મોન્ટ્રિયાલ ફોટોઝ – ફાઈનલી!

કેનેડા, ફોટોઝ, મોન્ટ્રિયાલ

એક કહેવત છે કે, ‘Perfect is the enemy of Good’. આ પોસ્ટનાં કેસમાં કંઈક એવું જ થયું. હમણાં હું એક પરીક્ષા અને એક શોની તૈયારી કરી રહી છું. તે બંનેની ડેડલાઈન ઓગસ્ટનો અંત છે અને મને એ બે સિવાયની ત્રીજી બાબત વિચારવાનો બિલકુલ સમય નથી રહ્યો. એ ઉપરાંત મારી દિવસની જોબમાં પણ હમણાં એક ‘all consuming’ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનાં કારણે મોન્ટ્રિયાલનાં ફોટોઝનું ક્લીન-અપ અટકી પડ્યું.

લગભગ 400 ફોટોઝ ક્લીન કરતાં અને યોગ્ય ક્રમમાં ગોઠવતાં (કારણ કે, ફોન અને કેમેરા ફોટોઝ મિક્સ છે) ઓછામાં ઓછી બે કલાક લાગે અને ‘આવતાં અઠવાડિયે’ સમય મળશે ત્યારે ક્લીન કરીને પોસ્ટ કરીશ એમ વિચારતાં વિચારતાં ત્રણ અઠવાડિયા નીકળી ગયાં અને સમજાયું કે, એ રીતે રાહ જોઇશ તો તો 2 મહિને પણ મારો આરો નહીં આવે અને જ્યાં સુધી એ પોસ્ટ નહીં કરી લઉં ત્યાં સુધી મારાં યોગ્ય ક્રમમાં જ પોસ્ટ કરવાનાં OCDને રાહત નહીં મળે અને કઈં જ નહીં લખી શકાય. એટલે હવે જેમ છે તેમ ને તેમ ફોટોઝ પોસ્ટ કરું છું. સોનામાં સુગંધ – આ વખતે ફક્ત લિન્ક, કોલાજ પણ નહીં. :P સમય મળશે ત્યારે એ આલબમનું ક્લીન-અપ કરીશ. ત્યાં સુધી ‘અસુવિધા કે લિયે ખેદ હૈ’. એક વખત તો આવું પણ ચાલે. ફોટોઝ માટે નીચેની લિન્ક ક્લિક કરો.

https://goo.gl/photos/q2PBoAc2mD6YfjNC6

5 thoughts on “મોન્ટ્રિયાલ ફોટોઝ – ફાઈનલી!

  1. ક્લિકા’ક્લીક બોલાવી દીધી છે :D

    ચર્ચ અને આસપાસનો માહૌલ અદભુત છે . .

    મને પણ કેમેરા વધુ પસંદ છે [ મોબાઈલ જાણે કે હજુ પુખ્ત નથી થયો ! ]

  2. કેમેરા વાપરવાનો એટલે બંધ કર્યો છે. આ શું ઝંઝટ. મોબાઇલમાં હવે મસ્ત ફોટોસ આવે છે (હા, બેટ્રીના લોચા ખરા).

  3. Thank you! દરેક વખતે ફોટોઝ ક્લીન-અપ કરવાનું કામ સૌથી વધુ સમય માંગી લેતું હોય છે. કૉપીઝ ડિલીટ કરવાની, ધૂંધળા ફોટોઝ હટાવવાનાં વગેરે. આ વખતે સમયનાં અભાવે પહેલી વખત એ બધું કર્યા વિના જેટલા ફૉટૉઝ પાડ્યાં તેટલાં જેમનાં તેમ શેર કર્યા છે. :)

Comments are closed.