ સજાગ થઈશ. તારો વાંક ન હોય કે તને ખબર પણ ન હોય તે રીતે પણ તારાં જીવનમાં ઘણું સાચું/ખોટું થશે. પણ, આવું ઘણી વખત બિલકુલ ‘random’ (આડાંઅવળાં) કારણોથી પણ થતું હોય છે અને ઘણી વખત એટલા માટે પણ કે, લોકો હંમેશા નિષ્પક્ષ કે વ્યાજબી નથી હોતાં. તારી કિંમતી વસ્તુની ચોરી થાય અને એવું બે ત્રણ વખત બને તો પણ તેમાં વાંક તારો નથી, તારો સમય પણ ખરાબ નથી ચાલતો કે તેનાં માટે તારે વ્રત/ઉપવાસ કરવા પડે અને કોઈ અગમ અકળ ‘ભગવાન’ તારાથી ગુસ્સે પણ નથી કે તેને તારે મનાવવા પડે. ઘણી વખત બુરી ઘટનાઓ બનતી હોય છે. કોઈ કારણ વિના. ઘણી વખત આવી ઘટનાઓ ઉપરાઉપરી ત્રણ-ચાર વખત બહુ નાનાં ગાળામાં બનતી હોય છે. That’s totally fine! It happens to each one of us so many times in life. It doesn’t always ‘mean something’. This is a super paradoxical statement but the sooner you learn to try and find the reasons and meaning behind things using science the better you will be make sense of it and at the same time you need to stop wanting to make sense of every single thing out there. Sometimes things are like that. They don’t make sense. Sometimes they don’t make sense immidiately but they do in hindsight and that’s fine too. What’s not fine is being lazy and associating it all with ‘god’ instead of trying to find your own answers. Chasing meaning is a difficult path to be on but, you will be better off living that life than not.

6) પ્રેમ કરવો અને જેટલી વાર કરવો તેટલી દરેક વાર ખુલ્લી હથેળી રાખીને કરવો – Love like you’ve never before and love as many guys/girls as you want to

આપણે ત્યાં આપણી જનરેશનને પ્રેમ અને તેનાં વિશેનું બધું લગભગ ફિલ્મો અને ટેલિવિઝન પરથી જ જાણવા મળ્યું છે અને એ દરેક કહાનીઓમાં એક હીરો અને એક હિરોઈન અંતે યા તો ‘ખાધું, પીધું અને રાજ કર્યું’વાળી કહાની જીવે છે અથવા બેમાંથી એક (કે બંને) ગુજરી જાય છે. વાસ્તવિક જીવનમાં પ્રેમ અને પ્રેમ-લગ્ન કરવા માગતી દરેક વ્યક્તિ માટે આ ચિત્ર બહુ જ અધૂરું છે. વાસ્તવિક જીવનમાં મોટાં ભાગનાં લોકો કે, જે ‘અરેન્જડ મેરેજ’ નથી કરતાં તેમાંથી મોટાં ભાગનાં એક નહીં પણ, એક કરતાં વધુ ‘પ્રેમ કહાનીઓ’ જીવે છે. વાસ્તવિક જીવનમાં પ્રેમ પછી ઘણું બધું બદલાતું હોય છે. લોકો શહેર/દેશ બદલતાં હોય છે, લોકો મોટાં થતાં હોય છે અને તેમનાં વિચારો બદલાતાં હોય છે, પ્રેમ ઊડી જતો હોય છે, પાંચ-સાત વર્ષનાં સંબંધ પછી અચાનક સમજાતું હોય છે કે, આ વ્યક્તિ સાથે જીવી નહીં શકાય, વગેરે. પ્રેમ-સંબંધો તૂટવાનાં ઘણાં કારણો હોય છે એટલે એ વિષે મહેરબાની કરીને અપરાધભાવ ન રાખીશ. વાસ્તવિકતા એ છે કે, આપણને જે ઉંમરમાં પહેલી વખત પ્રેમ થતો હોય છે એ ઉંમરમાં અને તેનાં પછીનાં ઓછાંમાં ઓછાં સાતથી આઠ વર્ષ સુધી ખબર પણ નથી હોતી કે, આપણને ખરેખર કેવી વ્યક્તિની જરૂર છે, આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે કઈ રીતે બદલાઈએ છીએ, આપણે કઈ કઈ રીતે અઘરાં અને impossible છીએ, આપણે કઈ કઈ ત્રાસજનક અને કંટાળાજનક આદતો સાથે જીવી શકીશું અને શેની સાથે જીવી નહીં શકીએ. ‘Happily ever after’ માટે આ દરેક વસ્તુની ખબર હોવી જરૂરી છે. જો સૌથી પહેલી વખત પ્રેમ થાય તેની સાથે રહીને, સંબંધ તોડવાની જરૂર પાડ્યા વિના જો આ બધું જાણી શકાય તો, બહુ સરસ અને તારે લૉટરી ટિકિટ ખરીદવી જોઈએ – ચાન્સ તારી તરફેણમાં છે. :) પણ, મોટાં ભાગનાં મારાં જેવા સામાન્ય લોકો આ ખબર પાડવા માટે જૂદી જૂદી વ્યક્તિઓ સાથે પ્રેમ (અને heartbreak)માં પડતાં હોય છે. It is very very normal to have multiple relationships in your teens and twenties. Don’t ever feel guilty about it unless you were being a horrible person to your partner or wronged them in some way. Definitely never feel guilty if you gave it your all but it didn’t work out. Shit happens!

