આ પોસ્ટ માટે આટલી રાહ જોવડાવવા માટે વેરી વેરી વેરી સોરી! પણ, હવે ઘરે ફાઈનલી ઈન્ટરનેટ કનેક્શન લેવાઈ ગયું છે ગયા અઠવાડિયાથી એટલે હવેથી પોસ્ટ વધુ નિયમિતપણે પબ્લિશ કરવામાં આવશે. :) એની વે, જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી હવે આગળ વધુ. ગ્રેટ ઓશિયન રોડ ડે ટ્રિપનાં ફોટા અને પછીની પોસ્ટમાં છેલ્લા બે દિવસની વાત! તમને તો થતું થશે પણ મને પોતાને એમ થાય છે હવે કે, આ મેલબર્ન તો બહુ ચાલ્યું હવે! :D પણ, અધૂરું તો નહીં જ મૂકું અને ઉતાવળીયું લખીશ પણ નહીં. પણ, માર્ચ આવી ગયો છે અને હજુ મારી જાન્યુઆરીની કથા ચાલુ છે. એટલે આ મહિને થોડી વધુ પોસ્ટ કરીને સમયની સાથે તો જરૂર થઇ જઈશ.
ઓવર ટુ ગ્રેટ ઓશિયન રોડ: