ઓસ્ટ્રેલિયા અને ભાષા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાનો સમગ્ર વ્યવહાર લગભગ સ્લેંગ (slang) પર ચાલે છે. દિવસની શરૂઆત G’day થી શરૂઆત થાય. ‘ગૂડ ડે’ નહીં પણ ‘ગૂડેય’. આપને ત્યાં જેમ  ‘યાર’ ચાલે છે તેમ અહીં ‘મેઈટ’ (mate) છે. એ મેઈટનું ઘણી વાર ‘માઈટ’ કે ‘માઈટી’ જેવુંય કૈક સાંભળવા મળે. મોટાં ભાગનાં શબ્દો ટૂંકવવા એ અમુક માટે ફેશનની બાબત છે. જેમ કે ‘ક્રિસ્મસ’નું ‘ક્રીસી’ (મને હદ બહાર નફરત છે આ શબ્દથી). એ જ રીતે આફ્ટરનૂન માટે ‘આર્વો’ (Arvo) વપરાય છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ બિલકુલ છેલ્લી કક્ષાની ભંગાર હોય તેનાં માટે ‘ડૂશ'(Douche) શબ્દ વપરાય છે. ઘણી વખત ‘ડૂશબેગ’ (Douchebag) પણ વપરાય છે.

આ ઉપરાંત ગુજરાતી માટે જે સૂરત છે, તે ઈંગ્લીશ માટે ઓસ્ટ્રેલિયા છે. ‘ફક’ અને તેને બદલીને પ્રાસમાં મેળવી શકાય એવા ‘ફકિંગ’, ‘ફકર’ વગેરે વગેરે વાક્યે વાક્યે સાંભળવા મળે. જો કે, આ સાંભળ્યાં પછી મને એ વાત બરાબર સમજાઈ ગઈ કે  ગુસ્સામાં બોલાતી ગાળો અને ગાળો in-general સૌથી વધુ આકરી માતૃભાષામાં જ લાગતી હોય છે.

(હા, ઉમેરવાના નહીં.. નાખવાનાં!) આપણે ત્યાં નાના શહેરોમાં બોલીવૂડ અને નેશનલ ટેલિવિઝન પ્રોગ્રામ્સની યુવાનોની માનસિકતા પર ઊંડી અસર જોવા મળે છે અને મોટાં શહેરો અમેરિકન અને યુરોપિયન ટેલિવિઝનની ભારે અસરમાં છે . એ રીતે પાછું આપણે ત્યાં જેમ ‘મિડિયા’એ બાળકોને બાયલા અને ભાગેડુ બનાવ્યા છે, સંસ્કારોનાં નામ પર ફક્ત બુદ્ધિ ન વાપરતા શીખવ્યું છે અને ‘ભોળપણ’ અને ‘દિમાગ વેંચી આવવું’ વચ્ચેની પાતળી રેખા ભૂંસી નાખી છે, તેજ રીતે અહીં મિડિયાએ ‘પ્રેક્ટિકાલિટી’નાં નામે મૂલ્યોને બાજૂ પર મૂકી દેતાં શીખવ્યું છે. શબ્દો અને વ્યાકરણનાં ‘ટ્રેન્ડ’ પણ મોટાં ભાગે ટેલિવિઝન પરથી આવતાં જોવા મળે છે.

અહીં ‘એબોરીજીનલ’નું ટૂંકુ આપણાં ભાઈ-ભાભીઓ (હા, ભાભીઓ! બહેનો તો બહુ આવતી જ નથી)એ ‘એબુડા’ કર્યું છે. એવી જ રીતે જેમની પેઢીઓની પેઢીઓ ઓસ્ટ્રેલિયાની હોય તેવા ઓસ્ટ્રેલિયનને અન્ય ઓસ્ટ્રેલિયન લોકો ‘બોગન (Bogan)’ કહે છે. ભદ્ર ઓસ્ટ્રેલિયન લોકો આ શબ્દ અન્ય ફાટેલાં જીન્સ અને ગંજી (Singlet) પહેરીને, યુટ લઈને સ્પીડ-લિમિટનો ભંગ કરતાં અને દરેક વાક્યે ગાળ બોલતાં ઓસ્ટ્રેલિયન માટે પણ વાપરતાં હોય છે.

