નવી જીવનશૈલી પર ચિંતન

ઓસ્ટ્રેલિયા, નિબંધ, પર્થ

આગળની પોસ્ટમાં જેનો ઉલ્લેખ કર્યો હતો એ ‘હાઉઝ-મૂવ’ અંતે ત્રણ મિત્રોની મદદથી સફળતા-પૂર્વક પાર પડ્યું.  બહુ નાજુક ક્ષણ હતી એ જ્યારે જૂના ઘરમાંથી છેલ્લી વસ્તુ લઈને કારમાં મૂકી અને ખબર હતી કે, આ તરફ આ રીતે પાછું ફરવાનું હવે પછી ક્યારેય નહીં થાય. વધુ ખુશી હતી અને જરાક ડર.  છેલ્લે કારમાં બેસતાં પહેલા નાટકીય ઢબે મેં પહેલા ઘર સામે અને પછી મારા મિત્ર સામે જોઇને કહ્યું પણ હતું “સો … ધિસ ઈઝ ઇટ!” અને પછી પેલી ‘હીરો’વાળી સ્માઈલ! નવી જીવનશૈલીમાં પ્રવેશ કર્યાને 3 અઠવાડિયા થઇ ગયા છે એટલે મારા રોજબરોજનાં જીવનને એક ઓપ મળી ચૂક્યો છે.  શરૂઆતનો નવી જગ્યાનો ઉત્સાહ પણ ઓસરી ચૂક્યો છે એટલે, કેટલું ખરેખર મારી રોજનીશીમાં વણાઈ ગયું છે અને કેટલું ફક્ત હંગામી ધોરણે થયું અને થઇ શકે તેમ છે તે સ્પષ્ટ થઇ ગયું છે. વળી, એટલો બધો સમય પણ નથી થયો કે, મારી આજ પહેલાની 4 વર્ષની જીવનશૈલીની સ્મૃતિઓ ઝાંખી થઇ જાય. એટલે, નવા ઘરમાં આવ્યા પછીનાં મારી જીવનશૈલીનાં પરિવર્તન અને મારી જાત વિશેની મારી માન્યતાઓમાં થયેલાં ફેરફારો નોંધવાનો સમય બરાબર પાકી ચૂક્યો છે.

નવા ઘરનું સેટ-અપ મેં ફક્ત એક જ વીક-એન્ડ (શનિવાર અને રવિવાર)માં પતાવ્યું. તેમાં બોક્સ અનપેક કરવાથી માંડીને, ઘરનાં અમુક ભાગો પર ઝાડુ ફેરવવું, ચીજો ગોઠવવી, બોક્સ રીસાઈકલ બિનમાં નાખવા અને નવો સામાન ખરીદવા સુધીનું બધું  આવી જાય છે. નવા સામાન ખરીદવા બાબતે તો એવું થયું કે, મને મનમાં એમ હતું કે, એટલું ખાસ કંઈ લેવાનું નથી. લિસ્ટ લાંબુ હતું પણ ઝીણી ઝીણી વસ્તુઓનું હતું. પણ, જ્યારે ખરેખર ખરીદી કરવાની શરૂઆત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, મેં એ ચીજોનાં બોક્સિંગની સાઈઝ સીરિયસલી અન્ડર-એસ્ટીમેટ કરી હતી. આખી ટ્રોલી ભરાઈ ગયેલી અને સખત ભારે! અને માઈન્ડ વેલ, મેં લિસ્ટ બહારની એક પણ વસ્તુ ઉઠાવી નહોતી. ઇન ફેક્ટ આખું લિસ્ટ પણ હજુ કવર નહોતું થયું. આ પરથી હું એ સાર પર પહોંચી છું કે, મને ખરેખર બિનજરૂરી એક પણ વસ્તુ ભેગી કરવાની આદત નથી અને એ પ્રકૃતિ જાળવી રાખવા જેવી છે. બિનજરૂરી વસ્તુની મારી વ્યાખ્યા – જો એ વસ્તુ મારી નજરની સતત સામે રહેવાની હોય તો એવી વસ્તુ જે હું આ અઠવાડિયામાં નથી વાપરવાની, જો પેન્ટ્રી કે સ્ટોરેજમાં રહેવાની હોય તો એવી વસ્તુ જે હું ઓછામાં ઓછું દર બે-ત્રણ મહિને નથી વાપરવાની. તેનાંથી ઘર ફેરવવા વખતે તો ફાયદો થાય જ છે, એ ઉપરાંત પણ પૈસાની બચત અને જગ્યાની બચત નફામાં. મેનેજમેન્ટમાં આનાં વિષે એક બહુ યોગ્ય કન્સેપ્ટ છે – ‘લીન’. Just in Case નહીં પણ Just in time વાળી વૃત્તિ.