બીજી અગત્યની વસ્તુ એ છે કે, તું કઈ જાતિ (સ્ત્રી કે પુરુષ)ની, કેટલી (વધુ કે ઓછી) વ્યક્તિઓ સાથે, પ્રેમમાં કે પ્રેમ વિના શારીરિક સંબંધ ધરાવે છે એ કોઈનો પ્રોબ્લેમ નથી અને હોવો પણ ન હોઈએ. શરીર તારું છે અને પસંદગીઓ પણ તારી જ છે અને રહેશે. ફક્ત ત્રણ વસ્તુઓ વિષે હું તને બને તેટલી જલ્દી બને તેટલી વધુ માહિતી મેળવવાનું કહીશ – એસ.ટી.ડી. (STDs), એસ.ટી.આઈ (STIs). અને દરેક પ્રકારનાં ગર્ભનિરોધક (contraceptions) તેનાં ફાયદા અને ગેરફાયદા સાથે. બાકી તારાં પ્રેમ અને તારાં સંબંધો વિષે સમાજ કે દુનિયા કઈં બોલતી હોય તો તેનાં પર ધ્યાન આપવામાં બહુ માલ નથી. લોકો મનોરંજન માટે આવી પંચાતો કરતાં હોય છે અને જેટલાં જલ્દી પંચાત કરે તેટલાં જ જલ્દી ભૂલી પણ જતાં હોય છે. It’s unrealistic and stupid to expect your first relationship to work. Not having multiple relationships is not a goal – don’t make it one. Break-ups hurt and they should because that’s what tells you that it was worth it. At the same time don’t let the heartbreaks make you a bitter person. Love is worth fighting for and waiting for. If you let it drive your life and your actions it will take you far in beautiful new places that you won’t regret going to.

Loving yourself is the most important beacuse you can’t give what you don’t have. તારે ડરવાનું તેનાંથી નથી જેની સાથે તું જીવન નહીં વિતાવે અને બ્રેક-અપમાંથી પસાર થશે. તારે ડરવાનું તેનાંથી છે કે, તું ખોટાં સંબંધમાં, ખોટી વ્યક્તિ સાથે જીવન વિતાવશે તો? તારો એ એક નિર્ણય તારાં જીવનનાં દરેક નિર્ણયો પર અસર કરશે એટલે તને હાનિ કરતાં કે તારો વિકાસ રૂંધતા સંબંધો તૂટે તો તેનું બહુ દુઃખ ન રાખવું અને એ સામેથી તોડવામાં છોછ તો બિલકુલ ન રાખવો.