4 thoughts on “ઓસ્ટ્રેલિયા અને ભાષા

  1. આવી હતી ને! હમણાં જ મહિના પહેલાં જ આવી હતી. ‘સોરી’ તો સમજ્યા! હવે નાના બાળકોનું તો એવું છે કે આપણે ત્યાં મા-બાપ જ પોરસાતા હોય છે જ્યારે બાળકો ઇંગ્લીશમાં વાત કરે ત્યારે. ગુજરાતી બોલવાની પ્રેરણા ક્યાં? એ લાવો એટલે બાકીનું બધું આપોઆપ સચવાઈ જશે. અમે લોકો આજે પણ ‘ભદ્રંભદ્ર’ જેવું ગુજરાતી મજાક-મસ્તિ કરતી વખતે બોલતા હોઈએ છીએ. આજ કાલ બોલચાલનાં ગુજરાતીમાં તો આવાં શબ્દો હવે વપરાતાં નથી છતાંયે! :)

  2. ખોટી વાત. ‘કૂલ કિડ્સ’ ગુજરાતીમાં પણ બધી લાગણીઓ એટલી જ સહજતાથી અને સરળતાથી વ્યક્ત કરતાં હોય છે અને એની મજા પણ બહુ આવતી હોય છે. ‘ટિપિકલ’ ગુજરાતી શબ્દો વાપરવાની. કાઠિયાવાડીમાં તો અમે સીન પણ કરી લેતા હોઈએ છીએ. ;) કાગદડી ને આ ને તે જેવાં શબ્દો વાપરવાનાં. પછી સામેવાળા ડોબાંને ન સમજાય એટલે હસવાનું. એને ભાન પાડવી જોઈએ કે એ બોઘો/ બોઘી છે. હાહાહા

  3. હા હા હા…. પણ આ તો તમે આજે આવો તો જાણો.. અહીંયા ‘વાહ’ ની પહેલા ‘wow’ અને ‘આહ’ ની પહેલા ‘ઓહ્હ’ હવે સામાન્ય બની ચુક્યું છે.. અને હવે કોઇ ‘માફ કરજો’ નથી કહેતું કેમ કે દરેકને “સોરી’ જ ફાવી ગયું છે.

    ટિપિકલ ગુજરાતી શબ્દો વાપરવાની એક અલગ મજા છે પણ આજના નાના ઢબુડા-ઢબુડીઓને તેમાં જાજી ‘ગતાગમ’ નહી પડે તેવી આજની સ્થિતિ છે.. પરિવર્તન બધે આવી ગયું છે..

  4. અહી ગુજરાતમાં દોસ્તારો વચ્ચે થતી થતી પણ વાતોમાં પણ ગાળો ઘણીવાર સહજ હોય છે, હું હજુ સુધી તેનો વપરાશ કરવા સુધી સહજ નથી બની શક્યો તે મારી કમજોરી છે. છતાં પણ મિત્રો સાથેની વાતોમાં એકબીજાને ઉદ્દેશીને કહેવાયેલી ગમેતેવી ગાળોને વાતચીતમાં મજાકનો એક ભાગ ગણી ટાળી નાખવામાં આવે છે જે કદાચ ત્યાંના કાયમી લોકો માટે પણ સામાન્ય હશે. ગાળ-મિશ્રિત સુરતી ભાષા આ બાબતે જગમશહુર છે ! :)

    અમદાવાદ(અને ઘણાં શહેરો)માં આજકાલ ગુજરાતી ભાષામાં અંગ્રેજી સાથે કંઇક વધારે પડતું પોતીકાપણું રાખવામાં આવી રહ્યું છે. અહી પણ સ્કુલ-કોલૅજના વિદ્યાર્થીની વાતચીતમાં કેટલાયે અંગ્રેજી શબ્દો એમ જ પ્રવેશી જતા હોય છે ઉપરાંત આજકાલ એક sms ભાષા પણ પ્રચલિત બની રહી છે.. જેમાં પપ્પાને ‘P’, મમ્મી ‘M’ ભાઇ ને ‘B’ અને બહેન ને ‘S’ માં ટુંકાવી દેવામાં આવ્યા છે અને ઘણાં સંબંધોને પણ ટુંકમાં ઓળખવામાં આવે છે. આ મિશ્રિત સંસ્કૃતિમાં મીડીયા અને ફિલ્મોની અસર ઘણી મોટી છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બે ગુજરાતી જાહેરમાં મળે તો તેમની વાતચીત હિન્દી/અંગ્રેજીમાં જ હોઇ શકે..

    ગુજરાતી તરીકે મને જણાતી સૌથી દુઃખદ વાત જે નવી પેઢીમાં જોવા મળી રહી છે તે એ છે કે તે લોકોના આશ્ચર્ય-ગુસ્સા કે અન્ય કોઇપણ ભાવની પ્રથમ અભિવ્યક્તિ ‘અંગ્રેજી’ બની ચુકી છે… જો કે તેની સામે ફેસબુક-ઓરકુટ-બ્લૉગમાં અભિવ્યક્તિ તરીકે ગુજરાતીનો છુટથી થતો ઉપયોગ લોકોને માતૃભાષા તરફ ઘણો આકર્ષી પણ રહ્યો છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s