હજુ ઘર માંડ્યું જ હતું ત્યારે હું જોતી કે, દરેક નાની મોટી વસ્તુ મારે ત્યારે ને ત્યારે તરત જ અરીસા જેવી સાફ કરી નાંખવી હોતી. એ વલણ શરૂઆતમાં તો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર (ઓસીડી) કક્ષાનું હતું. પણ, સમય જતાં હવે થોડું ઓસીડીનું લેવલ ઘટ્યું છે એવું લાગે છે. હજુ પણ બધું સ્પાર્ક્લિંગ ક્લીન તો રાખું જ છું. પણ, હવે તેમાં થોડી ડિસિપ્લિન આવી છે અને ફક્ત એ જ વસ્તુ 24 કલાક મારા મગજ પર સવાર નથી રહેતી. ‘અતિ સર્વત્ર વર્જ્યેત’નો શાબ્દિક અર્થ તો હંમેશા ખબર જ હતો પણ આ અનુભવ્યા પછી તેનો પ્રેક્ટિકલ મતલબ સમજાયો. સારી આદતોને પણ ડિસિપ્લિનની જરૂર હોય છે ખરી! વળી, આ ઘરમાં હું જેટલી ચોખ્ખાઈ રાખું છું તેને મારા પહેલાનાં 3 ઘરની પરિસ્થિતિ સાથે સરખાવું છું ત્યારે હું મારી મનોસ્થિતિ પ્રત્યે કેટલાક તારણો પર આવી છું.

એ દરેક ઘરોમાં ચોખ્ખાઈ ટોપ નોચ ન રહેતી તો તેનાં વિષે મને અણગમો રહેતો પણ મેં તેની અભિવ્યક્તિ કર્યાનું યાદ નથી. વળી, આ તો બહુ નાની વસ્તુ છે – કંઈ વાંધો નહીં વાળો મારો એટીટ્યૂડ રહેતો. કે પછી એ મારો ભ્રમ હતો. આ ઘરમાં હું જે શાંતિ અનુભવું છું તેનાં પરથી તો એવો ભાસ થાય છે કે, કદાચ હું એ બાબતે ક્યારેય ‘ઓકે’ થઇ જ નહોતી શકી. મારા ન બોલવાનું કારણ પણ કદાચ દલીલ અને આક્ષેપોમાં ન પડવાની ઈચ્છાની વૃત્તિને લીધે હતું, હું ખરેખર એ વિષે પરવાહ નહોતી કરતી તેવું નહોતું. જો એકલા રહેતાં હું આટલી ઓબ્સેસિવ હોઉં ઘર કઈ રીતે રહેવું જોઈએ એ બાબતે તો મારો મૂળ રંગ કદાચ આ જ છે અને પેલો મધર ટેરેસાવાળો કદાચ ફક્ત એક એક્ટ હતો. મારા બેક ઓફ માઈન્ડમાં હું આ બાબતે કદાચ સતત અકળાયેલી રહેતી ત્યારે. કદાચ passive aggressive છું હું. Quite fascinating what living by yourself can really teach you about yourself!

આ ઘરમાં રહીને પ્રોડક્ટીવિટી હું માનતી હતી તેટલી ખરેખર વધી છે. લાઉન્જ રૂમમાંથી ફક્ત એક ટેબલ ખસેડીને મારા લાઉન્જને મારો સ્ટૂડીઓ બનાવી શકવાની સ્વતંત્રતાએ મને બહુ ખુશ કરી છે. વળી, નોંધું છું કે, ઘરમાં અન્ય કોઈની અવરજવર ન રહેવાથી મને માનસિક રીતે મારો એક ઝોન મળે છે. શ્વાસ લેવાની જગ્યા મળી હોય તેવું લાગતું રહે છે એટલે કામ કરવાની મજા આવે છે. મારા ડ્રોઈંગ પર કામ કરતી હોઉં ત્યારે અમુક વસ્તુઓ થોડાં સમય સુધી બહાર રાખવાની મને આદત છે. પણ, આવું કરવામાં જયારે અન્ય હાઉઝ-મેટ્સ સાથે રહેતી ત્યારે બહુ રોક-ટોક થતી અને એ મને ગમતું નહીં. તેની અસર મારા કામ પર પૂરી પડી હતી. હવે જોઉં છું કે, છેલ્લા બે અઠવાડિયામાં મેં મારા ડ્રોઈંગમાં છેલ્લા વીસ અઠવાડિયા કરતાં પણ વધુ પ્રોગ્રેસ કર્યો છે. લાગે છે કે, હવે જ્યારે હું ફરી અન્ય લોકો (પાર્ટનર, ફ્રેન્ડ્સ કે પેરેન્ટ્સ કોઈ પણ) સાથે રહું ત્યારે મારે સારી એવી મોટી જગ્યા ફક્ત મારા પોતાનાં માટે રાખવાનો આગ્રહ રાખવો જોઈએ અને મારા કામમાં કોઈ ખલેલ ન પાડે તેની કાળજી પણ. I really can’t be happy enough if I can’t work at my own pace and rhythm. So, probably I should make more conscious choices now in terms of living with people while I finally can. વળી, આ બધાં ઉપરાંત સૌથી મોટું બોનસ એ કે, મારે ઇડીયોટિક ટીવી શોનાં ઘોંઘાટ સહન નથી કરવા પડતા. કાં તો મારા લાઉન્જમાં પર કંઇક અર્થપૂર્ણ ચાલતું હોય છે અથવા તો અવાજ બંધ હોય છે. કમર્શિયલ ઘોંઘાટથી મળેલી એ શાંતિ તો અભૂતપૂર્વ છે.

એકંદરે આ ઘરમાં એકલા મૂવ થવાનો નિર્ણય સાચો સાબિત થયો છે. કદાચ ક્યારેક થોડીક એકલતા સાલે તો પણ હવે થોડાં વર્ષો સુધી આ જીવનશૈલીને વળગી રહેવું જ મારાં માટે બેસ્ટ છે કારણ કે, એકંદરે મારા જીવનથી મને સંતોષ વધ્યો છે.  હવે પછીનું મોટું પરિવર્તન શું લાવવું છે એ વિચાર પણ લગભગ કરી લીધેલો છે. પણ, એ વિશે હમણાં વિચારવાનો મતલબ નથી. સમય આવશે ત્યારે જોઈશું. ચાર વર્ષની દોડધામ પછી આ ફક્ત વિસામો છે. અહીં અટકી નથી જવું મારે. થોડું વધુ દોડવું છે અને થોડો વધુ અલગ પ્રકારનો કેઓસ જોઈએ છે.

6 thoughts on “નવી જીવનશૈલી પર ચિંતન

  1. In my case even when I used to live in the share-houses I used to have dinner alone mostly. So, I guess doesn’t really matter hey! Having said that, I am not a huge fan of having lonely dinners myself. But, for the timebeing it’s only in my list of ‘good to have’s. I wouldn’t give up my ‘must have’s for it :D

  2. “Quite fascinating what living by yourself can really teach you about yourself hey!”
    એકલા રહેવાની મજા જ કંઇક અલગ છે ;-) વિચાર વિમર્શ કરવાનો અને પ્રોડકટીવ કામ કરવાનો પુરતો સમય મળી રહે, બસ માત્ર ભોજન કરતી વખતે એકલા મજા ન આવે :-(

  3. “હજુ ઘર માંડ્યું જ હતું ત્યારે હું જોતી કે, દરેક નાની મોટી વસ્તુ મારે ત્યારે ને ત્યારે તરત જ અરીસા જેવી સાફ કરી નાંખવી હોતી। એ વલણ શરૂઆતમાં તો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર (ઓ સી ડી) કક્ષાનું હતું :D પણ, સમય જતાં હવે તેમાં થોડું ઓ સી ડીનું લેવલ ઘટ્યું છે એવું લાગે છે.”

    દરેક નવી વસ્તુ પરનું પ્લાસ્ટિક ક્યારે નીકાળવું એની બધાને અસમંજસ હોય જ છે. પણ સમય જતા પ્લાસ્ટિક નીકળી જ જાય છે. :)

  4. પોતાની સાથે સમય માણતા રહો . . . ખાલી જગ્યા’ની પણ એક મજા હોય છે ( પરીક્ષા’વાળી ખાલી જગ્યા નહિ ;) ) . . . મને એ રીતે ‘ અંતરીક્ષ ‘ ખુબ જ ગમે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s