7) જાતને જાણવાનું કામ દુનિયા જાણવા કરતાં વધુ અગત્યનું છે – The only journey is the one within

તારાં મનમાં ઊભાં થતાં લગભગ દરેક સવાલનો જવાબ તને તારાં મનમાં મળશે. ઘણી વખત એ જવાબ તરત જ મળશે અને ઘણી વખત થોડાં સમય પછી. પણ, તારે સવાલો પૂછતાં રહેવું પડશે અને જવાબ ન મળે ત્યાં સુધી તેમને પકડી રાખવા પડશે. તું નવાં સ્થળો જોઈશ અને પ્રવાસો કરીશ એ તને કદાચ તારાં જવાબો મેળવવાની દિશા ચિંધી શકશે પણ એ જવાબો તો અંતે તું પોતાને સમજવાનું શરુ કરીશ ત્યારે જ મળશે. જાતને સમજવી એ દુનિયાને સમજવાનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. જે દિવસે તું જાતને પૂરી સમજી જઈશ એ દિવસે તું દુનિયાને પણ સમજી જઈશ. જાતને સમજવાનાં એક કરતાં વધુ રસ્તા છે. રખડવું અને ટ્રાવેલિંગ તેમાંનો એક રસ્તો છે – એ જ ફક્ત એક રસ્તો નથી. તને ગમતી કળા અને તેનો અભ્યાસ, તારાં વિચારો અને લાગણીઓનો અભ્યાસ, પુસ્તકો, તારી સાથે સંકળાયેલી દરેક વ્યક્તિઓ, તેમનાં જીવન અને તેમનાં તારી સાથેનાં સમીકરણોનું અવલોકન – તેવાં પણ બીજા અનેક રસ્તા છે. તું કયા રસ્તે જઈશ એ તારે નક્કી કરવાનું છે.

 

9 thoughts on “રખડતાં ભટકતાં સાત વર્ષ

  1. A very big thank you for sharing this. you are always at right time and right place for me. Again thanks for such a inspirational letter.

  2. પ્રિમા, ખુબ સરસ પત્ર – પોતાના અનુભવોને આજની પેઢી સાથે શેર કરવાનો. હું પણ માનું છું કે આ છોકરીઓ અને છોકરાઓ બંનેને લાગુ પડશે. હું કદાક તમારાથી થોડા વરસ પહેલા જન્મી હતી, એટલે મેં મુદ્દા નંબર ૧,૨,૩,૪ અને ૭ જીવ્યા છે, પરંતુ ૫ અને ૬ માટે હું થોડી જુનવાણી છું. મારી દીકરી ૧૪ વરસની છે એટલે મેં એને આ વાંચી સંભળાવવાનું નક્કી કર્યું છે કારણ કે હું જાણું છું એના જીવનના પ્રસંગો, પસંદગી અને પ્રાથમિકતાઓ મારાથી ઘણા જુદા હશે અને મારે મારી માન્યતાઓમાં યથા સમય બદલાવ લાવવો પડશે :( અને :).

  3. “મોજમાં રહેવું , ખોજમાં રહેવું ને બની શકે તો રોજમાં રહેવું” – આ યાદ રાખવામાં આવશે :)

  4. ટો’ટલ્લી એગ્રી :) તમે સિક્સ નહિ પણ સાત મુદ્દાઓ વડે સેવન્થ મારી છે !!

    એક પણ મુદ્દામાં મારાથી દલીલ થાય તેમ જ નથી કારણકે હરેક મૂંઝવણને તમે મૂળ સોતી ઉખેડી નાખી છે. જયારે વ્યક્તિ મૂંઝાય કે ખલેલ પામે ત્યારે જો પહેલો સંવાદ ખુદની સાથે માંડે તો તેને ખ્યાલ આવે કે તેની પાસે તો પહેલેથી જ અનલિમિટેડ ડેટા પડ્યો છે , જરૂર છે માત્ર યોગ્ય એક્સેસ’ની. વ્યક્તિ જયારે પોતાના દમ પર એકલો ચાલી નીકળે છે ત્યારે જ તેને પોતાની કંપની મળતી થાય છે અને મૌન થઇ જાય છે ત્યારે જ અંદરથી એક અવાજ સંભળાય છે . . . પછી ભલે તેને દિશા મળે કે ન મળે પણ દિશાસૂઝ પડવા માંડી હોય છે ! જાતને ઓળખ્યા બાદ મેટ્રિક્સ’ના નિયો’ની જેમ હવામાં જ બધી વછૂટતી ગોળીઓ સ્થિર થઇ જાય છે !!!

    મોજમાં રહેવું , ખોજમાં રહેવું ને બની શકે તો રોજમાં રહેવું :)

    [ બાય ધ વે : અગેઇન બઘડાટી ઓન ધ રોક્સ બોલાવી દીધી છે ! ]

Comments are closed.